ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

શું વધુ પડતુ સુવુ છે બિમારીના લક્ષણ? ઓવર સ્લિપિંગથી બચવાની ટ્રિક્સ જાણો

  • વધુ પડતુ સુવુ પણ હોઇ શકે છે બિમારીના લક્ષણ
  • ઊંઘના લીધે થાક તો દુર થાય છે, પરંતુ ફ્રેશનેસ પણ આવે છે
  • કેટલીક ટિપ્સથી તમે આ સમસ્યા દુર કરી શકો છો

દિવસભરના થાક બાદ દરેક વ્યક્તિ આરામદાયક ઊંઘની શોધમાં રહે છે. તેના કારણે થાક તો દુર થાય છે, પરંતુ તમારુ શરીર પણ એક પ્રકારની ફ્રેશનેસ અનુભવે છે. ઉંઘની કમીથી અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓ થઇ શકે છે, પરંતુ શું તમે કદી વિચાર્યુ છે કે વધુ સુવુ એ પણ કોઇ બિમારીના લક્ષણ હોઇ શકે છે.

આ બીમારીના છે લક્ષણ

જે લોકો હાઇપરસોમનિયાથી પીડિત છે, તેમના માટે વધુ સુવુ એક મેડિકલ ડિસઓર્ડર છે. આ સ્થિતિના કારણે લોકોને આખો દિવસ ઉંઘ આવે છે અને તે ઝપકી લેવાથી દુર થતી નથી. હાઇપરસોમ્નિયાથી પીડિત લોકોને હંમેશા ચિંતા,ઓછી એનર્જી અને મેમરી પ્રોબલેમના લક્ષણોનો અનુભવ થાય છે.

વધુ સુવુ આ સ્વાસ્થ્ય સમસ્યાઓ સાથે જોડાયેલુ છે?

  • ટાઇપ ટૂ ડાયાબિટીસ
  • હાર્ટની બિમારી
  • મેદસ્વીતા
  • ડિપ્રેશન
  • માથાનો દુખાવો

sleeping - Humdekhengenews

શું વધુ સુવુ કોઇ બીમારીનું કારણ બને છે?

ઘણા લોકોના મનમાં એ સવાલ રહે છે કે વધુ સુવુ બીમારીનું કારણ બને છે અથવા તો તે કોઇ સ્થિતિનો સંકેત છે. રિપોર્ટ્સની વાત માનીએ જો તમે હંમેશા ઝપકી લેવા વિશે જ વિચારતા રહો છો તો તમારા ડોક્ટરની સલાહ લો.

ઓવરસ્લિપિંગથી બચવાની આ છે ટ્રિક્સ

  • ઓવર સ્લિપિંગથી બચવા માટે તમે સુવા અને જાગવાનો સમય નિર્ધારિત કરો. તે તમારા શરીરને તેનો શિડ્યુઅલ બનાવવામાં મદદ કરે છે. તેના કારણે તમે વધારે કે ઓછુ સુવાથી બચી શકો છો.
  • સુવા માટે માહોલ સેટ કરવો બેસ્ટ છે. જો તમે સારી ઊંઘ લેવા ઇચ્છતા હો તો જરૂરી છે કે રૂમમાં અંધારુ હોય. રૂમનું તાપમાન પણ ઠીક રાખો અને બહુ ગરમ કે ઠંડુ તાપમાન હશે તો પણ ઊંઘ નહીં આવે.
  • વીકેન્ડ પર સુવાનું કયારેક એક નાની રજા જેવુ અનુભવી શકો છો. તે તમારા સ્લિપ રૂટિન અને હેલ્થ માટે હાનિકારક હોઇ શકે છે.
  • તમે દિવસભર જે પ્રકારે જમો છો તે તમારી ઊંઘમાં બાધા નાંખી શકે છે. દિવસભર તમે એ વસ્તુઓ ખાવ જેમાંથી તમારા શરીરને પોષકતત્વો મળે. પોષકતત્વોથી ભરેલી વસ્તુઓ ખાશો તો તમારા મગજને ઊંઘ માટે જરૂરી ન્યુરોટ્રાન્સમીટરનું ઉત્પાદન કરવામાં મદદ કરશે.
  • એક્સર્સાઇઝ મનને તણાવમુક્ત કરી શકે છે. તે તમારા મૂડને સંતુલિત કરી શકે છે. તે તમને સારી ઊંઘ આપવામાં મદદ કરી શકે છે. દિવસમાં એક્સર્સાઇઝ કરવાથી તમને રાતે સારી ઊંઘ આવી શકે છે.

આ પણ વાંચોઃ આઇ ફ્લૂ થાય તો ન કરતા આ એક ભૂલઃ જઇ શકે છે આંખોની રોશની

Back to top button