ગુજરાત

આણંદ: નસામાં ધૂત કારચાલકે કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત

Text To Speech
  • આણંદમાં નશાની હાલતમાં કાર ચાલકે કાબૂ ગુમાવ્યો.
  • સામરખા ચોકડી પાસે બેકાબૂ કાર ડિવાઈડર પર ચડી.
  • કાર ચાલક નશાની હાલતમાં હોઇ અન્ય કારમાં બેસી ફરાર.

આણંદ: ઈસ્કોન બ્રિજના એ ગોઝારા અકસ્માતની ઘટનાને અનેક પરિવારને રડતા કરી દીધા હતા, એ અકસ્માત હજી ભુલાયો પણ નથીને નબીરાઓ તેમની ઓવરસ્પિડનો દેખાવ કરવાનું હજી નથી ભુલ્યા, ત્યારે આણંદની સામરખા ચોકડી પાસે નસામાં ધૂત કાર ચાલકે સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવતા કાર ડિવાઈડર પર ચડી ગઈ હતી, જેના કારણે મોટો અકસ્માત થતા અટક્યો હતો. હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

ડિવાઈડર પર ચડી ગઈ હતી કાર:

પ્રાપ્ત વિગતો અનુસાર, આણંદની સામરખા ચોકડી નજીક ગઈકાલે રાત્રે XUV કારના ચાલકે સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવતા કાર બેકાબૂ બનીને ડિવાઈડર પર ચડી ગઈ હતી. આ અકસ્માતને પગલે હજી પણ લોકોને ભાન નથી આવ્યું, રાહદારીઓના ટોળે ટોળા ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ઈસ્કોન બ્રિજ અકસ્માતમાં પણ કંઈક એવુ જ બન્યું હતું, થારનો અકસ્માત થયા બાદ લોકોના ટોળા જામવાના કારણે પાછળથી આવતી જેગુઆર કારે એક સાથે 9થી વધુના જીવ લીધા હાત ત્યારે લોકોએ એમાંથી સિખ લેવી જોઈએ અને આવી રીતે હાઈવે પર થતા અકસ્માત બાદ ટોળા વળવાનું ટાળવું જોઈએ.

કાર ચાલક સહિત 4 શખ્સો કાર મુકી અન્ય કારમાં ફરાર:

કાર ડિવાઈડર પર ચડી જતાં કાર ચાલક તથા કારમાં સવાર અન્ય 4 શખ્સો નશામાં ધૂત અન્ય કારમાં બેસીને ફરાર થઈ ગયો હોવાનું ઘટનાસ્થળે હાજર લોકોએ જણાવ્યું હતું.

ક્રેનની મદદથી કારને સાઈડમાં મૂકાઈ

અકસ્માતની જાણ પોલીસને થતાં પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને ક્રેનની મદદથી કારને ડિવાડર પાસેથી ખસેડીને સાઈડમાં મૂકવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

આ પણ વાંચો: અમદાવાદ: શહેરમાં ફરી અસામાજિક તત્વો બન્યા બેફામ, હાથમાં છરા સાથે 135ની સ્પીડે કાર ચલાવનારનો વીડિયો થયો વાયરલ

Back to top button