યુકેમાં કોરોનાનો નવો વેરિયન્ટ ‘Eris’ ઝડપથી ફેલાતા લોકોમાં ભય, જાણો આ વેરિયન્ટને લઈ WHOએ શું કહ્યું
- યુકેમાં કોરોનાનો નવો વેરિયન્ટ ફેલાયો
- કોરોના વાયરસ EG.5.1નો નવો વેરિઅન્ટ ખૂબ જ ઝડપથી ફેલાતા લોકોમાં ભય
કોરોના વાયરસ બાદ અલગ અલગ જગ્યાએથી કોરોના વાયરસના નવા નવા વેરિયન્ટો ફેલાતા જોવા મળી રહ્યા છે. ત્યારે આવો જ એક કોરોના વાયરસનો નવો વેરિયન્ટ યુકેમાં સામે આવ્યો છે. યુકેમાં કોરોના વાયરસ EG.5.1નો નવો વેરિઅન્ટ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. યુકે હેલ્થ સિક્યુરિટી એજન્સી દ્વારા કોરોનાના નવા વેરિઅન્ટને ‘Eris’ નામ આપવામાં આવ્યું છે.
આ પણ વાંચો : તોશાખાના કેસમાં પાકિસ્તાનના પૂર્વ PM ઈમરાન ખાન દોષિત, હવે નહીં લડી શકે ચૂંટણી; 3 વર્ષની સજા
‘એરિસ’એ 7 નવા કોરોના વેરિયન્ટ્સમાંથી એક
સ્વાસ્થ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર, કોરોનાનો નવો વેરિઅન્ટ ‘Eris’ ઝડપથી ફેલાતા ઓમિક્રોનમાંથી આવ્યો છે. ગયા મહિને તેનો પ્રથમ કેસ સામે આવ્યો હતો. યુકે હેલ્થ પ્રોટેક્શન એજન્સી (UKHSA) એ જણાવ્યું કે ‘એરિસ’ એ 7 નવા કોરોના વેરિયન્ટ્સમાંથી એક છે.UKHSA અનુસાર,એરિસની ઓળખ પ્રથમવાર 3 જુલાઈ, 2023ના રોજ આંતરરાષ્ટ્રીય સ્તરે કોરોના વાયરસના નવા પ્રકાર તરીકે કરવામાં આવી હતી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનેબે અઠવાડિયા પહેલા EG.5.1 વેરિઅન્ટને ટ્રેક કરવાનું શરૂ કર્યું હતું. WHOના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ ઘેબ્રેયેસસે કહ્યું હતું કે, લોકો રસી અને પ્રી-ઈન્ફેક્શન દ્વારા વધુ સારી રીતે સુરક્ષિત છે, પરંતુ દેશોએ તેમની તકેદારી ઓછી કરવી જોઈએ નહીં. નવો વેરિઅન્ટ કેટલું ખતરનાક છે તે અંગે તેમણે કહ્યું કે, નવો વેરિઅન્ટ વધુ ગંભીર હોવાના કોઈ સંકેત નથી. કારણ કે UKHSA ના નવા ડેટા દર્શાવે છે કે Erisથી સંક્રમિત દર્દીઓની સંખ્યા બ્રિટનમાં જોવા મળતા કોરોનાના નવા કેસોમાં 14.6 ટકા છે.
5.4 ટકા દર્દીઓમાં કોરોનાની પુષ્ટિ થઈ
UKHSAની રેસ્પિરેટરી ડેટામાર્ટ સિસ્ટમ દ્વારા 4,396 નમૂનાઓમાંથી માત્ર 5.4 ટકા દર્દીઓમાં કોરોનાની પુષ્ટિ થઈ હતી. જે અગાઉના અહેવાલમાં 4,403 માંથી 3.7 ટકા હતી. UKHSAના ઇમ્યુનાઇઝેશન ચીફ ડૉ.મેરી રામસેએ જણાવ્યું હતું કે આ અઠવાડિયાના રિપોર્ટમાં કોરોના વાયરસના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વૃદ્ધોમાં કોરોનાના વધુ કેસો સામે આવી રહ્યા છે. અમે દેખરેખ રાખી રહ્યા છીએ.તેમણે કહ્યું કે,નિયમિત અને સારી રીતે હાથ ધોવાથી તમને કોરોના અને અન્ય વાયરસથી બચાવવામાં મદદ મળે છે. જો તમને શ્વસન સંબંધી બીમારીના લક્ષણો હોય, તો શક્ય હોય ત્યાં અન્ય લોકોથી દૂર રહો.
આ પણ વાંચો : ઇકો સિસ્ટમને સંતુલિત કરતી વન વિભાગની વધુ એક અનોખી પહેલ, ડાંગના જંગલોમાંથી લુપ્ત થયેલા હરણનો વર્ષો બાદ પુન: વન પ્રવેશ