ગુજરાત ડ્રગ્સની હેરાફેરીનું એપી સેન્ટર, મુન્દ્રા પોર્ટ પરથી 10.4 કરોડથી વધુનું કોકેઈન ઝડપાયું
ગુજરાત ડ્રગ્સ માફિયાઓ માટે જાણે કે હેરાફેરીનું હબ બની ગયું હોય તેમ લાગે છે. છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના દરિયાઈ માર્ગે મોટા પ્રમાણમાં ડ્રગ્સની હેરાફેરી કરવામાં આવે છે. ક્યારેક મધ દરિયેથી ડ્રગ્સનો જથ્થો પક઼ડાય છે તો ક્યારેક પોર્ટ પરથી ડ્રગ્સનો જથ્થો ઝડપાય છે. વધુ એક વખત ગુજરાતમાંથી ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.
- ગાંધીધામમાંથી 10.4 કરોડથી વધુનું કોકેઈન જપ્ત
- લાકડાના કન્ટેનરમાંથી કોકેઈન ઝડપાયું
- ઈક્વાડોરથી મંગાવવામાં આવ્યું હતું કોકેઈન
કચ્છના ગાંધીધામમાંથી DRIને વધુ એક સફળતા મળી છે. જેમાં લાકડાની આડમાં આવેલ કોકેઇનનો જથ્થો ઝડપ્યો છે. 10.04 કરોડનો 1 કિલોથી વધુનો જથ્થો ઝડપ્યો છે. ડ્રગ્સ હોવાની શક્યતાના પગલે DRIએ આ તમામ કન્ટેનર અટકાવ્યા હતા. જે બાદ સમગ્ર પ્રકરણ સામે આવ્યું હતું અને આ અંગે વધુ તપાસ DRI દ્રારા હાથ ધરી હતી.
DRI) એ આયાત કન્સાઈનમેન્ટમાંથી 1.04 કિલો કોકેઈન રીકવર કર્યું છે, જેની કિંમત આંતરરાષ્ટ્રીય ગેરકાયદેસર બજારમાં રૂ. 10.4 કરોડથી વધુ હોવાનો અંદાજ છે. ડીઆરઆઈને આ અંગે ચોક્કસ બાતમી મળી હતી કે એક્વાડોરથી આયાત કરાયેલા અમુક માલસામાનમાં માદક દ્રવ્યો હોવાની શક્યતા છે.
કન્સાઇનમેન્ટના આયાત માટે બિલ ઓફ એન્ટ્રી ફાઇલ કરવામાં આવી ન હતી. 220.63 MT નું કુલ વજન ‘ટીક રફ સ્ક્વેર લોગ્સ’ ધરાવતું જાહેર કરાયેલ કન્સાઇનમેન્ટ, જે ઇક્વાડોરથી મુન્દ્રા બંદરે આયાત કરવામાં આવ્યું હતું, તેની વિગતવાર તપાસ માટે ઓળખ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન, એક કન્ટેનરમાં એક પેકેટ ચુસ્ત રીતે લપેટાયેલું મળી આવ્યું હતું.