પાકિસ્તાન: ઈમરાન ખાનને 3 વર્ષ સજા બાદ સામાન્ય કેદીઓ જેવી જ વ્યવસ્થા
- પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાને એક સામાન્ય કેદીઓ જેવી જ વ્યવસ્થા.
- પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને ત્રણ વર્ષની સજા સંભળાવવામાં આવી છે. ત્યારે ઈમરાન ખાન હવે પાંચ વર્ષ સુધી ચૂંટણી નહીં લડી શકે.
પાકિસ્તાન: પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને પીટીઆઈના વડા ઈમરાન ખાનને ઈસ્લામાબાદ હાઈકોર્ટે તોશાખાના કેસમાં ત્રણ વર્ષની સજા ફટકારી છે. ઈમરાન ખાન રોડ માર્ગે એટોક જેલમાં બંધ છે. ત્રણ વર્ષની સજા ફટકાર્યા બાદ ઈમરાન ખાનને એવી આશા હતી કે તમામ સુવિધાઓથી સજ્જ અદિયાલા જેલમાં રાખવામાં આવશે. પરંતુ આ અટકળો ખોટી સાબિત થઈ. એટોક જેલમાં VIPની સુવિધાને બદલે માત્ર સી કેટેગરીની બેરેકમાં જ જગ્યા આપવામાં આવી છે. ઈમરાન ખાને હવે એટોક જેલમાં સામાન્ય કેદીની જેમ જીવવું પડશે. જો કે પાકિસ્તાની અખબાર ડોનના અહેવાલ મુજબ એટોક જેલમાં ઈમરાન ખાન માટે એક VVIP સેલ તૈયાર કરવામાં આવ્યો છે. આ VVIP સેલમાં ઈમરાન ખાનને માત્ર એક પંખો અને બેડ આપવામાં આવ્યો છે.
જેલની બહાર ચુસ્ત સુરક્ષા ગાર્ડ
ઈમરાન ખાનને એટોક જેલમાં રાખવામાં આવ્યો છે જે હાઈ સિક્યોરિટી જેલ છે. માત્ર જેલની અંદર જ નહીં, જેલની બહાર પણ ચુસ્ત બંદોબસ્ત છે. પોલીસ કર્મચારીઓ જેલની ચારે બાજુ ચોકી કરી રહ્યા છે. ઈમરાન ખાનના સમર્થકો જેલની નજીક પણ ન આવી શકે તે માટે જેલના રસ્તા પર બેરિકેડ પણ લગાવવામાં આવ્યા છે. તોશાખાના કેસમાં દોષિત જાહેર થયા બાદ ઈમરાન ખાન આગામી પાંચ વર્ષ સુધી ચૂંટણી નહીં લડી શકે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઈમરાન ખાન ઈસ્લામાબાદ હાઈકોર્ટના આદેશ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરશે.
શું છે તોશાખાના કેસ?
ઈમરાન ખાન વર્ષ 2018માં પાકિસ્તાનના વડાપ્રધાન બન્યા હતા. ઈમરાન ખાનને વિદેશની સત્તાવાર મુલાકાતો દરમિયાન 14 કરોડ રૂપિયાની 58 ભેટ મળી હતી. આ મોંઘીદાટ ભેટ તોષાખાનામાં જમા કરવામાં આવી હતી. ઈમરાન ખાન પર આરોપ છે કે તેણે તોશાખાનામાંથી સસ્તા ભાવે ભેટ ખરીદી હતી અને આ ભેટોને બજારમાં મોંઘા ભાવે વેચીને નફો મેળવ્યો હતો. પાકિસ્તાની કાયદા અનુસાર, જો વિદેશમાંથી કોઈ મહાનુભાવ દ્વારા કોઈ ભેટ મળે છે, તો તે ભેટ રાજ્ય ડિપોઝિટરીમાં રાખવામાં આવે છે જેને તોશાખાના તરીકે પણ ઓળખવામાં આવે છે. જો રાજ્યના વડા ભેટને જાળવી રાખવા માંગે છે, તો તેણે ભેટની કિંમત જેટલી રકમ ચૂકવવી પડશે. ભેટની કિંમત હરાજી દ્વારા નક્કી કરવામાં આવે છે. ભેટ કાં તો તોષાખાનામાં જમા કરવામાં આવે છે અથવા તો હરાજી દ્વારા કમાયેલા નાણાં રાષ્ટ્રીય તિજોરીમાં જમા કરવામાં આવે છે.
આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટે મણિપુર મામલે તપાસ કરવા માટે સમિતિની રચના કરી, SCએ આપ્યો આ ખાસ એક્શન પ્લાન