ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: સરહદી જિલ્લાનું રત્ન રાજ્યકક્ષાએ ઝળક્યુ : ગુજરાત સરકારનો રાજ્યકક્ષાનો એવોર્ડ એનાયત

Text To Speech

પાલનપુર: બનાસકાંઠાના સરહદી ભાભરના કુવાળા ગામના મેટલ ક્રાફ્ટ કલાકાર જયંતિભાઈ સુથાર ને રાજ્ય સરકાર દ્વારા નેશનલ હેન્ડલુમ ડે ના ભાગરૂપે વડોદરા ખાતે પ્રમાણપત્ર તેમજ રૂપિયા એક લાખનો ચેક અર્પણ કરી ગુજરાત સરકારનો પ્રથમ નંબરનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. જેથી જયંતિભાઈ સુથારે બનાસકાંઠા સહિત ગુજરાત નું ગૌરવ વધાર્યું છે.

એવોર્ડ-humdekhengenews

ભાભરના કુવાળા ગામના મેટલ ક્રાફ્ટ (નકશીકામ) માં જયંતિભાઈ સુથારને ગુજરાતમાં પ્રથમ નંબરનો એવોર્ડ

ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ લી. – ગરવી ગુર્જરી દ્વારા ODOP (One District One Product) અંતર્ગત ગ્રામિણ કારીગરો ને ગુજરાત સરકાર ના હસ્તે એવોર્ડ આપી સન્માનિત કરવા માટે નેશનલ હેન્ડલુમ ડે’ નિમિત્તે સોમવારે અકોટા સ્ટેડિયમ વડોદરા ખાતે હાથશાળ-હસ્તકલાના કારીગરોને પ્રોત્સાહિત કરવા કુટિર ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપુત અને રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા તેમજ કુટિર અને ગ્રામોદ્યોગ વિભાગના કમિશનર અને સચિવ પ્રવીણ સોલંકી ની વિશેષ ઉપસ્થિતિમાં “રાજ્ય એવોર્ડ વિતરણ સમારંભ” યોજવામાં આવ્યો હતો.

એવોર્ડ-humdekhengenews

કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત અને જગદીશ વિશ્વકર્મા ના હસ્તે રૂપિયા એક લાખનો ચેક અર્પણ

જેમાં બનાસકાંઠા જિલ્લા ના સરહદી ભાભરના કુવાળા ગામના જયંતિભાઈ શિવરામભાઈ સુથારે ને પણ રાજ્ય સરકાર દ્વારા મેટલ ક્રાફ્ટ (નકશીકામ) માં ઉત્કૃષ્ટ કામગીરી ને બિરદાવી રાજ્ય સરકાર દ્વારા કલાકાર જયંતિભાઈ સુથાર ને પ્રમાણપત્ર, શીલ્ડ, શાલ તેમજ રૂપિયા એક લાખ નો ચેક આપી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, આ યોજનામાં રાજ્ય એવોર્ડ હાથશાળ-હસ્તકલામાં ટેક્ષ્ટાઇલ, મેટલ ક્રાફટ, અન્ય ક્રાફટ એમ કુલ 3 – સેકટરવાઇઝ મેટલ ક્રાફટ કારીગરને પ્રથમ એવોર્ડ ઉત્કૃષ્ઠ કારીગર એવોર્ડ માટે એક લાખ તેમજ લુપ્ત થતી કલાના કારીગર એવોર્ડ વાર્ષિક એવોર્ડ કારીગરોને એનાયત કરવા તેમજ શાલ-તામ્રપત્ર અર્પણ કરવાની જોગવાઇ છે.

આ પણ વાંચો : કેજરીવાલને દિલ્હી સર્વિસ બિલ પર કેટલો મોટો ફટકો લાગ્યો? ઇન્ડિયાની એકતા શું દર્શાવે છે?

Back to top button