મુકેશ અંબાણીની કંપનીમાંથી લોકો કેમ છોડી રહ્યાં છે નોકરી? આંકડો ચોંકાવનાર
નવી દિલ્હી: ગત નાણાકીય વર્ષમાં એટલે વર્ષ 2022-23માં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના 1.6 લાખથી વધુ કર્મચારીઓએ કંપની છોડી દીધી છે. જેમાં 41,000થી વધુ કર્મચારીઓ રિલાયન્સ જિયોથી અલગ થયા હતા. જોકે, કંપનીમાં નવા કર્મચારીઓની ભરતીનો આંક પણ ઊંચો રહ્યો છે.
રિલાયન્સ જિયોએ 41 હજાર કર્મચારીઓની સામે 70,418 નવા કર્મચારીઓની ભરતી કરી છે. આ ટેલિકોમ ઓપરેટરમાં 95326 કર્મચારીઓ કામ કરે છે, જે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના વાર્ષિક અહેવાલમાં બહાર આવ્યું છે. કંપનીએ કુલ 1,43,439,839 કલાકની ટ્રેનિંગ તેના કર્મચારીઓને આપી છે.
આ પણ વાંચો-સ્મૃતિ ઈરાનીએ રાહુલના પ્રશ્નોના આપેલા જવાબમાં કેટલી સત્યતા?
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ છોડનારા લોકોની સંખ્યામાં નાણાકીય વર્ષ 2023માં મોટો વધારો થયો છે. વર્ષ 2022 ની તુલનામાં કંપની છોડનારા કર્મચારીઓની સંખ્યામાં 64.8 ટકાનો વધારો થયો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કર્મચારીઓએ દેશમાં રિટેલ અને ટેલિકોમ સેક્ટરમાં વધતી જતી ભરતીનો લાભ લેવા માટે કંપની છોડવાનો નિર્ણય લીધો હશે, જ્યારે રિટેલ અને ટેલિકોમ સેગમેન્ટમાં તેમની ભૂમિકા બદલવાથી નારાજ કર્મચારીઓએ કંપનીને બાય-બાય કર્યું હોવાની આશંકા છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના વાર્ષિક અહેવાલમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કંપનીએ આખા વર્ષ દરમિયાન કર્મચારીઓની માનસિક અને શારીરિક સ્થિતિ સારી બનાવવા માટે ચોક્કસ તાલીની વ્યવસ્થા કરી હતી. આના દ્વારા કર્મચારીઓને કંપનીમાં કામ કરવાની કુશળતા તો મળી જ પરંતુ તેઓ માનસિક રીતે પણ કંપનીના કામકાજના વાતાવરણને અનુરૂપ બનવા માટે ઉત્સુક બન્યા.
આ પણ વાંચો-એવુું તો શું થયું કે રાહુલ ગાંધીએ સંસદમાં ફ્લાઈંગ કિસ આપી? પછી થઈ ગયો હંગામો