અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

EVENING CAPSULEમાં વાંચો રાજકોટમાં માસૂમને અંધશ્રદ્ધાના ડામ,લઠ્ઠાકાંડ બાદ હવે કેમિકલકાંડ,જાણો ગુજરાતી ફિલ્મ 3 એક્કાના પ્રમોશનમાં કેમ થયો વિવાદ

રાજકોટમાં માસૂમને અંધશ્રદ્ધાના ડામ
વિજ્ઞાન અને ટેક્નોલોજીના યુગમાં આજે પણ સતત અંધશ્રદ્ધાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. જેમાં અંધશ્રદ્ધાને કારણે અનેક લોકોને જીવ ગૂમાવવો પડી રહ્યો છે. જેમાં માસુમ બાળકોનો પણ ભોગ લેવાતો હોય છે. ત્યારે આવામાં રાજકોટમાંથી પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં 10 માસની બાળકીને શરદી ઉધરસ મટાડવા પેટે ડામ આપવામાં આવ્યો હતો. જેના કારણે તેની તબિયત બગડતા તેને હોસ્પિટલમાં ખસડેવામાં આવી છે.

વધુ વાંચો : માસૂમને અંધશ્રદ્ધાના ડામ! રાજકોટમાં બાળકી બીમાર પડતાં નિદાનના બદલે ધગધગતા ડામ અપાયા 

લઠ્ઠાકાંડ બાદ હવે કેમિકલકાંડ
રાજ્યમાં લઠ્ઠાકાંડ અને કેમિકલકાંડના બનાવો સમયાંતર સામે આવતા રહે છે. એક વખત ફરીથી નશા માટે વપરાતા માદક પદાર્થના કારણે બે લોકોના મોત થયા છે તો ચાર લોકોને ગંભીર હાલતમાં દાખલ કરવામાં આવ્યા છે. માહિતી મળી રહી છે કે, પોરબંદરમાં દારૂ સમજીને કેમિકલ પીવાથી બે લોકોના મોત થયા છે. જોકે, એફએસએલ રિપોર્ટ આવ્યા પછી જ બધું ક્લિયર થશે કે આ બંને લોકોના મોત કેમિકલ ગટગટાવવાથી થયા છે કે પછી ઝેરી લઠ્ઠો પીવાથી થયા છે.

વધુ વાંચો : બ્રેકિંગ ન્યૂઝ: લઠ્ઠાકાંડ બાદ હવે કેમિકલકાંડ! દારૂ સમજીને કેમિકલ ગટગટાવતા બેના મોત

ઈરાનમાં હવે હિજાબ કાયદો વધુ કડક બનશે
ઈરાનમાં છેલ્લા કેટલાક સમયથી હિજાબને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આની વચ્ચે હવે ઈરાન હિજાબના કાયદાને હજી કડક કરવાની તૈયારી કરતું જોવા મળી રહ્યું છે. ઈરાનની સરકાર હિજાબને લઈને વધુ કડક નિયમો બનાવવાની તૈયારી કરી રહી છે. નવા બીલમાં મોટાભાગે ફેરફાર કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે, ઈરાનમાં મહસા અમીની નામની મહિલાને યોગ્ય રીતે હિજાબ ન પહેરવા બદલ મોરલ પોલીસે ધરપકડ કરી હતી. આ પછી, દેશમાં મોટા પાયે હિજાબ પ્રદર્શનો શરૂ થયા હતા. 16 સપ્ટેમ્બરે મહેસાના મૃત્યુને એક વર્ષ પૂર્ણ થશે.

