ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

રાહુલ ગાંધી સંસદમાં ક્યારે પરત ફરશે? કોંગ્રેસે બોલાવી સાંસદોની બેઠક

Text To Speech

HD ન્યુઝ ડેસ્કઃ મોદી સરનેમ કેસમાં સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ, સોમવાર (7 ઓગસ્ટ)નો દિવસ કોંગ્રેસ માટે ખૂબ જ ખાસ છે કારણ કે આજે રાહુલ ગાંધી કેટલા સમય સુધી સંસદમાં પરત ફરશે તેના પર નિર્ણય લેવામાં આવી શકે છે. લોકસભાના અધિકારીઓનું કહેવું છે કે સુપ્રીમ કોર્ટના નિર્ણયની નકલ વાંચ્યા બાદ જરૂરી પગલાં લેવામાં આવશે. 

સભ્યપદને લઈને ચર્ચાઓઃ શુક્રવારે સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને રાહત આપતાં તેમની સજા પર રોક લગાવી દીધી હતી. ત્યારથી તેમની લોકસભાના સભ્યપદને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ કહ્યું છે કે જોઈએ કે રાહુલ ગાંધીની લોકસભા સદસ્યતા ક્યારે પુનઃસ્થાપિત થાય છે.

સદસ્યતા પુનઃસ્થાપિત કરવાની માંગઃ લોકસભા અધિકારીઓનું કહેવું છે કે સામાન્ય રીતે કોર્ટના નિર્ણયને વાંચ્યા પછી 30 મિનિટની અંદર કાર્યવાહી શરૂ કરવામાં આવે છે અને આવી સૂચનાઓ સાથે સંબંધિત ફોર્મ લોકસભા સચિવાલય પાસે હોય છે.  કોંગ્રેસ હાઈકમાન્ડે પાર્ટીના સાંસદોની એક બેઠક પણ બોલાવી છે, જેમાં રાહુલ ગાંધીની સદસ્યતા પુનઃસ્થાપિત કરવાની માંગ પર ચર્ચા થઈ શકે છે. આ બેઠક પાર્ટીના સંસદીય કાર્યાલયમાં સવારે 10.30 કલાકે મળવાની છે.

આ પણ વાંચોઃ દિલ્હી સેવા બિલ આજે રાજ્યસભામાં રજૂ થશે,વિપક્ષ અને કેન્દ્ર સામ-સામે

Back to top button