અમદાવાદઉત્તર ગુજરાતગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

બ્રેકિંગ ન્યૂઝ: અમદાવાદ જમીન માપણી કચેરીના ભ્રષ્ટાચાર અંગે ચોંકાવનારા ખુલાસા; થયા અનેક પર્દાફાશ

અમદાવાદ: મહેસુલ વિભાગમાં ભ્રષ્ટાચારનું ભૂત સમયાંતર ધૂણતું જ હોય છે. અમદાવાદ જમીન માપણીમાં ચાલતા ભ્રષ્ટાચાર અંગે અનેક ચોંકાવનારા ખુલાસાઓ થયા છે. એક સામાન્ય વ્યક્તિ દ્વારા કરેલી અરજી ખુલાસાઓ અને આરોપો સામે આવ્યા છે. આ અરજીમાં અમદાવાદ મહેસુલ અધિકારીઓ કામ કરવા માટે કરતાં તોડપાણીના ચાલતા ભાવ સહિતની માહિતી આપવામાં આવી છે. આ સમાચારે સરકાર અને મહેસુલ વિભાગનું નાક કપાવી નાંખ્યું છે. ડબલ એન્જિનની સરકારમાં સરકારી અધિકારીઓ લોકોનું ડગલેને પગલે શોષણ કરી રહ્યાં છે. તે વાતથી પોતે સરકાર જ અજાણ છે. તેથી સરકારે સામાન્ય લોકોની અરજીઓ પર ધ્યાન આપવું રહ્યું. પરંતુ એક સામાન્ય વ્યક્તિ દ્વારા કરેલી અરજી સરકારી મહેકમ માટે બોમ્બ સમાન છે. કેમ કે તેને અધિકારીઓને ખુલ્લા પાડી દીધા છે. આ માહિતી સરકાર માટે પણ શરમજનક બની રહેશે.

આ અરજીમાં અધિકારીઓએ કામ કરવાના પોતાના ભાવ પણ નક્કી કર્યા હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે. તે ઉપરાંત વર્ષોથી એક જ જગ્યા પર નોકરી કરતાં અધિકારીઓની પણ માહિતી આપવામાં આવી છે. સરકારી કાયદા અનુસાર, કોઈ ચોક્કસ મુદ્દત પછી સરકારી અધિકારીની બદલી થઈ જતી હોય છે પરંતુ અમદાવાદની ઓફિસમાં કેટલાક અધિકારીઓ એવા છે, જેઓ વર્ષોથી ફરજ બજાવી રહ્યાં છે.

તે ઉપરાંત તેવા પણ આક્ષેપ કરવામાં આવી રહ્યાં છે કે, અમદાવાદ માપણી કચેરીમાં કામ કરતાં અનેક અધિકારીઓએ હમણા જ કરોડો રૂપિયાની નવી પ્રોપર્ટી વસાવી છે. જે તપાસનો વિષય છે. આ કચેરી ભ્રષ્ટાચારમાં એટલી તો ડૂબી ગઈ છે કે, અરજદારના કામ માટે આંગળી હલાવે તેના પણ પૈસા પડાવી રહી છે. દાખલા તરીકે ક્ષેત્રફળની વધઘટ હોય તો હુમક  (કેજીપીની નોંધ) માટે પણ પૈસા પડાવવામાં આવી રહ્યાં છે. જણાવી દઇએ કે, મહેસુલ વિભાગના કામોની ગૂંચવણને કારણે અધિકારીઓ પાસેથી લાખો રૂપિયા પડાવી લેતા હોય છે. રાજ્યભરમાં ડીઆઈએલઆરો અરજદારો માટે મુશ્કેલીઓ ઉભી કરતાં હોવાના સમાચાર  પણ સામે આવી રહ્યાં છે. આવા અધિકારીઓએ પોતાની તિજોરીઓ ભરવા માટે અવનવા કાયદાઓ અને નીતિ-નિયમો ગણાવીને અરજદારો પાસેથી કામ કરવા માટે મસમોટા પૈસા પડાવવા માટે એક અભેદ સિસ્ટમ તૈયાર કરી દીધી છે.

