ઉત્તર ગુજરાતગુજરાતટોપ ન્યૂઝ

પીન્ટુ ભાવસારને તો પકડ્યો પરંતુ તેના રાઇટહેન્ડ સેધાજીને ક્યારે પકડવામાં આવશે ?

મહેસાણામાં ડબ્બા ટ્રેડિંગનું દુષણ : મહેસાણામાં ડબ્બા ટ્રેડિંગનું વિસ્તરણ પ્રતિદિવસ વધી રહ્યું છે. આ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સપડાયેલા અપરાધીઓ પોતાના પાવરને વધારી રહ્યાં છે. તો બીજી તરફ ડબ્બા ટ્રેડિંગનું નેટવર્ક અને કામ કરવાની સિસ્ટમને એવી રીતે ડિઝાઇન કરવામાં લાગ્યા છે કે, તેમને ક્યારેય પકડી શકાશે જ નહીં. વર્તમાન સમયમાં મહેસાણામાં ચાલતા ડબ્બા ટ્રેડિંગની ગુનાહિત પ્રવૃતિને બંધ કરાવવા માટે એટીએસ કે સીબીઆઈને મેદાનમાં ઉતરવું પડશે.

ડબ્બા ટ્રેડિંગનો કિંગ પકડાઇ ગયો છતાં તેના કાળા કારોબાર તો ચાલું જ !

મહેસાણા એસપી અચલ ત્યાગીએ મહેસાણા જિલ્લામાં ડબ્બા ટ્રેડિંગના દૂષણને લાવનાર પીન્ટુ ભાવસારને પકડી પાડ્યો છે. મહેસાણા પોલીસ અને એલસીબીએ અચલ ત્યાગીની આગેવાની હેઠળ પીન્ટુને ઝડપી પાડીને જેલના સળીયા પાછળ ધકેલી દીધો છે. રસપ્રદ વાત તો તે છે કે, ડબ્બા ટ્રેડિંગનો કિંગ પકડાઇ ગયો છતાં તેના કાળા કારોબાર તો ચાલું જ છે. જી હાં.. આ ધંધાની ડિઝાઈન જ એવી છે કે, અપરાધી પકડાય પરંતુ ધંધો બંધ ન થાય.

પીન્ટુ ભાવસારની ગેર હાજરીમાં તેનો રાઈટ હેન્ડ સેધાજી નામનો વ્યક્તિ કારોબાર ચલાવતો

પીન્ટુ ભાવસારે પોતાના અનેક હાથ બનાવી રાખ્યા છે. તે પોતે પકડાઇ ગયો છતાં તેનો ધંધો ચાલું છે. જણાવી દઈએ કે, ભાવસારની હાજરીમાં અને ગેરહાજરીમાં તેનો રાઈટ હેન્ડ સેધાજી નામનો વ્યક્તિ ડબ્બા ટ્રેડિંગના કાળાકારોબારને ચલાવતો હતો. આ એક એવું નામ છે જે પોતે ડબ્બા ટ્રેડિંગનો કિંગ છે. તે પોતાના હાથ નીચે મસમોટી ટીમ બેસાડીને લોકોને છેતરવાના ધંધાને એક નવી જ ઉંચાઈ પર લઈ ગયો છે.

મહેસાણા સહિત  વિવધ જગ્યાએ ટીમ બેસાડીને ધંધો કરાવાવમાં આવી રહ્યો છે

આ ધંધો મહેસાણા પૂરતો સીમિત નથી. આ અપરાધીઓ સમજી ચૂક્યા છે કે, એક જગ્યાએ બેસીને ધંધો થઈ શકશે નહીં. તેથી આ અપરાધીઓએ મહેસાણા સહિત અમદાવાદ-રાજસ્થાન-પાટણ વગેરે જેવા વિવિધ અનેક જગ્યાઓ ઉપર પોતાની ટીમ બેસાડીને ધંધો કરાવી રહ્યાં છે. સેધાજીની આગેવાનીમાં ઉપરોક્ત તમામ રાજ્યોમાં ટીમો બેસી છે અને ડબ્બા ટ્રેડિંગનો મોટા પાયે સાઇબર ક્રાઇમને લગતું કામ કરવામાં આવી રહ્યું છે. વડનગર-ખેરાલુના પટ્ટામાં સેધાજી નામના શખ્સની ભારે ચર્ચા થઈ રહી છે.

