અમદાવાદગુજરાતટ્રેન્ડિંગમધ્ય ગુજરાત

અટલબ્રિજની જબરજસ્ત આવક! વીકેન્ડમાં ઉમટી પડે છે સહેલાણીઓ

  • અટલ બ્રિજે અમદાવાદીઓ સહિત બહારના લોકોને પણ ઘેલુ લગાડ્યુ
  • દર શનિ-રવિએ આઈકોનિક અટલબ્રિજ ખાતે 15થી 20 હજાર મુલાકાતીઓ
  • વિદેશના મહાનુભાવો પણ બ્રિજની લટાર મારવાનું ભૂલતા નથી

શહેરીજનોમાં તો સાબરમતી નદીના બે કાંઠાને જોડનારા અને રિવરફ્રન્ટ પર બનેલા આઇકોનિક અટલબ્રિજે ભારે ઘેલું લગાડ્યું જ છે. અટલબ્રિજની મહેક શહેરના સીમાડા ઓળંગીને સમગ્ર ગુજરાતમાં તેમજ મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્ય પ્રદેશ જેવા પડોશી રાજ્યોમાં ફેલાઈ ચૂકી છે. અત્યાર સુધીમાં 31 લાખથી વધુ સહેલાણીઓ અટલબ્રિજની મોજ માણી ચૂક્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 28 ઓગસ્ટ, 2022એ અટલબ્રિજનું ઉદ્ઘાટન કરાયું હતું. ત્યાર બાદ તેને બે દિવસ લોકો માટે ખુલ્લો મુકાયો હતો અને પછી સત્તાવાળાઓએ 31 ઓગસ્ટથી અટલબ્રિજનો લહાવો લેવા માટે ટિકિટના દર નક્કી કર્યા છે. હવે તો આ બ્રિજનું ઓનલાઇન બુકિંગ થઈ રહ્યું હોઈ આબાલવૃદ્ધોમાં તેના આકર્ષણમાં વૃદ્ધિ થઈ છે.

અટલબ્રિજમાં પાન-મસાલા, ગુટખા, ખોરાક, પાલતું પ્રાણી તેમજ રમતગમતનાંસાધનો લઈ જવા પર પ્રતિબંધ મુકાયો છે. શોરબકોર કરવો, સંગીત વગાડવું કે નાચગાન કરવા પણ પ્રતિબંધિત છે. તેની સુંદરતા, સ્વચ્છતા અને ખાસ તો સાબરમતી નદીમાં લહેરાતાં પાણીની ઉપર ચાલવાની મજા માણવા સામાન્ય દિવસોમાં આશરે 7000 અને શનિવાર, રવિવાર તેમજ જાહેર રજાના દિવસોમાં 15થી 20 હજાર સહેલાણીઓ અટલબ્રિજ ઉપર ઊમટે છે.

આઈકોનિક અટલબ્રિજને થઇ જબરજસ્ત આવક! વીકેન્ડમાં ઉમટી પડે છે સહેલાણીઓ hum dekhenge news

મહેમાનોને પણ લઇ જવાય છે અટલબ્રિજ

હવે તો અમદાવાદીઓ ઘેર આવતા મહેમાનોને પણ ખાસ અટલબ્રિજની મુલાકાત માટે લઈ જઈ રહ્યા છે. કાંકરિયા લેકફ્રન્ટ, રિવરફ્રન્ટ, માણેકચોકનું ખાણીપીણી બજાર બાદ હવે અટલબ્રિજનો પણ મુલાકાતીઓના આકર્ષણમાં થયો છે. આ તો ઠીક, પણ જી-૨૦, યુ-૨૦ હેઠળ અમદાવાદ આવનારા વિદેશી મહાનુભાવો પણ તેમની મિટિંગોની વ્યસ્તતા વચ્ચે સમય કાઢીને અટલબ્રિજની મુલાકાત લેવાનું ચૂકતા નથી.