મહેસુલ વિભાગના અધિકારીઓની કાયદાકીય ગૂંચવણ; ખેડૂત પોતે જ લઈ શકતો નથી “ખેડૂત પ્રમાણપત્ર”

ડિઆઈએલઆરોએ તો પૈસા ઉઘરાવવા માટે પણ માણસો રાખી દિધા હોવાની માહિતી પણ સામે આવી રહી છે. અમદાવાદ જમીન માપણી કચેરીના અધિકારીઓની ઈડી કે સીબીઆઈ પાસે તપાસ કરાવવામાં આવે તો આવક કરતાં 100 ઘણી વધારે સંપત્તિ મળી શકે છે. એવું નથી કે અમદાવાદના અધિકારીઓ પાસેથી જ આવક કરતાં બમણી સંપત્તિ મળશે, રાજ્યભરના ડીઆઈએલઆરોની તપાસ કરાવવામાં આવે તો સરકારની તિજોરી છલકાઇ જશે. અમદાવાદ ખાતેની જમીન માપણી કચેરીમાં એકદમ સરળ અને સમૂથ રીતે ભ્રષ્ટાચાર થતો રહે તે માટે એક સિસ્ટમ જ તૈયાર કરી દેવામાં આવી છે. આ સિસ્ટમના ચક્કરમાં ફસાઇને એક સામાન્ય નાગરિકે કંટાળીને તેનો પર્દાફાશ કરી દીધો છે.

ભ્રષ્ટાચાર કરવા માટે બનાવી છે એક આખી સિસ્ટમ

અમદાવાદ ખાતે આવેલી જમીન માપણીની કચેરીમાં પ્રથમ તો દલાલોનું રાજ ચાલે છે. તેની સાથે ઓફિસના કર્મચારીઓ પણ ભળેલા છે. જેમ કે આપણા તરફથી ઓનલાઈન માપણી અરજીનું સોફ્ટવેર બનાવેલ છે, જેમાં માપણી અરજી કરવાની થાય છે. જે અરજી પહેલા જેવી અરજી કરતાં એટલે માપણી ફી ભરાઈ જતી, હવે અરજીની સ્કુટી થાય છે, જે વહેલા સ્કુટીની કરવા માટે પણ કચેરીના સેવક તરીકે કશ્યપ નામના સેવકને 500 રૂપિયા આપો તો સ્કૂટી થાય છે.

મહેસુલ વિભાગ અમદાવાદ અરજદાર અરજી- હમ દેખેગે ન્યૂઝ
મહેસુલ વિભાગ અમદાવાદ અરજદાર અરજી- હમ દેખેગે ન્યૂઝ

કશ્યપ અંકીત ચૌધરીનો ફોલ્ડર છે. તેના બધા વહીવટ કશ્યપ પંચાલ કરે છે. તે પછી ફી ભર્યા બાદ કેસ કોને ફાળવવો તેના માટે 1000 રૂપિયા કશ્યપ પંચાલને આપો એટલે જે સર્વેયરને ફાળવવો હોય તેના પાસે જાય. શરતચૂકથી કેસ કોઈ અન્ય સર્વેયરને ફળવાયો હોય તો તેની જોડેથી રિર્ટન કરાવીને કોઈ ખાસ સર્વેયરને ફાળવવો હોય તો તેને રિટર્ન કરવાના 25000 રૂપિયા આપો તો તે કામ પણ થાય.

ગુજરાતમાં રિ-સર્વેની કામગીરીમાં વ્યાપાક ભ્રષ્ટાચાર: અધિકારીઓની રહેમથી સરકારની જ જમીન થઈ ગઈ ઓછી

આમ પ્રથમ તો કશ્યપ પંચાલથી શરૂઆત થાય. કચેરીના સ્કૂટીની સર્વેયર સુહાગ પટેલ અને અંકીત ચૌધરી પહેલા માપણીશીટની નકલના 500 રૂપિયા લેતા પછી 1000 રૂપિયા કર્યા અને હવે 2000 રૂપિયા કરવાની વાત ચાલી રહી છે. જો આ લોકોને પૈસા ના આપો તો બિનજરૂરી વાંધા ઉઢાવીને કેસ સર્વેયરને પાછો આપવાનો, 7/12ના પાનીયા અલગ કરવાના પહેલા નક્કી કરવા પડે, જે ઓછામાં ઓછા 3000 રૂપિયા આપો તો કેસ આગળ વધે.

