ફારૂક અબ્દુલ્લાએ BJPને યાદ અપાવી વાજપેયીની વાત; કહ્યું- “દોસ્ત બદલી શકાય પડોશી નહીં”
નવી દિલ્હી: સંસદના ચોમાસુ સત્રમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચાનો આજે બીજો દિવસ છે. મંગળવારે ચર્ચા શરૂ થઈ હતી. સાંસદ પુનઃસ્થાપિત થયા બાદ પ્રથમ વખત સંસદમાં પહોંચેલા રાહુલ ગાંધીએ ગૃહમાં ભાષણ શરૂ કરતા જ સભ્યપદ પુનઃસ્થાપિત કરવા બદલ આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે આજે હું મારા મનથી નહીં પણ મારા હૃદયથી બોલીશ. રાહુલે કહ્યું કે આજે તેઓ ભાજપ પર વધુ આક્રમક નહીં બને.
મણિપુર મુદ્દે પીએમ મોદી સંસદમાં બોલે તેવી માગણી સાથે વિપક્ષ દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચાના પ્રથમ દિવસે મંગળવારે લોકસભામાં ઉગ્ર ચર્ચા થઈ હતી. જ્યાં વિપક્ષ મણિપુર મુદ્દે પીએમ મોદીના નિવેદનની માંગ કરી રહ્યા છે.
લોકસભામાં બોલતા ફારુક અબ્દુલ્લાએ કહ્યું કે અમને આ રાષ્ટ્રનો ભાગ હોવાનો ગર્વ છે. પરંતુ આ રાષ્ટ્રની જવાબદારી માત્ર હિંદુઓ પ્રત્યે જ નથી, પરંતુ ભારતમાં રહેતા દરેક વ્યક્તિની છે. પીએમ માત્ર એક રંગનું પ્રતિનિધિત્વ કરતા નથી, તેઓ ભારતનું પ્રતિનિધિત્વ કરે છે…છેલ્લા 10 વર્ષમાં તમે (કેન્દ્ર) કેટલા કાશ્મીરી પંડિતોને પાછા લાવ્યાં છો?… એમ ન કહો કે અમે ભારતનો ભાગ નથી, અમે પાકિસ્તાની છીએ, દેશદ્રોહી છીએ. અમે આ રાષ્ટ્રનો ભાગ છીએ…”
આ પણ વાંચો-મુકેશ અંબાણીની કંપનીમાંથી લોકો કેમ છોડી રહ્યાં છે નોકરી? આંકડો ચોંકાવનાર
મણિપુર મુદ્દે કોંગ્રેસના સાંસદોએ રાજ્યસભામાંથી વોકઆઉટ કર્યું. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે અમારો ઇરાદો હતો કે જ્યારે ગૃહમાં મણિપુર પર વિસ્તૃત ચર્ચા થશે ત્યારે કેટલીક વિગતો બહાર આવશે. પીએમ ગૃહમાં આવવા તૈયાર નથી. સરકાર અમારી વાત સાંભળવા તૈયાર નથી. વિરોધના ચિહ્ન તરીકે અમે ગૃહમાંથી વોકઆઉટ કરીશું.
રાહુલ ગાંધીના ફ્લાઈંગ કિસ ઈશારા સામે ભાજપના નેતાઓએ લોકસભાના અધ્યક્ષને ફરિયાદ કરતા કોંગ્રેસના સાંસદ ગીતા કોડાએ કહ્યું કે, “રાહુલ ગાંધીએ હંમેશા મહિલાઓનું સન્માન કર્યું છે, પરંતુ ભાજપ તેમને સંસદમાં જોવા નથી માંગતું.
કોંગ્રેસના સાંસદ ઈમરાન પ્રતાપગઢીએ કહ્યું કે, આખો દેશ રાહુલ ગાંધીના સંસદમાં આવવા અને બોલવાને લઈને ઉત્સાહિત છે. તેમના ભાષણ બાદ ભાજપ ચોંકી ઉઠ્યું છે.
આ પણ વાંચો-જ્ઞાનવાપીનો મામલો ફરી કોર્ટમાં પહોંચ્યો, મુસ્લિમ પક્ષે કરી આ માંગ