અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગમધ્ય ગુજરાત

હવે તથ્ય પટેલ આજીવન ગાડી નહીં ચલાવી શકે, અમદાવાદ RTOની મોટી કાર્યવાહી

Text To Speech

અમદાવાદ ઈસ્કોન બ્રિજ અકસ્માતમાં મોઘી દાટ જેગુઆર ગાડીથી 9 લોકોના જીવ લેનાર તથ્ય પટેલની મુશ્કેલીમાં વધારો થયો છે. ટ્રાફિક પોલીસની ભલામણના આધારે RTO દ્વારા તેની સામે કાર્યવાહી કરવામા આવી છે. લાયસન્સ વગર ડ્રાઇવિંગ કરવું એ ગુનાહિત કૃત્ય બને છે. ત્યારે હવે તથ્ય પટેલનું ડ્રાઇવિંગ લાયસન્સ આજીવન રદ કરી દેવામાં આવ્યુ છે.

તથ્ય પટેલનું લાયસન્સ કાયમી ધોરણે રદ

ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ બાદ અમદાવાદ RTOએ તથ્ય પટેલ સામે મોટી કાર્યવાહી કરી છે. અમદાવાદ RTOએ તથ્ય પટેલ પાસે જવાબ માંગ્યો હતો પરંતું તેને કોઈ પણ પ્રકારનો જવાબ રજૂ કર્યો ન હતો. જેથી તથ્ય પટેલનું લાયસન્સ કાયમી ધોરણે રદ કરી દેવામા આવ્યું છે. અમદાવાદ સાબરમતી RTO દ્વારા તથ્ય પટેલનું લાયસન્સ આજીવન રદ કરવામાં આવ્યું છે. જેથી હવે તથ્ય પટેલ આજીવન ગાડી ચલાવી નહીં શકે.ટ્રાફિક પોલીસની ભલામણના આધારે RTO દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે.

તથ્ય પટેલ-humdekhengenews

આ પણ વાંચો : કૃષિમંત્રી રાઘવજી પટેલે દેશી દારૂનો પડીયો ચરણામૃત સમજી મોઢે માડી દીધો, જૂઓ પછી શું થયું ?

તથ્યએ ઓવર સ્પીડમાં ગાડી ચલાવી અનેક અકસ્માતો કર્યા

ઈસ્કોન બ્રિજ અકસ્માત બાદ એક પછી એક તથ્યની એવી હકીકત સામે આવી રહી છે, જેનાં પરથી એવુ સાબિત થાય છે કે એને અકસ્માત કરવાની ટેવ હતી. જેના કારણે હવે તથ્ય પટેલનું ડ્રાઇવિંગ લાયસન્સ આજીવન રદ કરવામા આવ્યું છે. અમદાવાદ RTOએ ટ્રાફિક પોલીસ પાસે તેના વિશેની વિગત માગી હતા. વિગતો મળતા સુનાવણી કરીને RTO દ્વારા તથ્યનું લાયસન્સ આજીવન રદ કરવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે તથ્યને હજુ ફેબ્રુઆરી 2022માં જ લાયસન્સ મળ્યું હતું.

આ પણ વાંચો : ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની સપાટી સિઝનમાં પહેલીવાર 131 મીટરને પાર પહોંચી

Back to top button