હૃદય હચમચાવી નાખે તેવા અકસ્માતનો વીડિયો સામે આવ્યો
ઈન્દોર નજીકના પર્યટન સ્થળ લોઢિયા કુંડમાં તળાવના કિનારે પાર્ક કરેલી કાર 12 વર્ષની બાળકી સાથે પાણીમાં પડી હોવાનું સામે આવ્યું છે. ને બચાવવા પિતા પણ પાછળ કૂદી પડ્યા. જેને જોઈ આસપાસના લોકો પણ તેમને બચાવવા કૂદી પડ્યા હતા અને પુત્રી અને તેના પિતાને બચાવ્યા હતા.
વધુ વાંચો : ઈન્દોરમાં તળાવના કિનારે પાર્ક કરેલી કાર 12 વર્ષની બાળકી સાથે પાણીમાં પડી, જુઓ હચમચાવી દે તેવા દ્રશ્યો
જ્ઞાનવાપી મામલે ધીરેન્દ્ર શાસ્ત્રીનું નિવેદન
બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી પોતાના નિવેદનોને લઈ અવારનવાર વિવાદોમાં આવતા રહેતા હોય છે. તેઓ અવારનવાર વિવાદિત નિવેદનો આપી દેતા વિવાદો પણ સર્જાઈ જતા હોય છે. ત્યારે અવારનવાર વિવાદોમાં આવતા ધીરેન્દ્ર શાસ્ત્રીએ હવે જ્ઞાનવાપીને લઈને નિવેદન આપ્યું હોવાનું સામે આવ્યું છે. જેમાં તેમણે ભગવાન શિવને લઈને વાત કરી છે.
વધુ વાંચો : ‘જ્ઞાનવાપી મસ્જિદ નથી, એ ભગવાન શંકરનું મંદિર છે, તેને મસ્જિદ કહેવાનું બંધ કરો’ – ધીરેન્દ્ર શાસ્ત્રી
લોકસભા ચૂંટણી પહેલા ‘આપ’નો મોટો દાવ
લોકસભાની ચૂંટણીને હવે થોડા જ મહિનાનો સમય બાકી રહ્યો છે. ત્યારે આ વચ્ચે રાજકારણમાં મોટી ઉથલ પાથલ થવા લાગી છે. વિપક્ષોએ આ વખતની ચૂંટણી જીતવા માટે એડી ચોડીની જોર લગાવી રહી છે. ત્યારે હવે લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં આમ આદમી પાર્ટીના પ્રદેશાધ્યક્ષ ઈસુદાન ગઢવીએ ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે મળીને લોકસભાની ચૂંટણી લડશે તેવી જાહેરાત કરી છે.
વધુ વાંચો : લોકસભા ચૂંટણી પહેલા ‘આપ’નો મોટો દાવ: ગુજરાતમાં AAP અને કોંગ્રેસનું ગઠબંધન, ઈસુદાન ગઢવીની જાહેરાત
આતંકવાદીઓની ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ વિરુદ્ધ સુરક્ષાદળોનું ઓપરેશન સતત ચાલુ છે. સોમવારે સેનાના જવાનોએ પૂંછ જિલ્લામાં એલઓસી પાસે એક આતંકવાદીને ઠાર કર્યો હતો. અહેવાલો અનુસાર, તે ઘૂસણખોરીની શોધમાં હતો. જવાનોએ દેગવાર સેક્ટરમાં કેટલીક શંકાસ્પદ ગતિવિધિઓ જોઈ હતી અંધારાનો લાભ લઈને આતંકીઓ ઘુસણખોરીનો પ્રયાસ કરી રહ્યા હતા. આ પછી સેનાએ ઓપરેશન શરૂ કર્યું અને આતંકીઓને શોધીને ઠાર કર્યા.
વધુ વાંચો : જમ્મુ-કશ્મીર : આતંકવાદીઓની ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ, છેલ્લા 24 કલાકમાં ચાર આતંકીઓ ઠાર
એસ.ટી બસમાં મુસાફરી કરતા પેસેન્જર પાસે લેપટોપની ટિકિટ લેવડાવી
સામાન્ય રીતે આપણે એસ.ટી બસમાં મુસાફરી કરી રહ્યા હોય તો આપણે આપણી મુસાફરીની ટિકિટ લેવાની હોય છે. પણ કંડકટર તમને તમારા સામાનની પણ ટિકિટ લેવાનું કહે તો. લાગી ને નવાઈ? આવો જ નવાઈ લાગે તેવો કિસ્સો અરવલ્લીના મોડાસામાંથી સામે આવ્યો છે. જેમાં એક મહિલા કંડકટરે એસ.ટી બસમાં મુસાફરી કરતા પેસેન્જર પાસે લેપટોપની ટિકિટ લેવડાવી…
વધુ વાંચો : આ તે કેવું! એસ.ટી બસમાં મુસાફરી કરતા મુસાફરે લેપટોપનો ઉપયોગ કર્યો તો લેવી પડી લેપટોપની ટિકિટ
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે ગાંધીનગરથી રાજ્યવ્યાપી શુભારંભ
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ગાંધીનગરના અર્બન હેલ્થ સેન્ટર ખાતેથી મિશન ઇન્દ્રધનુષના પાંચમા તબક્કાનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો છે. મિશન ઇન્દ્રધનુષ 5.0નો શુભારંભ કરાવતા મંત્રીએ રાજ્યની સગર્ભાઓ તેમજ ૦-૫ વર્ષના બાળકોના વાલીઓને આ રસીકરણ અભિયાનનો વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કર્યો હતો.