ટોપ ન્યૂઝનેશનલ

પીએમ મોદીના મૌનવ્રતને તોડવા માટે લાવવું પડ્યું અવિશ્વાસ પ્રસ્તાવ: કોંગ્રેસ

નવી દિલ્હી: કોંગ્રેસ સાંસદ ગૌરવ ગોગોઈએ અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા શરૂ કરતાં વડાપ્રધાન પર જોરદાર શાબ્દિક હુમલો કર્યો. તેમને કહ્યું કે પીએમ મોદીએ મૌનવ્રત લઈ લીધો છે, જેને તોડવા માટે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યું છે.

તેમણે કહ્યું, અમારી માંગ સ્પષ્ટ હતી કે દેશના વડા હોવાના સંબંધે વડાપ્રધાન સંસદમાં આવે, પોતાની વાતો મૂકે, સંવેદના પ્રગટ કરે અને તેના ઉપર બધી જ પાર્ટીઓ પોતાનું સમર્થન આપે જેથી મણિપુરને સંદેશ આપી શકાય કે આ દુ:ખના સમયમાં આપણે બધા તેમના સાથે છીએ. આ અમારી અપેક્ષા હતી.

ગૌરવ ગોગોઈએ કહ્યું, “પરંતુ અફસોસની વાત છે કે આવું ન થયું. વડા પ્રધાને મૌન વ્રત લીધું હતું કે તેઓ ન તો લોકસભામાં બોલશે કે ન તો રાજ્યસભામાં. તેથી જ એવી નોબત (મુશ્કેલી) આવી પડી કે અવિશ્વાસ પ્રસ્તાવ દ્વાર અમે વડાપ્રધાનનું મૌનવ્રત તોડવા ઈચ્છીએ છીએ. “

આ પણ વાંચો-વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રીના વિવાદને લઇ અરવિંદ કેજરીવાલને ફટકો પડયો

ગૌરવ ગોગોઈએ તે પણ પ્રશ્ન કર્યો કે આજ સુધી વડાપ્રધાન મણિપુર કેમ ગયા નથી જ્યારે રાહુલ ગાંધી ગયા છે, ગૃહમંત્રી અને વિપક્ષી ગઠબંધનના સાંસદ પણ ગયા છે. તેમને બીજો પ્રશ્ન કર્યો કે વડાપ્રધાન મણિપુર પર નિવેદન આપવા માટે 80 દિવસની રાહ કેમ જોઈ. તેમને કહ્યું કે, જ્યારે પીએમ બોલ્યા તો માત્ર 30 સેકન્ડ બોલ્યા.

ગૌરવ ગોગોઈએ કહ્યું, મંત્રી કહી રહ્યાં છે કે અમે બોલીશું પરંતુ વડાપ્રધાન હોવાના રૂપમાં મોદીજીના શબ્દોમાં જે મહત્વ છે તે કોઈ મંત્રીના શબ્દોમાં નથી. માફ કરજો..

ગૌરવ ગોગાઈએ ત્રીજો પ્રશ્ન કર્યો કે અત્યાર સુધી મણિપુરમાં મુખ્યમંત્રી કેમ સસ્પેન્ડ કરવામાં આવ્યા નથી. જ્યારે ગુજરાત, ઉત્તરાખંડ, ત્રિપરામાં ચૂંટણી આવ્યા પહેલા મુખ્યમંત્રી બદલી નાંખવામાં આવ્યા છે.

મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર વિરુદ્ધ લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા શરૂ થતાં જ લોકસભામાં ભારે હોબાળો થયો હતો. પ્રારંભિક અહેવાલોમાં એવું કહેવામાં આવી રહ્યું હતું કે કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધી અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા શરૂ કરશે.

જોકે, ગૃહમાં કહેવામાં આવ્યું હતું કે કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈ ચર્ચાની શરૂઆત કરી છે. તેના પર કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ કડક શબ્દોમાં પૂછ્યું કે પાંચ મિનિટમાં શું થયું, જેના કારણે રાહુલ ગાંધીને બદલે ગૌરવ ગોગોઈ ચર્ચા શરૂ કરવા જઈ રહ્યા છે.

આ પણ વાંચો-લોકસભા ચૂંટણીઃ શું INDIA’ સમીકરણથી વધશે કોંગ્રેસનો ગ્રાફ? શું કહે છે આંકડા!

Back to top button