આ અવિશ્વાસ પ્રસ્તાવ માત્ર ગેરમાર્ગે દોરવા માટે લાવવામાં આવ્યું; અમિત શાહે વિપક્ષની કાઢી ઝાટકણી
નવી દિલ્હી: અવિશ્વાસ પ્રસ્તાવ પર બીજા દિવસે પણ જોરદાર ચર્ચા ચાલી હતી. બીજા દિવસે ગૃહમંત્રી અમિત શાહે પણ આ અવિશ્વાસ પ્રસ્તાવ પર પોતાના વિચાર રાખ્યા હતા. તેમની તરફથી ભાર આપીને કહેવામાં આવ્યું કે આ અવિશ્વાસ પ્રસ્તાવ માત્ર ભ્રમ ફેલાવવા માટે લાવવામાં આવ્યો છે. કોઈએ પણ પોતાના ભાષણમાં સરકારની એકપણ કમીનો ઉલ્લેખ કર્યો નથી, આ પ્રસ્તાવ માત્ર ગેરમાર્ગે દોરવા માટે લાવવામાં આવ્યો છે.
અમિત શાહે કહ્યું કે, દેશની જનતાએ પૂર્ણ બહુમતિની સરકાર આપવાનું કામ સતત બે વખત કર્યું છે. આ વડાપ્રધાન એવા છે જે આઝાદી પછી સૌથી લોકપ્રિય પીએમ છે. અનેક સર્વે એવું કહે છે કે, આઝાદી પછી સૌથી વધારે એક પણ રજા લીધા વગર 17 કલાક કામ કરનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે. આઝાદી પછી દરેક રાજ્યમાં સૌથી વધારે કિલોમીટર અને દિવસ પ્રવાસ કરનારા પીએમ પણ નરેન્દ્ર મોદી જ છે. અનેક સરકારો વર્ષો સુધી ચાલે છે પરંતુ 9 વર્ષમાં જ મોદી સરકારે પચાસથી વધારે એવા નિર્ણય લીધા જે સ્વર્ણ શબ્દોમાં લખવામાં આવશે.
આજના દિવસનો ઉલ્લેખ કરતાં શાહે જણાવ્યું કે, મહાત્મા ગાંધીએ ક્વિન્ટ ઈન્ડિયાનો નારો આપ્યો હતો, પીએમ મોદીએ 9 વર્ષમાં એક નવા પ્રકારની રાજનીતિની શરૂઆત કરાવી છે. પહેલા ભ્રષ્ટાચાર, પરિવાર વાદથી રાજનીતિ ગ્રસિત રહે છે. પરંતુ નરેન્દ્ર મોદીએ ભ્રષ્ટાચાર, પરિવારવાદ અને તુષ્ટિકરણને હટાવીને પોલિટિક્સ ઓફ પર્ફોમેન્સને મહત્વ આપ્યું છે.
આ પણ વાંચો-ઈસરોએ ચંદ્રયાન-3ને ચંદ્રની ત્રીજી કક્ષામાં મોકલ્યું, જાણો હજી કેટલી યાત્રા બાકી