તે પછી કે.પી ગોસ્વીમી કેસમાં દાખલ કરવાના તથા કેસને 9/12ના પાનીયા અલગ કરવાના 5000થી 10000 ન અપો તે કેસ માપણી અધિકારી પાસે ન જાય. પરંતુ ગોસ્વામીથી પણ પહેલા પંકજ દેસાઈ આવે છે, તે ક્યા હોદ્દા પર છે તેનો ખ્યાલ નથી પરંતુ કર્મચારી મંડળનો નેતા છે. એટલે જ્યારે પૂછીએ તો તે ગાંધીનગર જ હોય છે, તેની સહી વગર કેસ આગળ ન જાય, તે કેબિનમાં મયંક સક્શેના અને સુનીલ વાઘેલા છે અને એક યશ પંચાલ છે, જે એક સેવક છે. તે પણ આ લોકોનો એજન્ટ છે. આ કેબિન તો કંઈ જુદી જ હવામાં ફરે છે. આ કેબિનના ભાવ ઉંચા છે.

મહેસુલ વિભાગ અરજી- હમ દેખેગે ન્યૂઝ

કચેરીમાં દરેક સર્વેયર અને કર્મચારી દલાલી કરીને ખુલ્લાઆમ ભ્રષ્ટાચાર કરે છે, તે ઉપરાંત ખુબ જ ઉદ્ધત વર્તન કરે છે.

આ કચેરીમાં હવે અધિકારી બ્રિજેશ ભાઇ તો કેસ જોઇને ભાવ નક્કી કરે છે અને નક્કી કર્યા પછી થશે કે કેમ તેની કોઈ ગેરંટી નથી. ભાવ વધી પણ જાય. હમણા નવી આપેલી સત્તા અનુસાર ખેતરના બાકી કબજેદારોની સંમતિ ના હોય તો પણ માપણી અધિકારી નિર્ણય લઈ 7/12ના ભાગલા કરી શકે છે. તેનો ભાવ અમારી જાણકારી મુજબ પાંચ લાખ રૂપિયા છે. આટલા પૈસા આપવા છતાં કામ થશે કે નહીં તેની કોઈ ગેરંટી નથી. ભાવ વધે પણ ખરો.

રાજ્યમાં રેવન્યૂ અધિકારી બેફામ; લોકશાહીને બનાવી દીધી રાજાશાહી- મનફાવે તેમ કરે છે ભ્રષ્ટાચાર!!!

રી સર્વેના સુધારાઓમાં મેહુલ વણકર સીનિયર સર્વેયર તેનો ભાવ તો અલગ ચાલે છે. જેઓ કહે તે પ્રમાણે દેસક્રોઈ તાલુકામાં સુધારો થાય છે. તેવા ભાવ પણ લેવામાં આવે છે.

રિ સર્વેનો સુધારો 150000થી બે લાખ રૂપિયામાં થાય છે, જેમાં નાયબ નિયામક પણ સામેલ છે. બિન ખેતીનો અભિપ્રાય ડીએમ ચૌહાણ જે 10000 સિવાય અભિપ્રાય આપતા નથી, જેમને હવે પ્રમોશન મળવાનું છે. આ વર્ગ 3 કર્મચારી મંડળના નેતા છે.

મહેસુલ વિભાગ ભ્રષ્ટાચાર અરજી- હમ દેખેગે ન્યૂઝ
મહેસુલ વિભાગ ભ્રષ્ટાચાર અરજી- હમ દેખેગે ન્યૂઝ

તે ઉપરાંત ઘણા કર્મચારી છેલ્લા અગિયાર વર્ષથી આ કચેરીમાં ફરજ બજાવે છે. તેવામાં અરજદારે પ્રશ્ન કર્યો છે કે, શું આ કર્મચારીઓને કોઈ બદલીના નિયમો લાગું પડતા નથી?

કચેરીમાં ભ્રષ્ટાચારી અધિકારીઓનો શું છે ભાવ?

ઉલ્લેખનિય છે કે, અધિક મુખ્ય સચિવ- ACS મનોજ દાસ મહેસુલ વિભાગના ભ્રષ્ટાચારને ડામવા માટે કમર કસી રહ્યાં છે. પરંતુ આ વિભાગમાં તો પટાવાળાથી લઈને ઉપલા અધિકારીઓ સુધી ભ્રષ્ટાચારનું દૂષણ ઘૂસેલું છે. તેવામાં અમદાવાદ જમીન માપણી અધિકારીઓ ઉપર એક્શન લઈને રાજ્યભરના તમામ મહેસુલી અધિકારીઓ માટે મનોજ દાસ દાખલો બેસાડી શકશે ખરા…

અધિક મુખ્ય સચિવ બનતાં જ મનોજ દાસનો સપાટો- 100 મહેસુલ અધિકારીઓને ફટકાર્યો મેમો

Back to top button