ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

એક રાખી ફૌજ કે નામ : વડોદરાની સરકારી શાળાનાં શિક્ષક 55,000 રાખડી સેનાના જવાનોને મોકલશે

  • વડોદરામાં રક્ષાબંધન પર્વ ઉપર જવાનોને રાખડી મોકલાશે
  • સરકારી શાળાનાં શિક્ષક સંજય બચ્છાવે છેલ્લા નવ વર્ષથી જવાનોને રાખડી મોકલે છે
  • ચાલુ વર્ષે રક્ષાબંધન પર્વ ઉપર જવાનોને 55,000 રાખડી મોકલશે

દરેક વ્યક્તિ ભાઈ-બહેનના પ્રેમના તહેવાર રક્ષા બંધનની રાહ જોઈ રહ્યા છે. બહેનોએ ભાઈઓને રાખડી બાંધવાની તૈયારી શરૂ કરી દીધી છે. ભાઈઓ પણ બહેનો માટે કેટલીક ખાસ ભેટ ખરીદવાનું આયોજન કરી રહ્યા છે. જો કે,આ વખતે પણ તેની બે તારીખો બહાર આવી રહી છે. 30 કે 31 ઓગસ્ટ 2023 ના રોજ રક્ષાબંધન ક્યારે ઉજવવામાં આવશે. ત્યારે આ પાવન અવસર પર વડોદરામાં છેલ્લા 9 વર્ષથી ચાલતા અભિયાનને આ વર્ષે પણ ચાલું રાખવામાં આવ્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ વડોદરાની શાળાના શિક્ષક સંજય બચ્છાવે ચાલુ વર્ષે દેશની સરહદની રક્ષા કરતા ભારતીય સેનાના જવાનોને 55,000 રાખડીઓ મોકલશે.

9 વર્ષ પહેલા શરૂ કરેલા અભિયાનને સારો પ્રતિસાદ
પ્રાપ્ત વિગતો અનુસાર,દેશની રક્ષા કરવા માટે ભારતીય સેનાના જવાનો સરહદ પર 24 કલાક ફરજ પર તૈનાત રહે છે. જ્યારે આપણે બધા તહેવારોની ઉજવણી કરતા હોય છે. ત્યારે તે લોકો આપણી સુરક્ષા માટે તેમના પરિવારોથી દૂર સરહદની રક્ષા કરી રહ્યા હોય છે. ત્યારે આ જવાનોને આવા તહેવારો પર પોતાના પરિવારની કમી ન લાગે તે માટે વડોદરામા શાળાના શિક્ષક સંજય બચ્છાવે નવ વર્ષ પહેલાં એક અભિયાન શરૂ કર્યું હતું. જે અભિયાન અંતર્ગત મોટી સંખ્યામાં મહિલાઓ સરહદ પર તૈનાત ભારતીય સેનાના જવાનોનેસ્વાસ્થ્યની શુભેચ્છા પાઠવતા રાખડીઓ અને સંદેશાઓ મોકલે છે.

rakhi vadodara-humdekhengenews

બોક્સ પોસ્ટ દ્વારા જવાનોને રાખડી મોકલવામાં આવશે
મહત્વનું છે કે, દર વર્ષની જેમ ચાલુ વર્ષે દેશની સરહદની રક્ષા કરતા ભારતીય સેનાના જવાનોને 55,000 રાખડીઓ મોકલી રહ્યા છે. આ અભિયાનને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. તેમજ અન્ય રાજ્યો અને વિદેશમાંથી જવાનોના સ્વાસ્થ્યની શુભેચ્છા પાઠવતા રાખડીઓ અને સંદેશાઓ આવ્યા છે. આ વખતે વડોદરાના સ્લમ વિસ્તારના વિદ્યાર્થીઓ આ અભિયાનમાં જોડાયા હતા અને જવાનો માટે રાખડીઓ મોકલી છે. આ વર્ષે અમે ભારતના 14 રાજ્યો અને 14 દેશોમાંથી ગ્રીટિંગ કાર્ડ્સ સાથે રાખડીઓ મેળવી છે. સ્વયંસેવક વિદ્યાર્થીનીઓએ બહેનોની જેમ જ રાખડીઓનું પૂજન કર્યું અને પછી તિરંગા રંગના બોક્સમાં તેમના નામ અને મોબાઇલ નંબરનો ઉલ્લેખ કરતા જવાનો માટે સંદેશાઓ સાથે પેક કર્યા છે. ત્યારબાદ બોક્સ પોસ્ટ દ્વારા કારગીલ, સિયાચીન, દ્રાસ, બટાલિક, ગલવાન, અરુણાચલ પ્રદેશ અને આસામમાં તૈનાત જવાનોને મોકલવામાં આવશે.

5000 હજાર બોકસમાં 55000 રાખડી મોકલાવશે
અહેવાલ થકી મળતી માહિતી અનુસાર,આ અંગે બરોડા હાઇસ્કૂલ બાગીખાનાના શિક્ષક સંજય બચ્છાવે જણાવ્યું હતું કે, વર્ષ 2015માં એક વર્ગથી શરૂ થયેલ ઝુંબેશ હવે દર વર્ષે વધી રહી છે. અમને અન્ય રાજ્યો અને દેશોમાંથી રાખડીઓ અને સંદેશાઓ મળી રહ્યા છે. આ વર્ષે અમેં કારગિલ, સિયાચીન, દ્રાસ, બટાલિક, ગલવાન, અરુણાચલમાં તૈનાત જવાનોને 55,000 રાખડી મોકલી રહ્યા છીએ.જેમાં 5000 બોક્સનો સમાવેશ થયો છે.

આ પણ વાંચો : રક્ષાબંધન ક્યારે મનાવશો, 30 કે 31 ઓગસ્ટે? મુંઝાશો નહીં, મુહુર્ત જોઇ લો

Back to top button