ટોપ ન્યૂઝનેશનલ

પાણીપતની ખાનગી હોસ્પિટલમાં કૂતરો ઘૂસ્યો, દાદી પાસે સૂતેલા નવજાતને ફાડી ખાધો, ઘટના CCTVમાં કેદ

Text To Speech

નેશનલ ડેસ્કઃ હરિયાણાના પાણીપતનો હૃદય હચમચાવી દે તેવો એક કિસ્સો સામે આવ્યો છે. પાણીપતની એક ખાનગી હોસ્પિટલમાં રખડતો કૂતરો ઘુસી ગયો અને નવજાત શિશુને મોંથી ફાડી ખાધો હતો. જેમાં બાળકનું મોત નીપજ્યું હતું. આ ઘટના હોસ્પિટલમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.

મંગળવારે આ અંગે માહિતી આપતા પોલીસે જણાવ્યું હતું કે, આ ઘટના સોમવાર મધરાતે બની હતી. જ્યારે બે દિવસનો બાળક (છોકરો) તેની દાદીની બાજુમાં જમીન પર સૂતો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, કોઈએ કૂતરાને હોસ્પિટલમાં પ્રવેશતા જોયો નથી.

સેક્ટર 13-17 પોલીસ સ્ટેશનના પ્રભારી (એસએચઓ) વિજય કુમારે જણાવ્યું કે, કૂતરો હોસ્પિટલમાં ઘુસ્યો અને તેની દાદી સાથે જમીન પર સૂતેલા નવજાતને ઉપાડીને બહાર લઈ ગયો. થોડી જ મિનિટોમાં બાળક ન હોવાનું ધ્યાને આવતા સ્ટાફને જાણ કરવામાં આવી હતી. ત્યારે સ્ટેશન ઈન્ચાર્જે જણાવ્યું કે, કૂતરાએ તેને બહાર કાઢીને ઢસડી ગયો હતો.

સ્ટેશન ઈન્ચાર્જે જણાવ્યું કે, બાદમાં ડોક્ટરોએ બાળકને મૃત જાહેર કર્યો. તેમણે કહ્યું કે હોસ્પિટલના સીસીટીવી ફૂટેજમાં કૂતરો નવજાત શિશુને મોઢામાં પકડીને બહાર લઈ જતો જોઈ શકાય છે. પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ વિજય કુમારે જણાવ્યું કે મૃતક બાળકનો પરિવાર ઉત્તર પ્રદેશનો વતની છે. તેની માતા ડિલિવરી માટે પાણીપત આવી હતી.

Back to top button