ટ્રેન્ડિંગનેશનલલાઈફસ્ટાઈલ

હાય રે મોંઘવારી! ટામેટાંના ભાવ હજુ વધશેઃ 300 રૂપિયા સુધી જશે!

  • મોંઘવારી કાબુમાં આવે તેવી શક્યતા નહીંવત
  • ટામેટાંની ગ્રેવી હમણાં નહીં ખવાય
  • શિમલા મિર્ચ પણ મોંઘા બનતા વપરાશ ઘટ્યો

નવી દિલ્હી: રસોડામાં રોજ ઉપયોગમાં લેવાતાં ટામેટાં હવે સામાન્ય લોકોની પહોંચથી દૂર થઇ ગયાં છે. જથ્થાબંધ વેપારીઓના જણાવ્યા મુજબ ટામેટાંમાં લાગેલી આગ હજુ વધુ ભડકે બળે તેવી શક્યતા છે. ટામેટાં હાલમાં 180થી 200 રૂપિયે કિલોના ભાવે મળી રહ્યાં છે. આ કિંમત વધીને 300 રૂપિયે કિલો સુધી જઇ શકે છે. ટામેટાંના ભાવ છેલ્લા એક મહિનાથી આકાશને આંબી રહ્યા છે. ભારે વરસાદના કારણે ટામેટાં ઉત્પાદક વિસ્તારોમાં તેના ઉત્પાદન અને સપ્લાયમાં આવી રહેલી પરેશાનીઓના લીધે આવું થઇ રહ્યું છે.

વેપારીઓ ભોગવી રહ્યા છે નુકશાન

એગ્રીકલ્ચર પ્રોડ્યૂસ માર્કેટિંગ કમિટીના સભ્ય કૌશિકે જણાવ્યું કે ટામેટાં, શિમલા મરચાં જેવાં ઘણાં ‌સિઝનલ શાકભાજીના ભાવમાં થઇ રહેલા જોરદાર વધારા બાદ તેના વેચાણમાં ખૂબ જ ઘટાડો થયો છે. આ કારણે જથ્થાબંધ વેપારીઓ સહિત રિટેલ વેપારીઓને પણ ભારે નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. તેમણે કહ્યું કે ટામેટાંના ભાવ હવે 160 રૂપિયે કિલોથી વધીને 220 રૂપિયે પ્રતિકિલો સુધી પહોંચી ચૂક્યા છે અને તેના કારણે રિટેલ બજારમાં આ શાકભાજીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.

ટામેટાંના ભાવ દઝાડશેઃ ભાવ 300 રૂપિયા સુધી જશે! hum dekhenge news

મધર ડેરીએ કરી દીધો ભાવ વધારો

આ બધા વચ્ચે મધર ડેરીએ પોતાના સફળ રિટેલ સ્ટોર્સ દ્વારા બુધવારે ટામેટાંને 259 રૂપિયે પ્રતિકિલોના ભાવે વેચવાનું શરૂ કરી દીધું છે. આઝાદપુર શાકમાર્કેટના જથ્થાબંધ વેપારી સંજય ભગતે જણાવ્યું કે હિમાચલ પ્રદેશમાં લેન્ડ સ્લાઇડ અને ભારે વરસાદના કારણે શાકભાજી લાવવા-લઇ જવામાં ભારે તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. આ કારણે ઉત્પાદકોને ટામેટાં સહિતનાં શાકભાજીના ટ્રાન્સપોર્ટેશનમાં સામાન્ય સમય કરતાં છથી આઠ કલાક વધુ લાગી રહ્યા છે. આ કારણે ટામેટાંના ભાવ 300 રૂપિયે પ્રતિકિલો સુધી જાય તેવી શક્યતા છે.

ટામેટાંના ભાવ દઝાડશેઃ ભાવ 300 રૂપિયા સુધી જશે! hum dekhenge news

ક્વોલિટી બગડતા વેચાણમાં તકલીફ

હિમાચલ અને કર્ણાટકની સાથે મહારાષ્ટ્રથી આવતાં શાકભાજીની ક્વોલિટીમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. આ કારણે તેના વેચાણમાં પણ તકલીફ થઈ છે. શાકભાજી માર્કેટના જથ્થાબંધ વેપારીઓ કહે છે કે આવનારા સમયમાં ટામેટાંના ભાવ રૂ. 300 પ્રતિકિલો સુધી જઇ શકે છે. દિલ્હીની બોર્ડર પર આવેલા નોઇડામાં ટામેટાં હાલમાં પણ 300 રૂપિયે પ્રતિકિલોના ભાવે મળી રહ્યાં છે.

આ પણ વાંચોઃ ડેંગ્યુમાં શું ખાવુ અને શું અવોઇડ કરવુ

Back to top button