નેશનલ

મનીષ સિસોદિયાને સુપ્રીમ કોર્ટનો ઝટકો, પત્નીની બીમારીનું કારણ આપી કરી અરજી, છતાં જામીન નહીં

આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો લાગ્યો છે. તેને જામીન મળ્યા નથી. સિસોદિયાએ પત્નીની બીમારીને ટાંકીને જામીન માટે અરજી કરી હતી. દારુ કૌભાંડના આરોપી મનીષ સિસોદિયાને આખા ઓગસ્ટ મહિનામાં રાહત મળે તેમ લાગી રહ્યું છે.

સુપ્રીમ કોર્ટે શુક્રવારે સુનાવણી 4 સપ્ટેમ્બર સુધી ટાળી

દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના નેતા મનીષ સિસોદિયાને અત્યારે તિહાર જેલમાં જ રહેવું પડશે. તેમને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી નથી. કોર્ટે તેની જામીન અરજી પર તાકીદે સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. CBI અને ED દ્વારા દિલ્હી એક્સાઈઝ પોલિસી સંબંધિત બે કેસમાં AAP નેતા મનીષ સિસોદિયાની વચગાળાની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટે સુનાવણી 4 સપ્ટેમ્બર સુધી ટાળી દીધી છે. જેથી મનીષ સિસોદિયાને અત્યારે તિહાર જેલમાં જ રહેવું પડશે.

સીબીઆઈએ સુપ્રીમ કોર્ટમાં સિસોદિયાને જામીન ન આપવા કરી હતી અપીલ

અગાઉ, સુપ્રીમ કોર્ટે 14 જુલાઈના રોજ સીબીઆઈ અને EDને સિસોદિયા દ્વારા દાખલ કરવામાં આવેલી વચગાળાની જામીન અરજી પર તેમનો જવાબ આપવાનો નિર્દેશ આપ્યો હતો. ગુરુવારે સીબીઆઈએ સુપ્રીમ કોર્ટમાં સિસોદિયાને જામીન ન આપવા અપીલ કરી હતી. તપાસ એજન્સીએ આરોપ લગાવ્યો છે કે સિસોદિયા દિલ્હીના દારૂ કૌભાંડના કિંગપિન છે.

મનીષ સિસોદિયા-humdekhengenews

આ પણ વાંચો : પાટણના સાયન્સ સેન્ટરમાં લોકાર્પણથી અત્યાર સુધી 7 લાખથી વધુ પ્રવાસીઓ લઈ ચુક્યા છે મુલાકાત

મનીષ સિસોદિયાની પત્નીના મેડિકલ રિપોર્ટની તપાસ કરાઈ

જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ એસવીએન ભાટીની ખંડપીઠે મનીષ સિસોદિયાની પત્નીના મેડિકલ રિપોર્ટની તપાસ કર્યા બાદ કહ્યું કે તે એકદમ સ્વસ્થ છે અને તેથી બેંચ સિસોદિયાની વચગાળાની જામીન અરજીની સાથે તેમની નિયમિત જામીન અરજી પર પણ સુનાવણી કરશે.

દારૂના કૌભાંડમાં તેમની કથિત ભૂમિકા માટે કરાઈ હતી ધરપકડ

સિસોદિયાને સીબીઆઈ દ્વારા 26 ફેબ્રુઆરી 2023 ના રોજ દારૂના કૌભાંડમાં તેમની કથિત ભૂમિકા માટે ધરપકડ કરવામાં આવી હતી જ્યારે તેઓ દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન હતા. ત્યારથી તે જેલમાં છે. તે જ સમયે, EDએ દારૂ કૌભાંડ કેસમાં જ મની લોન્ડરિંગના આરોપમાં 9 માર્ચે સિસોદિયાની ધરપકડ કરી હતી. આ પહેલા ઈડીએ તિહાર જેલમાં જ તેની પૂછપરછ કરી હતી.

આ પણ વાંચો : અમદાવાદમાં દારૂબંધીના લીરેલીરા: થલતેજ-શીલજ બ્રિજ નીચે બેરોકટોક દારૂનું વેચાણ

Back to top button