ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

અયોધ્યા રામ મંદિર માટે ભક્તે બનાવ્યું 400 કિલોનું તાળું, પતિ-પત્નીએ મળીને તાળું બનાવ્યું, કિંમત જાણી ચોંકી જશો

  • રામ મંદિર માટે 400 કિલોગ્રામનું તાળુ તૈયાર કરવામાં આવ્યું
  • જાન્યુઆરી 2024માં આ મંદિર ભક્તો માટે ખુલી શકે છે રામ મંદિર
  • આ તાળાની 4 ફૂટ લાંબી ચાવી છે

ઉત્તરપ્રદેશના અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિરના નિર્માણનું કાર્ય ચાલી રહ્યું છે. પહેલા તળનું મોટાભાગનું મંદિર પરિસર લગભગ તૈયાર છે. આ રામ મંદિર સાથે હજારો લોકોની શ્રદ્વા જોડાયેલી છે. જેના કારણે સૌ કોઈ આ મંદિરની કામગીરી પૂર્ણ થવાની રાહ જોતા જોવા મળી રહ્યા છે. એટલું જ નહિ અનેક લોકો રામ મંદિરને આર્થિક સગવડ અનુસાર દાન પણ કરી રહ્યા છે. તેવામાં હાથથી બનાવેલા તાળાઓ માટે પ્રખ્યાત અલીગઢના એક વૃદ્ધ કારીગરે અયોધ્યામાં રામ મંદિર માટે 400 કિલોનું તાળું તૈયાર કર્યું હોવાનું સામે આવ્યું છે. જેમાં ઘણા મહિનાઓ મહેનત કરી વૃદ્વે આ તાળું તૈયાર કર્યું છે. જે મંદિરને આપવામાં આવશે.

પ્રાપ્ત વિગતો અનુસાર,હાથથી બનાવેલા તાળાઓ માટે પ્રખ્યાત અલીગઢના એક વૃદ્ધ કારીગર સત્ય પ્રકાશ કે જેઓ તાળા માટે ફેમસ છે. તેમણે અયોધ્યામાં રામ મંદિર માટે 400 કિલોનું તાળું તૈયાર કર્યું છે.આવતા વર્ષે જાન્યુઆરીમાં ભક્તો માટે મંદિર ખોલવામાં આવે તેવી સંભાવના છે. ભગવાન રામના ભક્ત સત્ય પ્રકાશ શર્માએ ‘દુનિયાનું સૌથી મોટું હાથથી બનાવેલું તાળું’ તૈયાર કર્યું છે. આ માટે તેણે ઘણા મહિનાઓ સુધી સખત મહેનત કરવી પડી હતી.મહત્વનું છે કે,અલીગઢના સત્યપ્રકાશ શર્મા આ વર્ષના અંતમાં રામ મંદિરના અધિકારીઓને 400 કિલો વજનનું તાળું સોંપવાની તૈયારી કરી રહ્યા છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધિકારીઓએ જણાવ્યું કે, મોટી સંખ્યામાં ભક્તો ભેટ આપી રહ્યા છે. અધિકારીઓએ કહ્યું કે, અમારે જોવું પડશે કે અમે આ તાળાનો ક્યાં ઉપયોગ કરી શકીએ છીએ.

તાળુ 10 ફૂટ લાંબુ
મહત્વનું છે કે, ભગવાન રામના ભક્ત સત્ય પ્રકાશ શર્મા હસ્તનિર્મિત તાળા માટે ફેમસ છે. તેમણે વિશ્વનું સૌથી મોટુ હસ્તનિર્મિત તાળુ બનાવવા માટે અનેક મહિનાઓ સુધી સખત મહેનત કરી છે. આ તાળુ 10 ફૂટ લાંબુ, 4.5 ફૂટ પહોળુ અને 9.5 ફૂટ મોટુ છે અને 4 ફૂટ મોટી ચાવીથી ખુલે છે. સત્ય પ્રકાશ શર્માએ આ તાળુ બનાવવા માટે આખા જીવનભરની બચતનો ઉપયોગ કર્યો છે અને 2 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો છે.

પતિ-પત્નીએ મળીને તાળું બનાવ્યું
સત્ય પ્રકાશ શર્મા જણાવે છે કે, ‘હું દાયકાઓથી તાળા બનાવવાનો બિઝનેસ કરું છું. જેથી મેં મંદિર માટે તાળુ બનાવવાનું વિચાર્યું. અમારું શહેર તાળા માટે ફેમસ છે અને અત્યાર સુધી કોઈએ પણ આ પ્રકારનું તાળુ બનાવ્યું નથી. મેં ખૂબ જ પ્રેમથી આ તાળુ બનાવ્યું છે. મારી પત્ની રૂક્ષ્મણીએ પણ મને મદદ કરી છે.’ સત્ય પ્રકાશ શર્મા આ વર્ષના અંત સુધીમાં મંદિરના અધિકારીઓને આ તાળુ ઉપહાર તરીકે આપવાનું વિચારી રહ્યા છે.

અલીગઢ પ્રદર્શનીમાં આ તાળુ રાખવામાં આવ્યું હતું
આ વર્ષની શરૂઆતમાં અલીગઢની વાર્ષિક પ્રદર્શનીમાં આ તાળુ પ્રદર્શિત કરવામાં આવ્યું હતું. સત્ય પ્રકાશ શર્મા આ તાળાને આખરી ઓપ આપી રહ્યા છે. રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધિકારીઓએ જણાવ્યું છે કે, આ તાળુ ક્યાં વાપરી શકાય તે અંગે વિચારવું પડશે.

આ પણ વાંચો : બનાસકાંઠા: હરિદ્વાર કથા પ્રારંભે ભાગવત ભગવાનનું ડીસા જલારામ મંદિરમાં વાજતેગાજતે કરાયું પૂજન

Back to top button