ગુજરાત

કરમાવદ તળાવમાં પાણી નાખવાની માગણી સરકારે સ્વીકારી

Text To Speech

પાલનપુર: બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના કરમાવદ તળાવમાં પાણી નાખવાના મુદ્દે છેલ્લા પાંસઠ દિવસથી ચાલી રહેલા આંદોલનનો હવે અંત આવ્યો છે. જળ આંદોલન સમિતિ અને કિસાન સંઘના સભ્યોએ કરેલી રજૂઆતને રાજ્યના મુખ્યમંત્રીએ સ્વિકારી છે.

પાણીની આ યોજના માટે રૂ. 550 કરોડ મંજુર કરાશે
વડગામ તાલુકાના 125 ગામોના ખેડૂતો કરમાવદ તળાવમાં પાણી નાખવાના મુદ્દે છેલ્લા પાંસઠ દિવસથી જળ આંદોલન ચલાવી રહ્યા હતા.ત્યારે છેલ્લે પાલનપુર આવેલા મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે સમિતિના સભ્યો અને મહિલા પશુપાલકોની બેઠક મળી હતી. જેમાં આ પ્રશ્ને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હકારાત્મક અભિગમ દાખવી ગાંધીનગર ખાતે આવવા જણાવ્યું હતું. જેના પગલે જળ આંદોલન સમિતિના પ્રમુખ એમ.એમ. ગઢવી, સમિતિના સભ્ય અને કિસાન સંઘના સદસ્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળ્યા હતા. જ્યાં સરકાર સાથે ચર્ચા થઈ હતી. આ અંગે સમિતિના પ્રમુખ એમ. એમ. ગઢવીએ જણાવ્યું હતું કે,મોકેશ્વર ડેમમાં 300 ક્યૂસેક પાણી અને 100 ક્યૂસેક પાણી કરમાવદ તળાવમાં નાખવામાં આવશે. સરકાર આ અંગે ટૂંક સમયમાં જાહેરાત કરશે. કરમાવદ તળાવમાં પાણી નાખવા માટે રૂ. 550 કરોડના થનારા ખર્ચને મંજૂરી આપવામાં આવશે. આમ કરમાવદમાં પાણી નાંખવાની માગણી સંતોષાતાં જળ આંદોલન સમિતિએ પાણી માટેના આંદોલનની સમાપ્તિની જાહેરાત કરી હતી.

Back to top button