કોલકાતા હાઈકોર્ટમાં વિવાદીત જમીન મામલે નિર્ણય સંભળાવ્યા બાદ કંઈક એવું બન્યું કે જજે પોતાનો નિર્ણય બદલ્યો
કોલકાતા હાઈકોર્ટમાં વિચિત્ર ઘટના
શિવલિંગને હટાવવાનો નિર્ણય લખતા જ આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર બેભાન થયા
કોલકાતા હાઈકોર્ટમાં આજે બંગાળના મુર્શિદાબાદના બેલડાંગામાં ખિદિરપુરની વિવાદિત જમીન પર સ્થાપિત શિવલિંગને લઈ ચુકાદાના રેકોર્ડિંગ ચાલી રહ્યું હતું. તે દરમિયાન એક વિચિત્ર ઘટના ઘટી હોવાનું સામે આ્વ્યું છે. જેમાં કેસનો ચુકાદો આપ્યા બાદ કંઈક એવું થયું કે,ન્યાયાધીશે પણ પોતાનો નિર્ણય બદલી નાખ્યો છે.
જમીન વિવાદ પર સુનાવણી ચાલી રહી હતી
પ્રાપ્ત વિગતો અનુસાર,બંગાળના મુર્શિદાબાદના બેલડાંગામાં ખિદિરપુરના બે લોકો સુદીપ પાલ અને ગોવિંદ મંડલ વચ્ચે જમીનનો વિવાદ ચાલી રહ્યો હતો. મે 2022માં તેમની વચ્ચે ઝઘડો પણ થયો હતો. સુદીપ પાલનો આરોપ છે કે ગોવિંદે રાતોરાત જમીન પર શિવલિંગ સ્થાપિત કર્યું હતું. આ અંગે સુદીપે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પત્ર આપતાં પોલીસે કોઈ કાર્યવાહી કરી ન હતી. આ અંગે સુદીપ હાઈકોર્ટમાં પહોંચ્યો હતો.તેમના વકીલે કોર્ટને કહ્યું કે, વિવાદિત જમીન પર જાણી જોઈને શિવલિંગ સ્થાપિત કરવામાં આવ્યું હતું. જ્યારે ગોવિંદના વકીલે કહ્યું કે શિવલિંગ પોતાની મેળે જ જમીનમાંથી બહાર આવી ગયું હતું.
શિવલિંગને હટાવવાનો આદેશ આપતા આસિસ્ટન્ટ રજિસ્ટાર બેભાન
જો કે આ મામલાની સુનાવણી કર્યા બાદ જસ્ટિસ જોય સેનગુપ્તાએ વિવાદિત જમીન પરથી શિવલિંગને હટાવવાનો આદેશ આપ્યો હતો. જ્યારે આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર વિશ્વનાથ રાયે આ નિર્ણય લખવાનું શરૂ કર્યું ત્યારે તેઓ બેભાન થઈ ગયા. ન્યાયાધીશ પણ તેની હાલત જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને આ સ્થિતિ જોઈને ન્યાયાધીશે નિર્ણય બદલ્યો અને નિર્દેશ આપ્યો કે, આ મામલાની સુનાવણી સિવિલ કેસની જેમ નીચલી કોર્ટમાં કરવામાં આવે.
આ પણ વાંચો : ભાજપની ‘નબન્ના માર્ચ’ હિંસક બનતા કલકત્તા હાઈકોર્ટ આકરાપાણીએ, મમતા સરકાર પાસેથી માંગ્યો રિપોર્ટ