ગુજરાત

આપ નેતાએ ગુજરાત BJP પર લગાવ્યા ગંભીર આક્ષેપ, જાણો શું કહ્યું ?

Text To Speech

 મનોજ સોરઠીયાએ કહ્યું કે ‘ ગુજરાત ભાજપમાં બુથ કાર્યકર્તાઓથી લઈને મોટા નેતાઓ ભ્રસ્ટાચારમાં સંકળાયેલા હોઈ તેવુ લાગી રહ્યુ છે’ ,’આ તમામ ભ્રષ્ટાચારોને ઢાંકવાના પ્રયાસો સરકાર તરફથી કેમ કરવામાં આવે છે? આ બાબતે તો નિષ્પક્ષ તપાસ કરાવીને દોષીતોને સજા થવી જોઈએ’

મનોજ સોરઠિયાએ શું કહ્યું ? 

– ગુજરાત ભાજપમાં બુથ કાર્યકર્તાઓથી લઈને મોટા નેતાઓ ભ્રસ્ટાચારમાં સંકળાયેલા હોઈ તેવુ લાગી રહ્યુ છે.
– ભાજપના ધર માંથી ઊઠેલો ધુમાડો સાબીત કરે છે કે કંઈ ગંભીર રંધાઈ રહ્યુ છે.
– ભાજપના કદ્દાવર નેતા અને મહામંત્રી એવા પ્રદીપસિંહ વાઘેલાની ભ્રષ્ટાચારમાં સંડોવણી બહાર આવતા તેમને પદ પરથી હાંકી કાઢવામાં આવ્યા એટલુ જ નહી પણ કમલમ પર પ્રવેશબંધી કરવામાં આવી છે તે બાબત ગંભીર છે.
– મને એક વાત નથી સમજાતી કે આ તમામ ભ્રષ્ટાચારોને ઢાંકવાના પ્રયાસો સરકાર તરફથી કેમ કરવામાં આવે છે. આ બાબતે તો નિષ્પક્ષ તપાસ કરાવીને દોષીતોને સજા થવી જોઈએ. કટકી કરેલા પૈસા વસુસવા જોઈએ.
– વિપક્ષના નેતાઓને તો ખોટા કેસોમાં ફસાવીને પણ કાર્યવાહી કરવામાં આવે છે. ભાજપના આ બેવડું વલણ ગંભીર બાબત છે. જનતા ભાજપના આ ડબલ સ્ટાંડર્ડને ઓળખી ગઈ છે.

આ પણ વાંચો : ગુજરાતી ફિલ્મ 3 એક્કાના પ્રમોશનમાં મોટો વિવાદ, પ્રમોટરો બુટ-ચંપલ પહેરીને શિવજી મંદિરમાં પ્રવેશતા હિન્દૂ સંગઠનોમાં રોષ

મનોજ સોરઠિયા-humdekhengenews

હમાણા હમણાં જ કેટલા કિસ્સાઓ બહાર આવ્યા જેમ કે

૧) લાંગા અને રુપાણી પાંજરાપોળ જમીન કાંડ
૨) ડો ચગ આત્મહત્યા કાંડ
૩) વડોદરા મેયરના ભ્રષ્ટાચાર પત્રીકાકાંડ
૪) સિ આર પાટીલ ૮૦ કરોડ ફંડ કાંડ
૫) પેન ડ્રાઈવ પત્રીકાકાંડ
૬) હમણાં જમીન કોંભાડમાં નામ આવતુ પ્રદિપ સિંહ ભ્રસ્ટાચાર કાંડને કાંડ.

નિષ્પક્ષ તપાસ કરવા આમ આદમી પાર્ટીની માંગ

વધુમાં નેતાએ કહ્યું કે  આ બધા કેસોની તપાસ કોણ કરશે ? કેમ ભ્રસ્ટાચારીઓની વિરુધ કાર્યવાહી કરવાને બદલે કાંડ બહાર લાવવાવાળા પર કાર્યવાહી કરવામાં આવે છે ? આમ આદમી પાર્ટીની માંગ છે તે આ તમામ મામલામાં નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. ભાજપ ભ્રસ્ટ નેતાઓને બચાવવાનું બંધ કરે. અને કાર્યવાહી કરે.

આ પણ વાંચો : ફ્રાન્સનાં કૃષિ પ્રતિનિધી તિમોથી ડુફર પાટણની મુલાકાતે, પાટણમાં ચાલતી કૃષિ પદ્ધતિથી થયાં પ્રભાવિત

Back to top button