ગુજરાતટોપ ન્યૂઝદક્ષિણ ગુજરાતવિશેષ

કેમ સાધારણ તાવ બાદ પણ થઈ રહ્યાં છે બાળકોના મોત? ચોમાસું રોગચાળા વચ્ચે વધ્યો મૃત્યુઆંક

રાજ્યમાં ચોમાસામાં રોગચાળો વકર્યો છે. જેના કારણે યુવાન, વૃદ્દધ અને નાના બાળકો પણ રોગચાળાની ઝપેટમાં આવી રહ્યાછે. ત્યારે સુરતમાં પણ રોગચાળો દિવસે દિવસે વધુને વધુ વકરી રહ્યો છે. જેમાં ખાસ કરીને તાવ અને અન્ય બીમારીના કારણે મોતને ભેટતા લોકોના આંકડા વધી રહ્યા છે, ત્યારે આ વચ્ચે સામાન્ય તાવ બાદ બાળકનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. સુરતમાં સામાન્ય તાવ આવતા ત્રણ વર્ષની બાળકીનું મોત થતા ચકચાર મચી જવા પામી છે. ત્યારે રોગચાળાના પગલે મોતના આંકડા વધતા આરોગ્ય તંત્ર દોડતુ થયુ છે.

સુરતમાં સાધારણ તાવ બાદ બાળકીનું મોત

પ્રાપ્ત વિગતો મુજબ સુરતના કામરેજના ખોલવડ ગામે તાવ આવતા બાળકીનું મોત થયાની ઘટના સામે આવી છે. સામાન્ય તાવ આવતા ત્રણ વર્ષની બાળકીનું મોત થતા ચકચાર મચી જવા પામી છે. કામરેજના ખોલવડ ગામમાં રહેતા બાળકીના પિતાએ બાળકીને સામાન્ય તાવ આવતા ઘર પાસે આવેલા ક્લિનિકમાંથી દવા લાવ્યા હતા. આ દવા બાળકીને આપ્યા બાદ બાળકીને થોડી રાહત થઈ હતી. અને મોડી રાત્રે બાળકીને પેટમાં દુખાવો ઉપડ્યો હતો, જેથી તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામા આવી હતી. આ દરમિયાન બાળકીને સારવાર મળે તે પહેલા જ તેનું મોત નિપજ્યું હતું, જેથી આ મામલે કામરેજ પોલીસે અહીં પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી.

રોગચાળો -humdekhengenews

આ પણ વાંચો : ઈતિહાસમાં પ્રથમવાર રાજ્યમાં કપાસનું રેકોર્ડબ્રેક ઉત્પાદન, કૃષિ વિભાગે જાહેર કરી વિગતો

રાજકોટમાં બીએડ કરતી વિદ્યાર્થિનીનું તાવ, માથાનો દુઃખાવો અને ખેંચ આવતા મોત

બીજી તરફ તાપીના ડોલવણની એક વિદ્યાર્થિનીનું રાજકોટમાં બીએડના અભ્યાસ દરમિયાન અચાનક તાવ આવ્યા બાદ મોત નિપજ્યું છે. જાણકારી મુજબ આ વિદ્યાર્થિની તાવ, માથાનો દુઃખાવો અને ખેંચ આવતા તેના પરિવારને જાણ કરી સુરત રીફર કરી હતી. પરંતું કોઈ સારવાર મળે એ પહેલાં જ તેણીનું મોત નીપજ્યું હતું. જોકે આ વિદ્યાર્થીનીનું મૃત્યુનું કોઈ કારણ જાણી ન શકાતા પોલીસને જાણ કરાઈ હતી. હવે પોસ્ટ મોર્ટમ બાદ જ મૃત્યુનું સચોટ કારણ કહી શકાય એમ છે.

મોતના આંકડા વધતા આરોગ્ય તંત્ર દોડતુ થયું

નોંધનીય છે કે સુરતમાં હાલ રોગચાળાને લઈ સ્થિતિ બેકાબૂ બની છે. ઝાડા, ઉલટી, તાવ, કોલેરા, ટાઈફોઈડ અને ડેન્ગ્યુ સહિતના રોગોમાં ધરખમ ઉછાળો જોવા મળી રહ્યો છે. જેને લઈ રોગચાળામાં સંપડાતા લોકો મોતને ભેટી રહ્યા છે.  સુરતમાં અત્યાર સુધીમાં તાવ સહિતની બીમારીથી 21ના મોત નિપજ્યા છે.જેમાં ખાસ કરીને સામાન્ય તાવ બાદ મોતની કિસ્સા વધારે છે.જેથી રોગચાળાના પગલે મોતના આંકડા વધતા આરોગ્ય તંત્ર દોડતુ થયુ છે. જો કે સાધારણ તાવ બાદ મોત અંગે હજુ સુધી ચોક્કસ કારણ જાણી શકાયું નથી.

આ પણ વાંચો : વડોદરાના ન્યાય મંદિર સંકુલમાં ફરીયાદી પર સામાવાળા પક્ષકારોનો હુમલો, અજાણ્યો શખ્સ બંદુક લઇને ઘૂસ્યો

Back to top button