- દરિયાપુર વિસ્તારમાં 2 વર્ષમાં સૌથી વધુ રૂપિયા 1 કરોડની ગ્રાન્ટ બચી
- ધારાસભ્યોએ કુલ રૂપિયા 3.54 કરોડની ગ્રાન્ટ વાપરી જ નથી
- જમાલપુરમાં રૂ.36 લાખ અને દાણીલીમડામાં રૂ.56 લાખની ગ્રાન્ટની બચત
ગુજરાતના અમદાવાદના બીજેપી-કોંગ્રેસના14 ધારાસભ્યોએ કુલ રૂપિયા 3.54 કરોડની ગ્રાન્ટ વાપરી જ નથી. જેમાં કોંગ્રેસના વિસ્તારોમાં સૌથી વધુ ગ્રાન્ટની બચત થઇ છે. તેમાં લાગી રહ્યું છે કે MLAને પ્રજાકીય કાર્યોમાં ઓછો રસ છે. ગત ટર્મના 14 MLAની ગ્રાન્ટની રકમ પ્રજાકીય કાર્યોમાં વાપરવા સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ચાર દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી, જાણો કયા ખાબકશે મેઘો
ધારાસભ્યોને પ્રજાકીય કાર્યોમાં ઓછો રસ હોવાનું ચર્ચાઈ રહ્યું છે
ગુજરાત વિધાનસભામાં ગત ટર્મમાં ચૂંટાયેલા અમદાવાદના ભાજપ અને કોંગ્રેસના 14 ધારાસભ્યોએ 2021-22 અને 2022-23ના વર્ષ માટે કુલ રૂ. 3,54,26,454 કરોડની ગ્રાન્ટ પોતાના વિસ્તારોમાં અગમ્ય કારણોસર વાપરી નહોતી. હવે આ રકમનો હવે શહેરના પાણી, ડ્રેનેજ, રસ્તા, સ્ટ્રીટ લાઈટ સહિતના પાયના કામો માટે વાપરવામાં આવશે. ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યોએ ગ્રાન્ટની આટલી મોટી રકમ નહીં વાપરવાને પગલે શહેરના ધારાસભ્યોને પ્રજાકીય કાર્યોમાં ઓછો રસ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
દરિયાપુર વિધાનસભા વિસ્તારમાં 2 વર્ષમાં સૌથી વધુ રૂપિયા 1 કરોડની ગ્રાન્ટ બચી
શહેરના 14 MLAની ગ્રાન્ટમાંથી નહીં વપરાયેલી એટલેકે બચત તરીકે ગણાતી આ રકમનો પાયાની સુવિધા વિકસાવવા માટે 2024ના વર્ષમાં ઉપયોગ કરવા સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત મંજૂર કરાઈ છે. રાજય સરકારના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા કરવામાં આવેલા પરિપત્ર મુજબ ધારાસભ્યો તેમના મત વિસ્તારના કામો માટે ફળવેલા રકમમાથી જે બચત થાય છે તે 15 ટકા લેખે રકમ વાપરવામાં આવશે. દરિયાપુર વિધાનસભા વિસ્તારમાં 2 વર્ષમાં સૌથી વધુ રૂપિયા 1 કરોડની ગ્રાન્ટ બચી છે તેમજ જમાલપુરમાં રૂ.36 લાખ અને દાણીલીમડામાં રૂ. 56 લાખની ગ્રાન્ટની બચત થઈ છે.