અમદાવાદમાં પાણી, મચ્છરજન્ય રોગચાળો વધ્યો, જાણો કેટલા કેસ આવ્યા
- શહેરમાં પાંચ દિવસમાં જ ડેન્ગ્યૂના 83 કેસ નોંધાયા
- સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ડેન્ગ્યુનાં 500થી વધુ દર્દીઓ
- શહેરમાં નોટિસ ફટકારીને કુલ રૂ.13 લાખથી વધુ રકમનો દંડ વસૂલ કરાયો
અમદાવાદમાં પાણી, મચ્છરજન્ય રોગચાળો વધ્યો છે. જેમાં ડેન્ગ્યૂના 83 કેસ, ઝાડા- ઊલટીના 255, કમળાના 28 કેસ સામે આવ્યા છે. ત્યારે રામોલ, હાથીજણ, લાંભા, વટવા, અસારવા, વગેરે વિસતારોમાં કોલેરાના 8 કેસ નોંધાયા છે. તથા સાદા મેલેરિયાના 24 કેસ, ઝેરી મેલેરિયાના 2 કેસ, ચિકનગુનીયના 3 કેસ નોધાયા છે.
આ પણ વાંચો: ગુજરાતમાં અંબાલાલ પટેલે વરસાદ અંગે આગાહી કરી, જાણો મેઘના પ્રચંડ રાઉન્ડ વિશે
શહેરમાં પાંચ દિવસમાં જ ડેન્ગ્યૂના 83 કેસ નોંધાયા
અમદાવાદમાં કેટલાંક દિવસથી વરસાદે વિરામ લીધો હોવા છતાં શહેરમાં પાણીજન્ય અને મચ્ચરજન્ય રોગચાળો માથું ઉંચકી રહ્યો છે. શહેરમાં પાંચ દિવસમાં જ ડેન્ગ્યૂના 83 કેસ નોંધાયા છે. રામોલ- હાથીજણ, લાંભા, વટવા, અસારવા વગેરે વિસતારોમાં કોલેરાના 8 કેસ નોંધાયા છે.
સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ડેન્ગ્યુનાં 500થી વધુ દર્દીઓ
સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ડેન્ગ્યુનાં 500થી વધુ દર્દીઓ સારવાર લઈ રહ્યા હોવાનું જાણવા મળે છે. હેલ્થ ચેકિંગમાં મચ્છરોના બ્રીડિંગ મળી આવતાં અનુષ્ઠાન હાર્મોની ઈન્ફ્રા, નિરમા યુનિવર્સિટી સાકાર રેસીડેન્સી, ગ્વાલિયા રેસ્ટોરેન્ટ વગેરેને નોટિસ ફટકારીને કુલ રૂ. 13 લાખથી વધુ રકમનો દંડ વસૂલ કરાયો છે અને બે એકમને સીલ કરાયા છે. શહેરમાં ઘેર ઘેર મચ્છરનો ઉપદ્રવ જોવા મળે છે. સાદા મેલેરિયાના 24 કેસ, ઝેરી મેલેરિયાના 2 કેસ, ડેન્ગ્યુના 83 કેસ, ચિકનગુનીયના 3 કેસ નોધાયા છે. ઝાડા- ઉલ્ટીના 255, કમળાના 28, ટાઇફેડના 114, કોલેરાના 8 કેસ નોંધાયા છે. ચાલુ માસ દરમિયાન ઇન્દ્રપુરી વોર્ડમાં 3, વટવા વોર્ડમાં 1, રામોલ હાથીજણ વોર્ડમાં 1, લાંભા વોર્ડમાં 1, ઇસનપુર વોર્ડમાં 1, અસારવા વોર્ડમાં 1 એમ કુલ 8 કેસ નોધાયા છે.