સ્થાનિક પોલીસથી બચવા અને પોતાનો દબદબો બનાવવા રાજકીય પાર્ટીના નેતાઓ સાથે સબંધો બનાવ્યા 

સેધાજીએ બધુ જ સેટ કરેલું છે. કદાચ એટલા માટે જ તે ખુલ્લેઆમ આટલું મોટું ડબ્બા ટ્રેડિંગનું કામ ચલાવી શકે છે. આ અપરાધીઓએ પાણી પહેલા પાળ બાંધવા જેવું કામ કરે છે. સ્થાનિક પોલીસથી બચવા અને પોતાનો દબદબો બનાવવા માટે રાજકીય પાર્ટીના નેતાઓ સાથે પોતાના સંબંધો બનાવવા માટે પણ કામ કરે છે. જે રીતે વર્તમાનમાં સીએમઓ ઓફિસ સાથે કોન્ટેક્ટ હોવાનું કહેતા કિરણ પટેલ જેવા અનેક અપરાધીઓ પકડાઇ રહ્યાં છે.

ડબ્બા ટ્રેડિંગ -humdekhengenews

પોલીસને મેનેજ કરવાનું કામ પણ અપરાધીઓ ખુબ જ સારી રીતે કરી રહ્યાં છે

તેવી જ રીતે સ્થાનિક કક્ષાએ પોતાનો દબદબો બનાવવા અને ડર ફેલાવવા માટે તેમના મોટો-મોટા કોન્ટેક્ટ હોવાનું દર્શાવવાનું કામ અપરાધીઓ કરી રહ્યાં છે. પોલીસને મેનેજ કરવાનું કામ પણ અપરાધીઓ ખુબ જ સારી રીતે કરી રહ્યાં હોવાના કારણે જ તેઓ ડબ્બા ટ્રેડિંગને એક નવી ઉંચાઇ પર લઈ જઈ શક્યા છે.

સુવ્યવસ્થિત નેટવર્કના કારણે કરોડોનો ધંધો કર્યો

વડનગર-ખેરાલુ-વિસનગરમાં સેધાજીનો એક્કો ચાલે છે. સુવ્યવસ્થિત નેટવર્કના કારણે તે બિન્દાસ રીતે ધંધો કરીને લોકોને કરોડો રૂપિયાનો ચૂનો લગાવી રહ્યો છે. હવે આ લોકોનું કામ કેટલું મોટું છે, તે એક ઉદાહરણ દ્વારા સમજાવું છું. આ ઉદાહરણ એવું છે કે, સેધાજીના હાથ નીચે તેની ટીમમાં કામ કરતા એક યુવકે સ્કોર્પિયો જેવી લાખો રૂપિયાની ગાડી છોડાવી હોવાના રિપોર્ટ સામે આવી રહ્યાં છે. તો વિચારો કે આ લોકો કેટલા મોટા પાયે લોકો સાથે છેતરપિંડી કરી રહ્યાં હશે.

મધ્યમ વર્ગ અને ગરીબોને જીવન જીવવું અઘરૂ બન્યું 

વર્તમાન સમયમાં મધ્યમ વર્ગ અને ગરીબોને જીવન જીવવું અઘરૂ બની રહ્યું છે. તેવા સમયે સેધાજી મહિન્દ્ર એસયૂવી 700 (40 લાખ રૂપિયાથી વધારે) અને વર્ના (20 લાખ) જેવી મોંઘીદાટ ગાડી લઈને ફરી રહ્યો છે. એક તરફ ઈમાનદારીથી પૈસા કમાનારા લોકોનું જીવન અસહ્ય બની રહ્યું છે તો બીજી તરફ સેધાજી જેવા અપરાધીઓ રાજાને પણ લજવે તેવું જીવન વ્યતિત કરી રહ્યાં છે. આ વૈભવી જીવન જ અનેક યુવાઓને ગુનાહિત પ્રવૃતિ કરવા પ્રેરણા આપી રહ્યું છે.

આ પણ વાંચો : ગુજરાતી ફિલ્મ 3 એક્કાના પ્રમોશનમાં મોટો વિવાદ, પ્રમોટરો બુટ-ચંપલ પહેરીને શિવજી મંદિરમાં પ્રવેશતા હિન્દૂ સંગઠનોમાં રોષ

ગરીબ અને બેરોજગાર યુવાઓને અપરાધી બનાવ્યા

આ અપરાધીઓ લોકોને લૂંટીને ગુનો તો આચરી રહ્યાં છે પરંતુ તેની સાથે-સાથે રાજ્યના ગરીબ અને બેરોજગાર યુવાઓને અપરાધી બનાવી રહ્યાં છે.

ડબ્બા ટ્રેડિંગ-humdekhengenews

પાંચ કરોડ રૂપિયાની કરી હતી છેતરપિંડી

પકડાયેલા પીન્ટુ ભાવસારની ટીમે એક દંપત્તિ સાથે પાંચ કરોડ રૂપિયા જેવી મોટી રકમની છેતરપિંડી કરી હતી. આ કેસને લઈને જ તેની ધરપકડ કરવામાં આવી છે. અપરાધીઓ લોકો શેર માર્કેટમાં રોકાણના નામે લોકો પાસે લાખો અને કરોડો રૂપિયાની છેતરપિંડી કરી રહ્યાં છે. વર્તમાનમાં તમારે ડમી મોબાઈલ નંબર લેવો હશે તો તમે લઈ શકશો નહીં પરંતુ આ અપરાધીઓ ડમી સીમ કોર્ડ પણ મોટા પાયે ઉપલબ્ધ કરી લે છે.

