ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કર્ણાટક હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો : પત્નીની ક્રૂરતાનો ભોગ બનેલા પતિને આપી રાહત, જાણો શું હતો સમગ્ર મામલો

કર્ણાટક હાઈકોર્ટે પત્નીની ક્રૂરતાનો ભોગ બનેલા પતિને આપ્યાં છૂટાછેડા
બેંગલુરુમાં પત્ની પતિને વારંવાર કાળિયો કહીને અપમાન કરતી હતી
આવી ક્રૂરતા છૂટાછેડાનો આધાર બની શકે – હાઈકોર્ટ

કહેવાય છે કે,પ્રેમ ક્યારેય રંગ, જાત કે પછી દેખાવ જોઈને નથી થતો. જો કે, કેટલાક લોકો આ વાતને ખોટી સાબિત કરી દેતા હોય છે. આવું જ કંઈક બેંગલુરુમાં થયું હોવાનું સામે આવ્યું છે. જેમાં પત્નીનો કલર કાળો હોવાથી પત્ની અવારનવાર અપમાનિત કરતી હતી. જેથી આખરે આ મામલો કોર્ટ સુધી પહોંચી ગયો. જ્યાં કોર્ટે કહ્યું પતિનું અપમાન કરવું કારણ કે તેની ચામડીનો રંગ કાળો છે તે ક્રૂરતા હોવાનું કહ્યું છે.

મહિલાએ તેના પતિ અને સાસરિયાઓ સામે કેસ દાખલ કર્યો
અહેવાલ થકી મળતી માહિતી અનુસાર,બેંગલુરુ સ્થિત એક કપલે 2007માં લગ્ન કર્યા હતા. જે બાદ તેમને એક દીકરી પણ છે. પતિએ 2012માં બેંગલુરુની ફેમિલી કોર્ટમાં છૂટાછેડાની અરજી દાખલ કરી હતી. મહિલાએ તેના પતિ અને સાસરિયાઓ સામે ભારતીય દંડ સંહિતાની કલમ 498એ હેઠળ કેસ પણ દાખલ કર્યો હતો. તેણે ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ હેઠળ કેસ પણ કર્યો હતો અને દીકરી છોડીને તેના માતાપિતા સાથે રહેવાનું શરૂ કર્યું હતું.ફેમિલી કોર્ટે 2017માં પતિની છૂટાછેડાની અરજી ફગાવી દીધી હતી. જેના પગલે તેણે હાઈકોર્ટમાં અરજી કરી હતી. જસ્ટિસ આલોક આરાધે અને અનંત રામનાથ હેગડેની ડિવિઝન બેંચે કહ્યું,”પતિનું કહેવું છે કે પત્ની તેના કાળા રંગને કારણે તેમને અપમાનિત કરતી હતી. પતિએ એમ પણ કહ્યું હતું કે, તેણે દીકરી માટે આ અપમાન સહન કર્યું હતું.

પતિને પત્ની અપમાનિત કરતી હતી
ત્યારે આ મામલે કર્ણાટક હાઈકોર્ટે મહત્વનો ચુકાદો જાહેર કર્યો છે.કપલના છૂટાછેડા કેસ પર સુનાવણી કરતાં હાઈકોર્ટે કહ્યું કે પતિનું અપમાન કરવું કારણ કે તેની ચામડીનો રંગ કાળો છે તે ક્રૂરતા છે. જો આમ જ ચાલતું રહે તો તે છૂટાછેડા માટેનો નક્કર આધાર બની જાય છે. 44 વર્ષીય એક વ્યક્તિને તેની 41 વર્ષીય પત્નીથી છૂટાછેડા આપવાના તાજેતરના ચુકાદામાં હાઇકોર્ટે આ અવલોકન કર્યું હતું. કોર્ટે કહ્યું કે, ઉપલબ્ધ પુરાવાઓની ઝીણવટભરી તપાસ કરતાં એવું તારણ નીકળ્યું હતું કે, પત્નીએ કાળા રંગને કારણે પતિનું અપમાન કર્યું હતું અને આ કારણોસર તેણે પતિને છોડી દીધો હતો. હાઈકોર્ટે હિન્દુ મેરેજ એક્ટની કલમ 13 (1) (એ) હેઠળ છૂટાછેડાની અરજી મંજૂર કરતી વખતે કહ્યું હતું કે, “આ પાસાને ઢાંકવા માટે, તેણે (પત્નીએ) પતિ વિરુદ્ધ ગેરકાયદેસર સંબંધોના ખોટા આરોપો લગાવ્યા હતા.” આ તથ્યો ચોક્કસપણે ક્રૂરતા સમાન છે.”પત્નીએ પતિના ઘેર પાછા આવવાનો કોઈ પ્રયાસ કર્યો નથી, અને રેકોર્ડ પર ઉપલબ્ધ પુરાવાઓ સાબિત કરે છે કે તેને લગ્નમાં રસ નહોતો કારણ કે પતિ કાળો હતો. આ આધારે કોર્ટે પતિની છૂટાછેડાની અરજી મંજૂર કરી હતી.

આ પણ વાંચો : લગ્ન પછી સેક્સ ન કરવું એ IPC હેઠળ ક્રૂરતા નથી, જાણો કર્ણાટક હાઈકોર્ટે આવું કેમ કહ્યું?

Back to top button