ગુજરાતમાં સ્ટેટ ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સના દરોડાથી કોમ્પ્યૂટર કોર્સિસ કોચિંગ ક્લાસિસના સંચાલકોમાં ફફડાટ
- 15 ઈન્સ્ટીટયુટની રૂ. 5.70 કરોડની કરચોરી પકડી પાડવામાં આવી છે
- રકમ વસૂલ ન થાય ત્યાં સુધી મીલકત પર કામચલાઉ ટાંચ મૂકવામાં આવી
- કોચીંગ, ટયુશન ક્લાસીસ પર 18 ટકા GST લાગુ પડે છે
ગુજરાતમાં સ્ટેટ ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સના દરોડાથી કોમ્પ્યૂટર કોર્સિસ કોચિંગ ક્લાસિસના સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. જેમાં કોમ્પ્યૂટર કોર્સિસ કોચિંગ ક્લાસિસની રૂ.5.70 કરોડની કરચોરી પકડાઈ છે. તેમાં રૂપિયા 2.70 કરોડ વસૂલાયા છે. તથા બાકી ન ચૂકવાય ત્યાં સુધી મિલકતો પર ટાંચ લેવામાં આવી છે. વિદ્યાર્થી, બેચની સંખ્યા, ફીની રકમની વિગતો છૂપાવી કરચોરી કરી હતી. ડિજીટલ ડેટા સહિત વાંધાજનક દસ્તાવેજો જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચો: ગાંધીનગરમાં ATMમાંથી ટેકનિકલ છેડછાડ કરી બેન્ક પાસેથી લાખો રૂપિયા પડાવનાર પકડાયો
15 ઈન્સ્ટીટયુટની રૂ. 5.70 કરોડની કરચોરી પકડી પાડવામાં આવી છે
સ્ટેટ ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (SGST) વિભાગ દ્વારા એનીમેશન, મલ્ટીમિડીયા અને કોમ્પ્યૂટર કોર્સિસ કોચીંગની સેવાઓ પૂરી પાડતી 15 ઈન્સ્ટીટયુટની રૂ. 5.70 કરોડની કરચોરી પકડી પાડવામાં આવી છે અને રૂ. 2.75 કરોડની વસૂલાત કરવામાં આવી છે. આ કરચોરો પાસેથી બાકીની રકમ વસૂલવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આ રકમ વસૂલ ન થાય ત્યાં સુધી સરકારી રેવન્યુની સલામતી માટે તેમની સ્થાવર/જંગમ મીલકત પર કામચલાઉ ટાંચ મૂકવામાં આવી છે.
આ પણ વાંચો: અમદાવાદના 14 ધારાસભ્યોને પ્રજાકીય કાર્યોમાં ઓછો રસ, જાણો કેમ
કોચીંગ, ટયુશન ક્લાસીસ પર 18 ટકા GST લાગુ પડે છે
SGST કાયદા અંતર્ગત એનીમેશન, મલ્ટીમિડીયા ઈન્સ્ટીટયુટ દ્વારા રજિસ્ટ્રેશન નંબર મેળવવા ફરજિયાત હોવા છતાં અને તે માટે તેઓ જવાબદાર હોવા છતાં ઘણાં એનીમેશન, મલ્ટીમિડીયા ઈન્સ્ટીટયુટઓ નોંધણી નંબર મેળવ્યો નહોતો અને વેરો ભર્યો ન હોવાનું તપાસમાં જોવા મળ્યંર છે. આ ઈન્સ્ટીટયુટોએ વિદ્યાર્થી અને બેચની સંખ્યા અને ફીની રકમની વિગતો છૂપાવી હતી તેમજ વિદ્યાર્થીઓ પાસેથી રોકડમાં ફી વસૂલ કરીને તેના પર ભરવાપાત્ર ટેક્સ ભર્યો ન હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. કોચીંગ, ટયુશન ક્લાસીસ પર 18 ટકા GST લાગુ પડે છે.
એનીમેશન, મલ્ટીમિડીયા અને કોમ્પ્યૂટર કોચીંગ ક્લાસીસના કુલ 39 સ્થળો પર દરોડા
સૂત્રોના જણાવ્યાનુસાર, તા. 26 જુલાઈના રોજ અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં એનીમેશન, મલ્ટીમિડીયા અને કોમ્પ્યૂટર કોચીંગ ક્લાસીસના કુલ 39 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા અને પ્રાથમિક તપાસમાં રૂ. 20 કરોડના બિનહિસાબી વ્યવહારો મળી આવ્યા છે. SGST દ્વારા અમદાવાદમાં 4, સુરતમાં 24, વડોદરામાં 1 અને રાજકોટમાં 2 સ્થળ પર દરોડા પાડવામાં આવ્યા છે.