અમદાવાદગુજરાતટોપ ન્યૂઝનેશનલબિઝનેસ

રાજકોટ બાદ હવે અમદાવાદમાં પણ ત્રાટક્યું IT, કલ્પતરુ અને JMC ગ્રુપના દેશભરના 40 સ્થળોએ સર્ચ ઓપરેશન

Text To Speech

રાજકોટ બાદ અમદાવાદમાં આવકવેરા વિભાગ ત્રાટક્યું છે અને સર્ચ ઑપરેશન હાથ ધર્યું હતું. દેશના અગ્રગણ્ય કલ્પતરુ અને JMC ગ્રુપ પરના 40 જેટલા સ્થળોએ કથિત કરચોરીને લઈને દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડામાં કલ્પતરુ ગ્રુપના સ્થાપક મોફતરાજ મુનોત અને એમડી પરાગ મુનોતના ઘરો પર પણ સર્ચ કરવામાં આવ્યું હતું.

રેલવે અને રોડ સહિતના કામોમાં મોટું નામ

આવકવેરા વિભાગ દ્વારા જે કલ્પતરું અને જેએમસી ગ્રૂપ ઉપર દરોડા પાડવામાં આવ્યા છે તેમાં ગુજરાત, મુંબઈ, દિલ્લી સહિત 40 સ્થળો પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ બંન્ને ગ્રુપ રેલવે, રોડ સહિતના કામમાં મોટું નામ ધરાવે છે. ઇન્કમટેકસ વિભાગની અલગ અલગ ટીમોએ દેશભરની અલગ અલગ ઓફિસમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. અમદાવાદ સહિત રાજ્યની અન્ય 3 ઓફિસમાં પણ ઇન્કમેક્સ વિભાગે તપાસ હાથ ધરી હતી.

જવેલર્સને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા

ઉલ્લેખનીય છે કે ગત મહિને રાજકોટમાં પણ ઇન્કમટેક્સ વિભાગે રાજકોટના જાણીતા જ્વેલર્સને ત્યાં દરોડા પાડ્યા હતા. રાજકોટના શિલ્પા જવેલર્સ, રાધિકા જ્વેલર્સ અને જેપી જ્વેલર્સને ત્યાંથી મોટા પ્રમાણમાં હિસાબી વ્યવહારો મળ્યા છે . રાજકોટના ત્રણેય નામી જ્વેલર્સ અને ત્યાંથી મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો બહાર આવ્યા હતા. જેમાં 1300 કરોડ રૂપિયાના બિનહિસાબી વ્યવહારો મળ્યા છે. જેમાં 12 કરોડની જ્વેલરી અને રોકડ મળી આવી છે. 32 જેટલા સ્થળોએ તપાસ કરાઇ હતી. ઉપરાંત અનેક મિલકત સંબંધી ફાઇલો પણ મળી આવી હતી. તેને લઇને તપાસ હાથ ધરવામાં આવી હતી.

Back to top button