રાહુલ ગાંધીનું લોકસભા સભ્યપદ પુનઃસ્થાપિત કરવામાં આવ્યું છે. હવે તેની સાથે જોડાયેલા વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે. રાહુલને એ જ સરકારી બંગલો ફાળવવામાં આવ્યો છે જેમાં તેઓ સાંસદ બન્યા પહેલા રહેતા હતા. એટલે કે આગામી દિવસોમાં રાહુલ 12 તુગલક લેન ખાતેના બંગલામાં રોકાશે.
સરકારી બંગલો પરત મળ્યા બાદ રાહુલ ગાંધીનું નિવેદન
સંસદની સદસ્યતા પુનઃસ્થાપિત થયા બાદ કોંગ્રેસ નેતા અને સાંસદ રાહુલ ગાંધીને 8 ઓગસ્ટે સરકારી બંગલો પાછો મળ્યો હતો. રાહુલને એ જ બંગલો મળ્યો છે જ્યાં તેઓ સાંસદ બન્યા પહેલા રહેતા હતા. એવું માનવામાં આવે છે કે આગામી થોડા દિવસોમાં રાહુલ 12 તુગલક લેનના બંગલામાં રોકાશે. બંગલો ફાળવ્યા બાદ રાહુલ ગાંધીએ મીડિયાને સંબોધન કર્યું હતું. જ્યારે રાહુલને બંગલો પાછો મેળવવા અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. જેના જવાબમાં તેઓેએ કહ્યું હતુ કે “મારું ઘર આખું ભારત છે.”
આજકાલ સત્ય બોલવાની કિંમત ચૂકવવી પડે છે : રાહુલ ગાંધી
રાહુલે વધુમાં કહ્યું કે આ ઘર મને ભારતના લોકોએ 19 વર્ષથી આપ્યું છે. સૌ પ્રથમ હું તેમનો આભાર માનવા માંગુ છું. તેમણે વધુમાં કહ્યું કે આજકાલ સત્ય બોલવાની કિંમત છે અને તે કિંમત ચૂકવતા રહેશે. રાહુલે કહ્યું કે ગમે તેટલી કિંમત હોય, તે ચૂકવશે.
આ પણ વાંચો : રાજ્યની નપા અને મનપાની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર, જાણો કોણ ક્યાં જીત્યું?
થોડા દિવસોમાં જ રાહુલ ગાંધી ફરી આ બંગ્લામાં રહેશે
તમને જણાવી દઈએ કે લોકસભાની ગૃહ મર્યાદા દ્વારા રાહુલની સદસ્યતા પુનઃસ્થાપિત કર્યા પછી, તેમને મંગળવારે જૂના સરકારી આવાસ 12 તુગલક લેનમાં બંગલો ફાળવવામાં આવ્યો છે. આગામી થોડા દિવસોમાં જ રાહુલ ગાંધી આ બંગ્લામાં રહેશે.7 ઓગસ્ટે લોકસભા સચિવાલયે રાહુલ ગાંધીની સદસ્યતા પુનઃસ્થાપિત કરતું નોટિફિકેશન બહાર પાડ્યું હતું.
સુરત કોર્ટે દોષિત જાહેર કરતા રાહુલ ગાંધીનું સંસદનું સભ્યપદ છીનવાયું હતું
ઉલ્લેખનીય છે કે સુરત કોર્ટે માનહાનિની કેસ મામલે રાહુલ ગાંધીને દોષીત કરાર આપતા 2 વર્ષની સજા ફટકારી હતી. જેથી લોકસભા સચિવાલયે રાહુલ ગાંધીનું સંસદનું સભ્યપદ રદ્દ કરી દીધું હતું. જેથી તેમને સરકારી બંગલો ખાલી કરવો પડ્યો હતો. જે બાદ સજા પર રોક માટે રાહુલ ગાંધીએ હાઇકોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો. પરંતુ ત્યા પણ તેમને રાહત મળી ન હતી. જેથી રાહુલ ગાંધી સુપ્રિમ કોર્ટની શરણે પહોંચ્યા હતા. જ્યાં સુપ્રિમ કોર્ટે રાહુલ ગાંધીને રાહત આપી હતી, અને ત્યાર બાદ રાહુલ ગાંધીનું સભ્યપદ બહાલ થઇ ગયું.
આ પણ વાંચો : જયપુર-મુંબઈ ટ્રેનમાં ફાયરિંગ કરનાર RPF જવાને કહ્યું – ‘મારી છેલ્લી ઈચ્છા પાકિસ્તાન જઈ….