અત્યાર સુધી આવી ચુક્યા છે આટલા મુલાકાતીઓ

ગત 31 ઓગસ્ટ, 2022થી 8 ઓગસ્ટ, 2023 સુધીના એટલે કે માત્ર 11 મહિના જેટલા ટૂંકા ગાળામાં 31 લાખથી વધુ સહેલાણીઓ અટલબ્રિજની મુલાકાત લઈ ચૂક્યા છે. આટલા સમયગાળામાં કુલ 31,88,844 મુલાકાતીઓ નોંધાઈ ચૂક્યા હોઈ આ બાબત લોકોમાં અટલબ્રિજની સતત વધતી લોકપ્રિયતા દર્શાવે છે.

તંત્રના એક રિપોર્ટ મુજબ નાણાકીય વર્ષ 2023-24ના એપ્રિલથી જુલાઈ મહિના સુધીમાં 8625 બાળકો સહિત કુલ 6,76,034 મુલાકાતીઓએ અટલબ્રિજની મોજ માણી છે, જ્યારે ફ્લાવર પાર્ક સાથેની કોમ્બો ટિકિટ હેઠળ વધુ 2,54,448 સહેલાણીઓ નોંધાયા છે. એવું કહી શકાય કે ચાલુ નાણાકીય વર્ષ 2023-24ના છેલ્લા ચાર મહિનામાં લગભગ દસ લાખ જેટલા સહેલાણીઓ તંત્રના ચોપડે નોંધાઈ ચૂક્યા છે.

આઈકોનિક અટલબ્રિજને થઇ જબરજસ્ત આવક! વીકેન્ડમાં ઉમટી પડે છે સહેલાણીઓ hum dekhenge news

ગત નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન 31 ઓગસ્ટ-2022થી 31 માર્ચ-2023 સુધીમાં કોમ્બો ટિકિટ મળીને 21.63 લાખથી વધુ સહેલાણીઓએ અટલબ્રિજની મુલાકાત લીધી હતી. મ્યુનિ. તંત્રનો અત્યાર સુધીનો રિપોર્ટ દર્શાવે છે કે ૩૧ ઓગસ્ટ, 2022થી 7 ઓગસ્ટ, 2023માં એકલા અટલબ્રિજના 24.20 લાખથી વધુ અને કોમ્બો ટિકિટના 7.18 લાખથી વધુ મળીને કુલ 31.88 લાખથી વધુ સહેલાણીઓ અટલબ્રિજની લટાર મારી ચૂક્યા હોઈ આ બાબતથી મ્યુનિ. તંત્ર ખુશખુશાલ છે.

મ્યુનિ. તિજોરીમાં આવક પેટે રૂ. 9.40 કરોડથી વધુ ઠલવાયા

મ્યુનિ. કોર્પોરેશનના ચોપડે માત્ર 11 મહિનાના કુલ 31.88 લાખથી વધુ સહેલાણીઓ નોંધાતાં મ્યુનિ. તિજોરીમાં પણ આવકની દૃષ્ટિએ બમ્પર વધારો થયો છે. આટલા સમયાળામાં અટલબ્રિજે તંત્રને રૂ. 9.40 કરોડથી વધુ નાણાં કમાવી આપ્યાં છે, જેમાં રૂ. 2.64 કરોડ કોમ્બો ટિકિટથી અને રૂ. 6.77 કરોડથી વધુની માત્ર અટલબ્રિજની એન્ટ્રી ફીની આવક થઈ છે. આ મહિનાની તા. 1થી 8 ઓગસ્ટમાં પણ તંત્રને કુલ 45 હજારથી વધુ સહેલાણીથી કુલ રૂ. 14 લાખની આવક થઈ છે.

આ પણ વાંચોઃ કન્જક્ટિવાઇટિસ વકરતા મંદીમાં પણ ગોગલ્સના ભાવ અને વેચાણ વધ્યા!

Back to top button