ટ્રેન્ડિંગધર્મ

ઘરમાં ક્યાં ન લગાવવી જોઇએ પૂર્વજોની તસવીર? શું થાય છે નુકશાન?

Text To Speech
  • પૂર્વજોની તસવીર ઘરમાં લગાવવી શુભ માનવામાં આવે છે
  • જોકે તસવીરો ક્યાં લગાવવી તેના પણ કેટલાક નિયમ છે
  • પૂર્વજોની તસવીરને કઇ દિશામાં લગાવવી તે સમજવુ જરૂરી છે

પૂર્વજોના મૃત્યુ બાદ તેમના આશીર્વાદ મેળવવા માટે અને તેમની યાદોને દિલમાં જાળવી રાખવા માટે આપણે આપણા ઘરમાં પૂર્વજોની તસવીર લગાવીએ છીએ. વાસ્તુના નિયમ અનુસાર ઘરમાં પુર્વજોની તસવીર લગાવવાથી તેમની છત્ર છાયા આપણા ઘર પર રહે છે. જોકે આ તસવીરોને ઘરમાં ક્યાં લગાવવી અને ક્યાં નહીં, તેને લઇને પણ વાસ્તુમાં નિયમો જણાવાયા છે.

ઘરમાં ક્યાં ન લગાવવી જોઇએ પુર્વજોની તસવીર? શું થાય છે નુકશાન? hum dekhenge news

આપણે ઘરમાં આપણા પુર્વજોની તસવીર ખૂબ જ આદર અને પ્રેમભાવથી લગાવીએ છે. પુર્વજોની તસવીર ઘરમાં લગાવવી શુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે પુર્વજો આપણને આશીર્વાદ આપે છે, જોકે આ તસવીર લગાવવામાં આપણે ઘણી ભુલો કરી બેસીએ છીએ. જેના કારણે ફાયદાની જગ્યાએ નુકશાન થઇ શકે છે. વાસ્તુના નિયમો અનુસાર ઘરમાં કઇ જગ્યાઓ પર પુર્વજોની તસવીર ન લગાવવી જોઇએ. આવો જાણીએ આ અંગે વાસ્તુના નિયમો શું કહે છે.

ઘરમાં ક્યાં ન લગાવવી જોઇએ પુર્વજોની તસવીર? શું થાય છે નુકશાન? hum dekhenge news

આટલુ રાખો ધ્યાન

  • પૂર્વજોના ફોટા ભુલથી પણ બેડરૂમમાં ન લગાવો, કીચન કે ડ્રોઇંગ રૂમમાં પણ તે ન લગાવવા જોઇએ. તેના કારણે તમારા ઘરની સુખ શાંતિ ભંગ થાય છે અને નકારાત્મક ઉર્જા સક્રિય થાય છે.
  • ઘરમાં જ્યાં પૂજાનું સ્થાન હોય ત્યાં ભુલથી પણ પૂર્વજોનો ફોટો ન લગાવવો જોઇએ. શાસ્ત્રોમાં ઘરના મંદિરમાં પૂર્વજોનો ફોટો લગાવવાની મનાઇ કરાઇ છે. તેને અશુભ માનવામાં આવે છે.
  • પૂર્વજોનો ફોટો ભુલથી પણ પરિવારના જીવિત સભ્યોની પાસે ન લગાવો. એવુ માનવામાં આવે છે કે આમ કરવાથી તમારા પરિવારના લોકો બીમાર રહેવા લાગે છે અને તમારા ઘરમાં નકારાત્મક ઉર્જાનું સ્તર વધવા લાગે છે.
  • ઘરમાં પૂર્વજોનો ફોટો લગાવવા માટે યોગ્ય દિશા દક્ષિણ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં દક્ષિણ દિશાને પૂર્વજોની દિશા માનવામાં આવે છે. આ દિશામાં સરસવના તેલનો દીવો દરેક અમાસના દિવસે પ્રગટાવવાથી પૂર્વજોનો રસ્તો રોશન થાય છે.

આ પણ વાંચોઃ શનિદેવની પીડા દુર કરવા આ રીતે કરો પીપળાની પૂજા

Back to top button