વધુ વાંચો : ઈરાનમાં હવે હિજાબ કાયદો વધુ કડક બનશે, જાણો નવા બિલમાં ક્યા ફેરફાર કરાયા

ઇકો સિસ્ટમને સંતુલિત કરતી વન વિભાગની વધુ એક અનોખી પહેલ
ઇકો સિસ્ટમને વધુને વધુ સંતુલિત કરવાના હેતુ સાથે વન વિભાગ દ્વારા ડાંગના જંગલોમાં વધુ એક સફળ અનોખી પહેલ હાથ ધરાવવામાં આવી છે. વન વિસ્તારમાં તૃણાહારી પ્રાણીઓની વધતી સંખ્યા એ માનવ તેમજ પ્રાણી વચ્ચે સંઘર્ષ ઘટાડવાનું મહત્વનું પગલું છે. જેને સાર્થક કરવા રાજ્યના વન વિભાગ દ્વારા ડાંગમાં શરૂ કરાયેલા ‘ડીઅર બ્રિડીંગ સેન્ટર’ના પરિણામ સ્વરૂપે આ જંગલોમાંથી લુપ્ત થયેલા હરણ-ચિત્તલનો વર્ષો બાદ પુન: વન પ્રવેશ થયો છે.

વધુ વાંચો : ઇકો સિસ્ટમને સંતુલિત કરતી વન વિભાગની વધુ એક અનોખી પહેલ, ડાંગના જંગલોમાંથી લુપ્ત થયેલા હરણનો વર્ષો બાદ પુન: વન પ્રવેશ

ગુજરાતી ફિલ્મ 3 એક્કાના પ્રમોશનમાં મોટો વિવાદ
ગુજરાતી ફિલ્મ ‘3 એક્કા’ના પ્રમોશનને લઈને મોટો વિવાદ સર્જાયો છે. વડોદરાની MS યુનિ. ના કેમ્પસના શિવજી મંદિરમાં ગુજરાતી ફિલ્મ 3 એક્કાના પ્રમોટરો બુટ-ચંપલ પહેરી મંદિરમાં પ્રવેશતા હિન્દૂ સંગઠનોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. મળતી માહિતી મુજબ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે આ અંગે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરી છે.

વધુ વાંચો : ગુજરાતી ફિલ્મ 3 એક્કાના પ્રમોશનમાં મોટો વિવાદ, પ્રમોટરો બુટ-ચંપલ પહેરીને શિવજી મંદિરમાં પ્રવેશતા હિન્દૂ સંગઠનોમાં રોષ

વડોદરા શહેર ભાજપ મહામંત્રી સુનિલ સોલંકીનું રાજીનામું
ગુજરાતના રાજકારણના સમીકરણોમાં બદલાવનો પવન જોવા મળી રહ્યો છે. પાર્ટીમાંથી એકબાદ એક લોકો રાજીનામાં આપતા જોવા મળી રહ્યા છે. જેમાં ગુજરાત ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાના રાજીનામા બાદ વધુ એક નેતાએ રાજીનામું આપી દીધું હોવાનું સામે આવ્યું છે. પ્રદીપસિંહ વાઘેલાના રાજીનામા બાદ વડોદરા શહેર ભાજપ મહામંત્રી સુનિલ સોલંકીએ રાજીનામું આપી દેતા રાજકારણ ગરમાયું છે.

વધુ વાંચો : ગોધરાનો તલાટી રુ. 48.19 લાખના ભ્રષ્ટાચારમાં ઝડપાયો, મોડી રાત્રે ધરપકડ

વડોદરાના કરજણ હાઈવે પર ભયાનક અકસ્માત
વડોદરા જિલ્લાના કરજણ હાઈવે પર આજે બે ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બેના મોત નીપજ્યાં હતાં.કરજણ હાઈવે ઉપર શિવવાડી પાસે ઉભેલી ટ્રકને પુર પાટ જડપે આવતી ટ્રકે ટ્રકર મારતાં અકસ્માત સર્જાયો હતો. ટ્રક ધડાકા સાથે અથડાતાં આજુ બાજુના સ્થાનિકો ધટના સ્થળ પર દોડી આવ્યા હતા. ટ્રક ધડાકા સાથે ભટકાતાજ ટ્રકના કેબિનનો કચ્ચરઘાણ વળી ગયો હતો. ટ્રકની કેબિનમાં ફસાયેલા ટ્રકચાલક અને ક્લિનરને ગંભીર હાલતમાં બહાર કાઢ્યા હતા.

વધુ વાંચો : વડોદરાના કરજણ હાઈવે પર ભયાનક અકસ્માત, બેના મોત

Back to top button