ચંદ્રમાની રાશિમાં પહોંચ્યો શુક્રઃ આ ઉપાયોથી મેળવો સુખ અને સમૃદ્ધિ
- શુક્ર 4 સપ્ટેમ્બરે માર્ગી અથાર્ત સીધી ગતિમાં આવી જશે
- 1 ઓક્ટોબરે શુક્ર કર્ક રાશિમાંથી સિંહ રાશિમાં ગોચર કરશે
- શુક્ર 56 દિવસ કર્ક રાશિમાં રહેશે
ભૌતિક સુખ-સુવિધાઓનો સ્વામી શુક્ર ચંદ્રમાંની રાશિ કર્કમાં વક્રી ચાલથી ગોચર કરી રહ્યો છે. શુક્ર 4 સપ્ટેમ્બરે માર્ગી અથાર્ત સીધી ગતિમાં આવી જશે અને 1 ઓક્ટોબરે તે કર્ક રાશિમાંથી બહાર નીકળીને સિંહ રાશિમાં ગોચર કરશે. શુક્ર 56 દિવસ કર્ક રાશિમાં રહેશે. વૈદિક જ્યોતિષમાં શુક્રને શુભ ગ્રહનો દરજ્જો મળ્યો છે. શુક્રને વૈભવ, અભિવ્યક્તિ, સુખ-સમૃદ્ધિ, પ્રેમ, ઈચ્છાઓ વગેરેનો કારક માનવામાં આવે છે. જો કુંડળીમાં શુક્રની સ્થિતિ મજબૂત હોય તો જીવનમાં આ બધી બાબતોની પ્રાપ્તિ થાય છે. બીજી તરફ શુક્રની સ્થિતિ નબળી હોય ત્યારે વ્યક્તિને જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જ્યોતિષશાસ્ત્રમાં સુખ, સમૃદ્ધિ અને ધનની પ્રાપ્તિ માટે શુક્ર ગ્રહના કેટલાક ઉપાયો જણાવવામાં આવ્યા છે. આ ઉપાયો કરવાથી જીવનમાં કોઈ પણ વસ્તુની કમી નથી રહેતી અને કુંડળીમાં શુક્રની સ્થિતિ મજબૂત બને છે. આવો જાણીએ શુક્રને બળવાન બનાવવા અને સુખ, સમૃદ્ધિ અને ધનની પ્રાપ્તિ માટે માટે કયા ઉપાયો કરવા જોઈએ?
આ ઉપાયથી નહીં રહે ધન ધાન્યની કમી
દર શનિવારે પીપળના ઝાડને લોખંડના વાસણમાં પાણી, ઘી, ખાંડ, દૂધ મિક્સ કરીને અર્પણ કરો અને ઘીનો દીવો કરો. સુગંધિત અગરબત્તી પણ પ્રગટાવો. આ ઉપરાંત કોઈની સાથે છેતરપિંડી ન કરો અને શક્ય હોય ત્યાં સુધી ખોટા અને અન્યાયી કાર્યોથી દૂર રહો. આમ કરવાથી કુંડળીમાં શુક્રની સ્થિતિ મજબૂત બને છે અને સુખ-સમૃદ્ધિ જળવાઇ રહે છે. જીવનમાં ક્યારેય પૈસા અને અનાજની કમી થતી નથી.
આ ઉપાય શુક્રની સ્થિતિ થશે મજબૂત
ભૌતિક સુખ સુવિધા અને શુક્રની સ્થિતિ મજબૂત કરવા માટે શુક્રવારે ઉપવાસ કરવો જોઈએ. સૂર્યાસ્ત સુધી ખાટી વસ્તુઓ અને મીઠુ ન ખાવુ જોઇએ. આ સાથે નવ વર્ષથી નાની ઉંમરની કન્યાઓને 21 શુક્રવાર સુધી મીઠી ખીર ખવડાવો. આમ કરવાથી તમારી પર મહાલક્ષ્મીની કૃપા રહેશે.
આ ઉપાય કરવાથી જીવનમાં પ્રગતિ થશે
શુક્રનું શુભ પરિણામ મેળવવા માટે જીવનમાં વધુને વધુ સફેદ વસ્ત્રોનો સમાવેશ કરો અને શક્ય હોય તો સફેદ વસ્ત્રોનું દાન પણ કરો. આ સાથે રોજ શુક્રના શુભ મંત્ર ॐ द्रां द्रीं द्रौं सः शुक्राय नमः’, ‘ॐ ह्रीं श्रीं शुक्राय नम:’ और ‘ॐ शुं शुक्राय नम: નો જાપ કરો. આમ કરવાથી તમને જીવનમાં સુખ, સમૃદ્ધિ અને ધનની પ્રાપ્તિ થશે અને નોકરી-ધંધામાં પ્રગતિની તકો બનશે.
આ ઉપાયથી આર્થિક સ્થિતિ મજબૂત થશે
શુક્રની સ્થિતિ મજબૂત કરવા માટે સફેદ કપડાં, ફૂલ, ચોખા, દૂધ વગેરે સફેદ વસ્તુઓનું દાન કરો. ખોરાકનો અમુક ભાગ ગાય, કાગડા અને કૂતરાઓને પણ આપો. સાથે સાથે બે મોતી લો, એક પાણીમાં નાખો અને એક જીવનભર તમારી સાથે રાખો. આમ કરવાથી પરિવારના તમામ સભ્યોની પ્રગતિ થશે અને આર્થિક સ્થિતિ મજબૂત બનશે.
આ ઉપાયથી દેવી લક્ષ્મીના આશીર્વાદ મળશે
શુક્રવારે માતા લક્ષ્મીની પૂજા કરો અને મંદિરમાં માતાને કમળનું ફૂલ ચઢાવો. જો મંદિર ન હોય તો માતા લક્ષ્મીના ચિત્ર કે મૂર્તિની સામે પૂજા કરો અને નવ દીવાઓ સાથે ઘીનો દીવો કરો. આ સાથે માતાની આરતી પછી કનકધારા સ્તોત્રનો પાઠ કરો. આમ કરવાથી દેવી લક્ષ્મીની કૃપા તમારી પર જળવાયેલી રહેશે અને જીવનની તમામ પરેશાનીઓ દૂર થશે.
આ પણ વાંચોઃ વેઇટ લોસ કરવા ડાયટમાં સામેલ કરો આ ફુડ્સ