ગુજરાત

ગુજરાતમાં આઇટી દ્વારા કરકપાતના બોગસ ક્લેઈમ શોધી કાઢવા AIનો ઉપયોગ થશે

  • ઘર ભાડાની રકમ માટે કરવામાં આવતા ક્લેઈમ પર આવકવેરાની નજર
  • ઈન્કમ હેડનો દુરૂપયોગ થયો હોય તેવી વિગતોની ચકાસણી કરાશે
  • કેટલાક કરદાતાઓ ભાડાના ઘરમાં રહેતા હોવાનું દર્શાવી હકીકત છુપાવે છે

ગુજરાતમાં આઇટી દ્વારા કરકપાતના બોગસ ક્લેઈમ શોધી કાઢવા AIનો ઉપયોગ થશે. જેમાં ઘરભાડાની રકમ, હોમલોનના વ્યાજની રકમના ક્લેઈમ પર આવકવેરા વિભાગની ચાપતી નજર રહેલી છે. તેમજ શંકાસ્પદ કરકપાત ક્લેઈમ અંગે કરદાતાઓની પૂછપરછ કરવામાં આવશે. તથા હોમ લોન, વ્યાજની વિગતો માંગવામાં આવે છે.

આ પણ વાંચો: યાત્રાધામ પાવાગઢ ખાતે દર્શનાર્થે આવતા ભક્તો માટે મહત્વના સમાચાર

ઘર ભાડાની રકમ માટે કરવામાં આવતા ક્લેઈમ પર આવકવેરાની નજર

ઈન્કમટેક્સ વિભાગ દ્વારા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ના ઉપયોગમાં વધારો કરાયો છે અને હવે કરદાતાઓ દ્વારા ઘર ભાડુ અને હોમ લોનના વ્યાજની રકમ માટે શંકાસ્પદ કર કપાત અંગેના ક્લેઈમ બાબતે કરદાતાઓને પૂછપરછ કરવાનું શરૂ કરાયું છે. આમ, કરદાતાઓ દ્વારા ઘર ભાડુ અને હોમ લોનના વ્યાજની રકમ માટે કરવામાં આવતા ક્લેઈમ પર આવકવેરા વિભાગની ‘બાજ નજર’ હોવાનું જાણવા મળે છે.

આ પણ વાંચો: વડોદરા-હરિદ્વાર ટ્રેનને પુનઃ શરૂ કરવા રેલવે મંત્રાલયમાં રજૂઆત

કેટલાક કરદાતાઓ ભાડાના ઘરમાં રહેતા હોવાનું દર્શાવે છે પરંતુ હકીકત છુપાવે છે

કેટલાક કરદાતાઓ ભાડાના ઘરમાં રહેતા હોવાનું દર્શાવે છે પરંતુ હકીકતમાં તે મકાન તેમના નિકટના સગા-સંબંધીનું મકાન હોય છે. આ પ્રકારના કિસ્સામાં કરદાતા દ્વારા ભાડુ ચૂકવવામાં આવતું હોવાનું દર્શાવવામાં આવે છે, પરંતુ ભાડાની રકમ મેળવનાર કરદાતાએ તેના I.T. રીટર્નમાં ભાડાની રકમ તરીકે તેને દર્શાવી હોતી નથી. આ જ પ્રકારે કેટલાંક કરદાતાઓ હાઉસિંગ લોન વ્યાજની રકમની કર કપાત તરીકે બોગસ ક્લેઈમ કરે છે તેવા કિસ્સામાં ઈન્કમટેક્સ વિભાગ દ્વારા હોમ લોન અને વ્યાજ અંગેની વિગતો માંગવામાં આવે છે. જીવન નિર્વાહ અને એજ્યુકેશન મોંઘુ એટલેકે વધુ ખર્ચાળ થયું હોવાથી અને ઓછી કર કપાત મળતી હોવાથી ઓછો કરવેરો ચૂકવવા પગારદાર વ્યક્તિઓ કર કપાતના શંકાસ્પદ માધ્યમોનો ઉપયોગ કરતા હોય છે. ઊંચા ખર્ચને કારણે જીવવા માટે, સરકારે વાર્ષિક રૂ. 10 લાખ સુધીનો પગાર ધરાવતા લોકો માટે મૂળભૂત મુક્તિ મર્યાદા અથવા કાયદેસર કપાત વધારવી જોઈએ. ફુગાવો ખૂબ વધી ગયો છે અને અને કેટલાંક પગારદાર લોકો પાસે ટેક્સ બચાવવા માટે રોકાણ કરવા માટે પૂરતી આવક નથી.

આ પણ વાંચો: ગુજરાત: મુન્દ્રા બંદરના સોપારી કાંડમાં થયા મોટા ખુલાસા 

ઈન્કમ હેડનો દુરૂપયોગ થયો હોય તેવી વિગતોની ચકાસણી કરાશે

સૂત્રોના જણાવ્યાનુસાર, આઈટી રીટર્નનું વિશ્લેષણ કરવા માટે AIનો ઉપયોગ કરીને કર કપાતનો લાભ મેળવવાની પેટર્ન- રીત અને વિસંગતતાઓ શોધવાનું સરળ બન્યું છે. હોમ લોન રીપેમેન્ટ અને ઘર ભાડા ભથ્થું (HRA)ની રકમ વધુ હોય તેવા ઈન્કમ હેડમાં દર્શાવેલી વિગતો વધુ હોય તેવા કિસ્સા પર ચાંપતી નજર રાખવામાં આવે છે. આ પ્રકારના ઈન્કમ હેડનો દુરૂપયોગ થયો હોય તેવી વિગતોની ચકાસણી કરવામાં આવે છે.

Back to top button