ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં અંબાલાલ પટેલે વરસાદ અંગે આગાહી કરી, જાણો મેઘના પ્રચંડ રાઉન્ડ વિશે

Text To Speech
  • દરિયામાં ભારે કરંટ પણ જોવા મળી શકે છે
  • 21 તારીખ બાદ જે રાઉન્ડ આવશે તે ખૂબ જ પ્રચંડ હશે
  • 10 ઓગસ્ટ બાદ સતત આઠ દિવસ વરસાદ વિવિધ વિસ્તારોમાં થશે

ગુજરાતમાં 4 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં અમદાવાદ સહિત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર વરસાદની આગાહી છે. તેમજ અમદાવાદ ગ્રામ્યમાં છૂટો છવાયા વરસાદની સંભાવના રહેલી છે. સાથે જ દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફુંકાવવાની શક્તાઓ રહેલી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં 3 દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી, જાણો કયા થશે જળબંબાકાર

દરિયામાં ભારે કરંટ પણ જોવા મળી શકે છે

દરિયામાં ભારે કરંટ પણ જોવા મળી શકે છે. તેમજ હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી. તેથી મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન વધવાની શક્યતા છે. જેમાં 1 થી 2 ડિગ્રી તાપમાનમાં વધારો થવાની શક્યતા છે. ગુજરાતમાં ગરમી અંગે હવામાન વિભાગે જણાવ્યુ હતુ કે, વરસાદ તો ઘણો ઓછો થશે પરંતુ ગુજરાતમાં તાપમાન વધશે. એકાદ ડિગ્રી તાપમાન વધી શકે છે. રાજ્યમાં વાદળો હટી શકે છે જેના કારણે મહત્ત્મ તાપમાન ધીરેધીરે વધશે.

અંબાલાલ પટેલે વરસાદ અંગે આગાહી કરી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદ અંગે આગાહી કરતા જણાવ્યુ છે કે, ગુજરાતમાં 10 ઓગસ્ટ બાદ સતત આઠ દિવસ વરસાદ વિવિધ ભાગોમાં આવી શકે છે. આ વરસાદ કેટલાક વિસ્તાર માટે આશીર્વાદ રૂપ હશે તો સૌરાષ્ટ્રના કેટલાક ભાગો માટે આ વરસાદ નુકસાન રૂપ સાબિત પણ થઇ શકે છે. આ ઉપરાંત તેમણે જણાવ્યુ હતુ કે, 10થી 18 ઓગસ્ટનો રાઉન્ડ પુરો નહીં થાય ત્યાં સુધીમાં વધુ એક પ્રચંડ રાઉન્ડની તૈયારી મેઘરાજા કરી લેવાના છે. અંબાલાલનું કહેવુ છે કે, 21 તારીખ બાદ જે રાઉન્ડ આવશે તે ખૂબ જ પ્રચંડ અને તોફાની હશે.

Back to top button