સ્મૃતિ ઈરાનીએ રાહુલના પ્રશ્નોના આપેલા જવાબમાં કેટલી સત્યતા?
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર ગંભીર આરોપ
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીનો ગંભીર આક્ષેપ
રાહુલ ગાંધીએ મહિલા સાંસદોને ફ્લાઇંગ કિસના કર્યા ઈશારા
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આજે સંસદ પદ પરત મળ્યા બાદ પ્રથમ વખત ચર્ચામાં ભાગ લીધો છે. જેમાં રાહુલ ગાંધી દ્વારા મોદી સરકાર પર આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા. સાથે જ વડાપ્રધાન મોદીને રાવણ સાથે સરખાવવામાં પણ આવ્યા હતા. રાહુલ ગાંધી દ્વારા મણિપુર મુદ્દે ભાષણ આપવામાં આવ્યું હતું. જેમાં રાહુલે આરોપ લગાવ્યો કે મોદી સરકારે મણિપુરમાં ભારત માતાની હત્યા કરી છે. ત્યારે આ વાતનો વળતો જવાબ આપતા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ રાહુલ પર આકરા પ્રહાર કર્યા છે.
રાહુલ ગાંધીએ ભાષણ બાદ કર્યું અભદ્ર વર્તન
લોકસભામાં બોલતા કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, તે ક્યારથી અદાણી અદાણી કરી રહ્યા છે. તો ફોટો મારી પાસે પણ છે. હું પૂછવા માંગું છું કે, 1993 કોંગ્રેસે અદાણીને મુંદ્રા પોર્ટમાં જગ્યા આપી…યુપીએના શાસન દરમિયાન, તેઓએ અદાણીને રૂ. 72,000 કરોડની લોન આપી દીધી. રાજસ્થામાં 7 હજાર કરોડનો સોદો કર્યો, કેરળમાં કોંગ્રેસની યુડીએસ સરકાર સાથે કોર્ટનું કામ કેમ આપ્યું. બંગાળમાં પોર્ટનું કામ કેમ આપ્યું અદાણીને. છત્તીસગઢમાં આદિવાસીઓએ ના પાડી તો પણ કેમ અદાણીને કામ આપ્યું? કોંગ્રેસના શાસનમાં અલગ-અલગ રાજ્યોમાં બંદરોનું કામ અદાણીને કેમ આપવામાં આવ્યું?
1990માં ગિરિજા ટિક્કુની હત્યા થઈ
જો કે, આ વાતમાં કેટલી સત્યતા હોય શકે? કારણ કે, જે સમયે 1990માં ગિરિજા ટિક્કુની હત્યા થઈ અને તે સમયે દેશમાં ભાજપના સમર્થનથી વીપીસિંહ દેશના પ્રધાનમંત્રી બન્યા હતા. અને કાશ્મીરના ગવર્નર ભાજપના નેતા જગમોહન હતા. જેમના સમયમાં સૌથી વધારે કાશ્મીર પંડિતોનો પલાયન થયો હતો. એટલે ગિરિજા ટિક્કુની હત્યા માટે કોઈ જિમ્મેદાર હતા તો. આ સરકાર ભાજપના સહયોગથી ચાલી રહી હતી. સ્મૃતિ ઈરાનીના આ ભાષણથી ખુદ તેઓ આ વાતથી અજાણ હોય તેમ જોવા મળી રહ્યું છે.
#WATCH | Union Minister and BJP MP Smriti Irani shows a photo of Robert Vadra with Gautam Adani; says, "Ye kab se Adani Adani kar rahe hain, toh ab thoda ab main bhi bol doon. Photo mere pass bhi hai…In 1993 Congress gave space to Adani in the Mundra Port…During the UPA rule,… pic.twitter.com/lo2zdZRlfy
— ANI (@ANI) August 9, 2023
ભાષણ પૂરું કર્યા પછી અભદ્ર વર્તન કર્યું-સ્મૃતિ
વધુમાં સ્મૃતિ ઈરાની કહે છે કે,મારા પહેલા જેમને અહીં બોલવાની તક મળી, તેમણે આજે અસભ્યતાનો પરિચય આપ્યો છે. તેમણે પોતાનું ભાષણ પૂરું કર્યા પછી અભદ્ર વર્તન કર્યું. તેઓએ તે સંસદમાં ફ્લાઈંગ કિસ કરી, જે સંસદમાં મહિલાઓ પણ બેઠી છે. આવું વર્તન માત્ર એક સ્ત્રી દ્વેષી વ્યક્તિ જ કરી શકે છે. સ્મૃતિ ઈરાની ગંભીર આક્ષેપ લગાવતા કહ્યું કે, રાહુલ ગાંધી લોકસભામાં ફ્લાઇંગ કિસ આપીને ગયા, તેમણે લોકસભામાં અભદ્ર લક્ષણના દર્શન આપ્યા છે. આ એમના ખાનદાનના લક્ષણ છે.
સ્મૃતિ ઈરાનીએ કાશ્મીરી પંડિતો પર થયેલા અત્યાચારનો ઉલ્લેખ કર્યો
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે તેમના ગઠબંધનના લોકો ભારત વિશે ખોટી ટિપ્પણી કરે છે, કાશ્મીર પર જનમતની વાત થઈ હતી, જો રાહુલ ગાંધીમાં હિંમત હોય તો આ નિવેદનોની નિંદા કરો. શું કોંગ્રેસ કાશ્મીરમાં જનમત સંગ્રહની વાતને સમર્થન આપે છે? સ્મૃતિ ઈરાનીએ આ દરમિયાન કાશ્મીરી પંડિતો પર થયેલા અત્યાચારનો ઉલ્લેખ કર્યો હતો.સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું કે, એક સમય હતો જ્યારે કાશ્મીર લોહીથી રંગાયેલું હતું, પરંતુ જ્યારે રાહુલ ગાંધી પરિવારના સભ્યો સાથે ત્યાં પહોંચ્યા અને ત્યાં ફરતા હતા. પણ પીએમ મોદીએ370 હટાવી દીધું. પરંતુ જ્યારે કોંગ્રેસના નેતાઓ ત્યાં પહોંચ્યા તો તેઓએ ફરીથી કલમ 370 લાગૂ કરવાની વાત કરી.
મહિલા સાંસદોએ સ્પીકરને કરી ફરિયાદ
જ્યાં બીજી તરફ ભાજપ સાંસદ પૂનમ મહાજને કહ્યું કે આજે ગૃહમાં રાહુલ ગાંધીએ જે કૃત્ય કર્યું છે તે અસંસદીય છે. અમે આનો વિરોધ કરીએ છીએ અને આ અંગેની ફરિયાદ લોકસભા સ્પીકરને કરવામાં આવશે. આ પછી મહિલા સાંસદોના એક જૂથે લોકસભા સ્પીકરને રાહુલ ગાંધીના આ કૃત્યની ફરિયાદ કરી.
આ પણ વાંચો : જ્યારે સંસદનું સત્ર ચાલે છે, ત્યારે સાંસદોને પગાર સાથે આ વસ્તુઓ માટે પૈસા મળે છે