બનાસકાંઠા: ડીસામાં પોલીસની ટ્રાફિક અવેરનેસ ઝુંબેશ
પાલનપુર: બનાસકાંઠા જિલ્લા ટ્રાફિક પોલીસ હવે ટ્રાફિકની સમસ્યા અને વધતા જતા અકસ્માતોને લઈ સક્રિય બની છે. જેમાં ડીસાની શાળાઓમાં જઈ ટ્રાફિક પોલીસ દ્વારા બાળકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અને પોલીસને સહકાર આપવા અપીલ કરી રહ્યા છે.
શાળાઓમાં પોલીસની વિદ્યાર્થીઓને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અપીલ
વાહનોની સંખ્યા વધી રહી છે અને ટ્રાફિકના નિયમોનું ચોક્કસ પાલન ન થતા અકસ્માતોની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. ત્યારે લોકોમાં ટ્રાફિકના નિયમો અંગે જાગૃતતા કેળવાય તે હેતુથી ડીસા ટ્રાફિક પોલીસ દ્વારા અલગ અલગ શાળાઓમાં જઈ વિદ્યાર્થીઓને ટ્રાફિકના નિયમો અંગે જાણકારી આપવામાં આવી રહી છે. તેમજ વિદ્યાર્થીઓને લાઇસન્સ વગર ટુવિલર ન ચલાવવા માટે પણ પોલીસ દ્વારા સલાહ આપવામાં આવી હતી.
લાયસન્સ વગર કે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કાર્યવાહી
અત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા શાળાઓમાં જઈ વિદ્યાર્થીઓને સમજાવ્યા બાદ ટ્રાફિક ઝુંબેશ હાથ ધરવામાં આવશે. જેમાં કોઈપણ વિદ્યાર્થી કે અન્ય કોઈ વ્યક્તિ લાયસન્સ વગર વાહન ચલાવતો ઝડપાસે તો તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ ટ્રાફિકના નિયમોનું પાલન કરી વધતા જતા અકસ્માતો અટકાવવા અને પોલીસને સહકાર આપવા ટ્રાફિક પોલીસના જવાનોએ વિદ્યાર્થીઓ સહિત લોકોને અપીલ કરી છે.
આ પણ વાંચો : અમદાવાદની આ કંપનીએ યુનિયન બેંકને લગાવ્યો રૂ.46.79 કરોડનો ચૂનો, CBI એ ગુનો નોંધી શરૂ કરી તપાસ