ઉત્તર ગુજરાતગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

બે મહિનાથી પણ ઓછા સમયમાં 7 આતંકી ATSના શિકંજામાં; થઇ શકે છે વધુ ધરપકડો

Text To Speech

અમદાવાદ: રાજ્યમાં આતંકીઓ પર એટીએસ દ્વારા સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પાછલા બે મહિનાથી પણ ઓછા સમયમાં 7 આતંકીઓને ઝડપી લીધા છે. જેનાબાદ નવા નવા ખુલાસા સામે આવી રહ્યા છે. આ વચ્ચે ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં આતંકીઓનો ડેરો હોવાની વિગતો સામે આવી રહી છે.

નોંધનીય છે કે, થોડાં દિવસો અગાઉ જ સૌરાષ્ટ્રમાં અલ કાયદા અને ISISનો પગ પેસરો થઈ ગયો હોવાના પુરાવા સ્વરૂપે ત્રણ આતંકીઓની ધરપકડ કરવામાં આવી હતી. તે પહેલા પણ માહિતીના આધારે ગુજરાત એટીએસની ટીમે 9મી જૂન 2023ના રોજ વહેલી સવારથી પોરબંદરના રેલવે સ્ટેશન પર ચાંપતી નજર રાખી હતી.આ ત્રણ યુવાનને આઇડેન્ટિફાઇ કરી વધુ પૂછપરછ માટે અટકાયત કરાઈ હતી.

15મી ઓગસ્ટના કાર્યક્રમોને જોતા એટીએસ એક્શન મોડમાં કામ કરી રહી છે. તેવામાં આગામી સમયમાં પણ નવા ખુલાસાઓ થઈ શકે છે. તે ઉપરાંત આ કેસમાં વધુ અન્ય ધરપકડો પણ થઈ શકે છે.

આ પણ વાંચો-માસૂમને અંધશ્રદ્ધાના ડામ! રાજકોટમાં બાળકી બીમાર પડતાં નિદાનના બદલે ધગધગતા ડામ અપાયા

આ ઉપરાંત અગાઉ પણ રાજકોટમાંથી ગુજરાત ATS દ્વારા બે આતંકવાદી ભાઈઓની ધરપકડ કરવામાં આવી હતી. યાત્રાધામ ચોટીલા ચામુંડા મંદિર સહિતના સૌરાષ્ટ્રના વિસ્તારોમાં લોન વુલ્ફ એટેક કરવાનું ખતરનાક ષડયંત્ર રચવામાં આવ્યું હતું, જે કેસમાં ISISના બે આતંકવાદી સગા ભાઇઓ એવા વસીમ આરીફ રામોડિયા અને નઈમ આરીફ રામોડિયાને સ્પેશિયલ NIA કોર્ટે દસ-દસ વર્ષની સખત કેદની સજા ફટકારી છે.

રાજકોટથી ઝડપાયેલા આતંકીને લઈ મોટો ખુલાસો થયો હતો. જેમાં આતંકી સેફ નવાઝના તાર જેતપુર પહોંચ્યા છે. તેમાં સેફ નવાઝે જેતપુરમાં રહી 5 વર્ષ સોની કામ કર્યું છે. તથા બંગાળી ભાઈઓને ત્યાં 5 વર્ષ સોની કામ કરતો હતો. મહમદ ખેરુદીન અને શાહબુદ્દીન શેખને ત્યાં કામ કરતો હતો. સોનીબજારમાં ઝડપાયેલા આતંકીઓના મામલે રાજકોટથી ઝડપાયેલા આતંકીઓના તાર જેતપુર પહોચ્યા છે. અલકાયદા માટે કામ કરતો આતંકી જેતપુરમાં 5 વર્ષ રહ્યો હતો. જેમાં સેફ નવાઝ જેતપુરમાં રહી પાંચ વર્ષ સુધી સોની કામ કરતો હતો.

આ પણ વાંચો-એકવાર ફરીથી રાજ્યમાં વધી રહ્યું છે વરસાદનું જોર; હવામાન વિભાગે કહ્યું- અતિભારે વરસાદ…

Back to top button