સામાન્ય લોકોની જાત-મહેનતની કમાણી ખતરામાં

રાજ્યના સામાન્ય લોકોની જાત-મહેનતની કમાણી ખતરામાં આવી ગઈ છે. ડબ્બા ટ્રેડિંગ અને સાઈબર ક્રાઈમ કરનારાઓની જમાત પ્રતિદિવસ વધી રહી છે. તેવામાં ઇમાનદાર લોકોની સમસ્યા વધી શકે છે. તેથી આવા લોકો પર શિકંજો કસવો જરૂરી બની ગયું છે.

નાના અપરાધીઓ બદલી રહ્યાં છે વિસ્તાર

ખેરાલુ-વિસનગર-વડનગરના પટ્ટામાં નાના પાયે ડબ્બા ટ્રેડિંગનું કામ કરતાં અપરાધીઓ સમયાંતરે પોતાનો વિસ્તાર બદલી રહ્યાં છે. પોતાની જાતને બચાવવા માટે તેઓ સતત નવા-નવા વિસ્તારોમાં જઈને પોતાનું કામ કરતાં હોય છે. તે ઉપરાંત ગ્રામીણ વિસ્તારોનો પણ આશરો લેવામાં આવી રહ્યો છે. આ કડીમાં સાજીદ-શહેઝાદ અને ફેમિયાર જેવા અપરાધીઓ સતત પોતાનો વિસ્તાર બદલી રહ્યાં છે. તેમાંથી સાજીદ પાટણમાં સ્વિફ્ટ થઇ ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે. તે ઉપરાંત પાટણમાં જ લાખો રૂપિયાનું ઘર બનાવી લીધાની પણ માહિતી સામે આવી રહી છે.

આ પણ વાંચો : ખેરાલુ-વડનગર અને વિસનગરમાં ડબ્બા ટ્રેડિંગનો ફાટ્યો રાફડો; પોલીસની ભૂમિકા શંકાસ્પદ

પોલીસની ભૂમિકા શું છે

મહેસાણાના એસપી તરીકે ફરજ બજાવતા અચલ ત્યાગી કડક અને ઈમાનદાર અધિકારીઓમાંથી એક છે. તેમનું વિસ્તાર દારૂ, વરલી મટકા, સટ્ટા, ગાંજો, નશીલા પદાર્થ વગેરે જેવા દૂષણોથી મુક્ત રહે છે. પરંતુ તાલુકા લેવલે સ્થાનિક પોલીસની રહેમ નજર ક્યાંકને ક્યાંક થોડૂ ઘણું દૂષણ ઘુસી જતું હોય છે. તેવામાં હવે સાઈબર ક્રાઈમ અને ડબ્બા ટ્રેડિંગનું નવું ભૂત ઉભું થયું છે.

ડબ્બા ટ્રેડિંગ અને સાઈબર ક્રાઈમમાં અપરાધીઓ મોટા પ્રમાણમાં પૈસા કમાતા હોવાના કારણે તેઓ તેને ચાલું રાખવા માટે અવનવા રસ્તાઓ અપનાવી રહ્યાં છે. તેવામાં પોલીસે તેને ડામવા માટે અથાગ મહેનત કરવી પડશે. સૌપ્રથમ તો ડબ્બા ટ્રેડિંગ કરનારાઓના મુખ્ય વ્યક્તિ સહિત તેમના ટીમના અન્ય સભ્યોની ધરપકડ કરવી જરૂરી છે.

ઉલ્લેખનિય છે કે, મહેસાણાં ઘૂસેલા આ દૂષણને ખત્મ કરવા માટે તમામ જિલ્લાની પોલીસોએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવી રહી. સ્વભાવિક છે કે, જ્યારે પોલીસ નિષ્ફળ રહે છે ત્યારે જ આવા દૂષણો ફલેફૂલે છે. હાલમાં ખેરાલુ-વડનગર-વિસનગરના ગામડાના યુવકો મોટા પ્રમાણમાં આ દૂષણ તરફ વળી રહ્યાં છે, તેવામાં તેની જવાબદારી પોલીસે જ ઉઠાવવી રહી.

આ પણ વાંચો : આપ નેતાએ ગુજરાત BJP પર લગાવ્યા ગંભીર આક્ષેપ, જાણો શું કહ્યું ?

Back to top button