ગુજરાત ડ્ર્ગ્સની બાબતમાં હવે પ્રોસેસિંગ હબ બની ગયું છે : અમિત ચાવડા
રાજ્યમાં ડ્ર્ગ્સના દુષણને લઈને કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે “પહેલા ગુજરાતમાં માત્ર દારૂનું જ દુષણ હતું, પરંતુ હવે ગુજરાત દ્રગ્સનું હબ બન્યું છે. આજે ડ્રગ્સ પકડાય તો રાજ્ય સરકાર વાહવાહી લૂંટે છે પરંતુ ડ્રગ્સના આરોપીઓને પકડતી નથી, તેમણે વધુમાં કહ્યું કે તાજેતરમાં એક ફાર્માસ્યુટિકલ કંપનીમાં NCBના અધિકારીઓએ રેડ કરી હતી, અને મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપ્યો હતો. અને આટલી મોટી રકમનું ડ્રગ્સ પકડાયું છતાં સરકાર ચૂપ છે. સરકાર પોલીસ અને પ્રશાસન ચૂપ કેમ છે તે ચિંતાનો વિષય છે”
રાજ્યમાં ડ્ર્ગ્સના દુષણને લઈનેઅમિત ચાવડાએ રાજ્ય સરકાર પર કર્યા પ્રહાર
કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ આજે પ્રેસકોન્ફરન્સ કરી હતી જેમાં તેમણે જણાવ્યું હતુ કે ” રાજ્યમાં કાયદો હોવા છતાં રાજ્યમાં ગલીએ ગલીએ દારૂ વેચાય છે અને પીવાય છે, પહેલા તો માત્ર માત્ર દારૂનું જ દુષણ હતું હવે રાજ્યમાં ડ્રગ્સનું દૂષણ વધ્યું છે, આજે ડ્રગ્સ પકડાય તો રાજ્ય સરકાર વાહવાહી લૂંટે છે પણ ડ્રગ્સના આરોપીઓને પકડતી નથી “
ભાજપ સરકારના રહેમ નજર હેઠળ ફાર્મા કંપનીઓ થકી ચાલતા ડ્રગ્સના કાળા કારોબાર અંતર્ગત પ્રેસ મીડિયાને સંબોધન..#gujarat #model pic.twitter.com/1uU80UDjql
— Amit Chavda (@AmitChavdaINC) August 5, 2023
આ પણ વાંચો : ફ્રાન્સનાં કૃષિ પ્રતિનિધી તિમોથી ડુફર પાટણની મુલાકાતે, પાટણમાં ચાલતી કૃષિ પદ્ધતિથી થયાં પ્રભાવિત
ફાર્માસ્યુટિકલ કંપનીમાં ઝડપાયેલા ડ્ર્ગ્સ મામલે કર્યા આક્ષેપ
વધુમાં તેમણે કહ્યું કે “તાજેતરમાં અમિત શાહના મત વિસ્તારમાં એક ફાર્માસ્યુટિકલ કંપનીમાં એનસીબીના અધિકારીઓએ તપાસ કરી ત્યાં ખુબ મોટા પ્રમાણમાં ડ્રગ્સ પકડ્યું છે. અને અહીંથી આટલી મોટી માત્રામાં ડ્રગ્સ પકડાયું છતાં સરકાર ચૂપ છે, સરકાર ચૂપ છે માટે શંકા પેદા થાય તે સ્વાભાવિક છે, સરકાર પોલીસ અને પ્રશાસન ચૂપ કેમ છે તે ચિંતાનો વિષય છે.વધુમાં તેમણે કહ્યું કે આ કંપનીમાં મોટી રકમનો તોડ થયાની પણ વાતો આવી છે, સંલગ્ન અધિકારીની બદલી કરવામાં આવી છે.ગુજરાત ડ્રગ્સની બાબતમાં અત્યાર સુધી લેન્ડિંગ હબ હતું જ્યારે હવે પ્રોસેસિંગ હબ બની ગયું છે, ફાર્માસ્યુટિકલ કંપનીની આડમાં ડ્રગ્સની આડમાં મોટું નેટવર્ક ચાલી રહ્યું છે”
આ પણ વાંચો : પીન્ટુ ભાવસારને તો પકડ્યો પરંતુ તેના રાઇટહેન્ડ સેધાજીને ક્યારે પકડવામાં આવશે ?