અમદાવાદગુજરાતટ્રેન્ડિંગ

લોકસભાના ચાલુ સત્રમાં આકાશી વિજળી અને જંગલોમાં આગને લઈ પ્રશ્નોતરી થઈ, જાણો ગુજરાતમાં કેટલી વખત વિજળી પડી

Text To Speech
  • લોકસભામાં પ્રશ્નકાશ દરમિયાન અપાઈ માહિતી
  • 8 મહિનામાં જંગલમાં આગ લાગવાની 2342 ઘટના

ચાલુ વર્ષે ઘણી જગ્યાઓ પર વિજળી પડવાના અને આગ લાગવાની ઘટનાઓ સામે આવી છે. જેના કારણે મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ત્યારે લોકસભાના ચાલુ સત્રમાં સોમવારે આકાશી વિજળી પડવાની અને જંગલોમાં આગ લાગવાની ઘટનાઓને લઈ પ્રશ્નોતરી થઈ હતી. ગુજરાતની સ્થિતિ જોઈએ તો. છેલ્લા 7 મહિનામાં રાજ્યમાં 2.08 લાખ વખત આકાશી વિજળી પડી હતી. જ્યારે રાજ્યમાં છેલ્લા 8 મહિનામાં જંગલમાં આગ લાગવાની 2342 ઘટનાઓ બની.

ગત 1 જાન્યુઆરી, 2023થી 31 જુલાઈ,2023 સુધીમાં ગુજરાતમાં 2,08,319 વખત આકાશી વિજળી પડી હતી. જેમાં સૌથી વધુ 63079 વખત વિજળી જૂન મહિનામાં પડી હતી.

જ્યારે ગત ફેબ્રુઆરી મહિનામાં વિજળી પડવાની એક પણ ઘટના બની ન હતી. આ ઉપરાંત જાન્યુઆરીમાં 4451 વખત, માર્ચમાં 35988 વખત, એપ્રિલમાં 13981 વખત, મે મહિનામાં 58596 વખત તેમજ જુલાઈ મહિનામાં 32244 વખત આકાશી વિજળી પડી હતી.

આ પણ વાંચો : સંસદમાં આજે પણ હોબાળા વચ્ચે ચાલી કાર્યવાહી, રાહુલ ગાંધીનો મુદ્દો રહ્યો ચર્ચાનું કેન્દ્ર

Back to top button