અમદાવાદગુજરાતટોપ ન્યૂઝનેશનલબિઝનેસ

અમદાવાદની આ કંપનીએ યુનિયન બેંકને લગાવ્યો રૂ.46.79 કરોડનો ચૂનો, CBI એ ગુનો નોંધી શરૂ કરી તપાસ

Text To Speech

સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ અમદાવાદ સ્થિત ખાનગી કંપની, તેના ડિરેક્ટરો અને અન્ય અજાણ્યા જાહેર સેવકો સામે યુનિયન બેંક ઑફ ઇન્ડિયા, અમદાવાદ શાખાને આશરે રૂ. 46.79 કરોડનું નુકસાન પહોંચાડવાના આરોપમાં કેસ નોંધ્યો હતો. જેના કારણે ખાનગી કંપનીના જૂથોમાં ખળભળાટ મચી ગયો છે.

કોણ છે આરોપીઓ ?

CBI એ અમદાવાદની Greendiamz Biotech Pvt. Ltd. વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. આરોપીઓની ઓળખ ચંપત રિખબચંદ સંઘવી, દીપક ચંપત સંઘવી અને અશ્વિન આર શાહ તરીકે થઈ છે. આ ઉપરાંત કેટલાક અજાણ્યા સરકારી કર્મચારીઓ સામે પણ ગુનો નોંધાવામાં આવ્યો છે.

છેતરપિંડીનો ગુનો દાખલ કરવામાં આવ્યો

Greendiamz Biotech Pvt. Ltd.એ કથિત રીતે ખોટી માહિતી અને દસ્તાવેજો દ્વારા તેમને વિતરિત કરવામાં આવેલા ભંડોળને ડાયવર્ટ/સફન કર્યું છે. કંપની અને આરોપીઓ પર વિશ્વાસ ભંગ, છેતરપિંડી, જાહેર ભંડોળની એક બીજા સાથે મળીને ગેરઉપયોગ કરવા માટે ગુનાહિત કેસ દાખલ કરવામાં આવ્યો છે.

અમદાવાદમાં દરોડા પાડવામાં આવ્યા હતા

ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં અલગ-અલગ સ્થળોએ આરોપીઓના ઘર પર સર્ચ કરવામાં આવ્યું હતું, જેમાં લોન લેનાર કંપનીનો પણ સમાવેશ થાય છે, જેના કારણે ગુનાહિત દસ્તાવેજો મળી આવ્યા હતા. ત્યારે હવે આ અંગે જ્યારે ગુનો દાખલ કરવામાં આવ્યો છે ત્યારે અધિકારીઓએ આ મામલે તપાસ શરૂ કરી છે.

Back to top button