ટ્રેન્ડિંગમનોરંજન

Chandramukhi 2: કંગના રનૌતની ચંદ્રમુખી-2નો ફર્સ્ટ લુક આવ્યો સામે

Text To Speech

કંગના રનૌત સ્ટારર હોરર કોમેડી ફિલ્મ ‘ચંદ્રમુખી 2’માંથી અભિનેત્રીનો ફર્સ્ટ લુક સામે આવ્યો છે. લાયકા પ્રોડક્શન્સે ફિલ્મનું પહેલું પોસ્ટર રિલીઝ કર્યું છે જેમાં કંગના લીલા રંગની સાડી પહેરેલી જોવા મળી રહી છે. કંગના સાડી સાથે હેવી જ્વેલરી પહેરેલી જોવા મળી રહી છે. તેના લુકથી ચાહકોમાં ફિલ્મને લઈને ઉત્સુકતા છવાઈ ગઈ છે.

 

 

View this post on Instagram

 

A post shared by Lyca Productions (@lycaproductions)

પોસ્ટરમાં કંગના મહેલની અંદર પોઝ આપતી જોવા મળી રહી છે. પોસ્ટર શેર કરતી વખતે, લાઇકા પ્રોડક્શન્સે કેપ્શનમાં લખ્યું- ‘સુંદરતા અને પોઝ જે આપણું ધ્યાન ખેંચે છે! ચંદ્રમુખી 2માંથી ચંદ્રમુખી તરીકે કંગના રનૌતનો આકર્ષક, અદભૂત અને સુંદર પ્રથમ દેખાવ રજૂ કરી રહ્યાં છીએ. આ ગણેશ ચતુર્થીએ તમિલ, હિન્દી, તેલુગુ, મલયાલમ અને કન્નડમાં રિલીઝ થઈ રહ્યું છે!

Lyca Productions એ કંગનાનો વીડિયો શેર કર્યો

જણાવી દઈએ કે આ પહેલા લાયકા પ્રોડક્શન્સે પણ કંગનાનો એક વીડિયો શેર કર્યો હતો. આ વિડિયોમાં કગન્નાના અલગ-અલગ ફિલ્મો ‘ફેશન’, ‘તનુ વેડ્સ મનુ’, ‘ક્રિશ 3’, ‘ક્વીન’, ‘મણિકર્ણિકા’થી લઈને ‘ચંદ્રમુખી 2’ના પાત્રો બતાવવામાં આવ્યા હતા. આ વીડિયોની સાથે કેપ્શનમાં લખ્યું છે- ‘પ્રતીક્ષા પૂરી થઈ ગઈ! જે રાણીએ વર્ષો સુધી પોતાની નીડરતા, સુંદરતા અને ચારિત્ર્ય વડે આપણા હૃદય પર રાજ કર્યું તે પાછી આવી ગઈ! સાથે રહો કારણ કે અમે આવતીકાલે સવારે 11 વાગ્યે ચંદ્રમુખી 2 માંથી કંગનાનો પહેલો લુક રિલીઝ કરીશું!

 

 

View this post on Instagram

 

A post shared by Lyca Productions (@lycaproductions)

આ ફિલ્મ 5 ભાષાઓમાં રિલીઝ થશે

‘ચંદ્રમુખી 2’ બ્લોકબસ્ટર હિટ તમિલ હોરર કોમેડી ફિલ્મ ‘ચંદ્રમુખી’ની સિક્વલ છે. ફિલ્મમાં કંગના રાજાના દરબારમાં ડાન્સરની ભૂમિકામાં જોવા મળશે, જે પોતાની સુંદરતા અને પ્રતિભા માટે જાણીતી હતી. ફિલ્મમાં કંગનાની સાથે રાઘવ લીડ રોલમાં જોવા મળશે. લાયકા પ્રોડક્શન્સ અને સુબાસ્કરનની આ ફિલ્મ સપ્ટેમ્બરમાં તમિલ, તેલુગુ, હિન્દી, મલયાલમ અને કન્નડમાં રિલીઝ થશે.

આ ફિલ્મો પાઇપલાઇનમાં

‘ચંદ્રમુખી 2’ સિવાય કંગના રનૌત બીજી ઘણી ફિલ્મોમાં જોવા મળવાની છે. તે ફિલ્મ ‘તેજસ’માં ભારતીય વાયુસેનાના પાયલટના રોલમાં જોવા મળશે. તે જ સમયે, ફિલ્મ ‘ઇમરજન્સી’માં તે દિવંગત વડાપ્રધાન ઈન્દિરાની ભૂમિકામાં જોવા મળશે.

Back to top button