ગુજરાત

વડોદરા: કચરો લેવા આવતી ગાડીના ડ્રાઈવરની બેદરકારીએ લીધો બાળકીનો જીવ

Text To Speech
  • ડ્રાઇવર ની બેદરકારીએ ચાર વર્ષીય બાળકીનો લીધો જીવ.
  • મોબાઈલમાં વ્યસ્ત હોવાના કારણે બાળકીને જીવ ગુમાવવાનો વારો આવ્યો.
  • પરિવારએ ડ્રાઇવર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરી.

Vadodara: વડોદરાની VMCની ઘરે-ઘરે કચરો લેવા આવતી ગાડીના ડ્રાઈવરની બેદરકારીએ ચાર વર્ષની માસુમ બાળકીનો જીવ લીધો છે. ત્યારે પરિવારમાં દુ:ખનો માતમ છવાયો છે. કચરો લેવા આવતી ગાડીઓના ડ્રાઈવરો બેફામ બન્યા છે. કારેલીબાગ વિસ્તારમાં કચરો લેવા આવેલી ગાડી ચાલકની બેદરકારીના કારણે એક ચાર વર્ષીય બાળકીએ જીવ ગુમાવ્યો છે.

કેવી રીતે બની ઘટના?

રોજે-રોજ ઘરે કચરો લેવા આવતી VMCની ગાડી કચરો લેવા ફરી રહી હતી. એવામાં કારેલીબાગ વિસ્તારમાં એક ચાર વર્ષીય બાળકી પોતાના ઘરના આગળના ભાગમાં રમી રહી હતી, ત્યારે આ કચરો લેવા આવતી ગાડીના ચાલકનું ધ્યાન પોતાના ફોનમાં હોવાથી ઘરની બહાર રમતી ચાર વર્ષીય બાળકીને જાયા વગર ગાડી ચાલકે પાછળ રિવર્સ લેતા ટાયર નીચે બાળકી કચડાઇ હતી. જેમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાળકીને સારવાર માટે અમદાવાદ લવાઇ હતી. જ્યાં બે દિવસની સારવાર બાદ બાળકીએ દમ તોડ્યો.

સ્થાનિકોનું કહેવું શું છે?

બાળકીના મોત બાદ સ્થાનિકો રોષે ભરાયા છે. પરિવારજનોનો આક્ષેપ છે કે તેમની દીકરી ઘર આગળ રમી રહી હતી. ત્યારે મોબાઇલમાં વ્યસ્ત ગાડી ચાલકે દીકરીને કચરી નાંખી. એટલું જ નહીં લોકોએ બુમાબુમ કરવા છતાં ડ્રાઇવરે ન સાંભળ્યું અને ઘટનાની જાણ થયા બાદ તે ગાડી મુકી ફરાર થઇ ગયો. સાથે જ પરિવારજનોએ જવાબદાર ડ્રાઇવર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરી છે.

આ પણ વાંચો: આ તે કેવું! એસ.ટી બસમાં મુસાફરી કરતા મુસાફરે લેપટોપનો ઉપયોગ કર્યો તો લેવી પડી લેપટોપની ટિકિટ

Back to top button