ટોપ ન્યૂઝનેશનલ

ભારતના આ પાડોશી દેશમાં હવે માત્ર 2 જ કલાક વાપરી શકાશે મોબાઈલ ફોન, જાણો કેમ

  • ચીનમાં બાળકોના મોબાઈલ વાપરવા પર કડક કાયદો
  • 16થી 18 વર્ષની વય જૂથના બાળકોને ફોનનો ઉપયોગ કરવા માટે બે કલાકની છૂટ
  • આઠ વર્ષથી ઓછી વયના બાળકોને માત્ર આઠ મિનિટની છૂટ આપવામાં આવશે

હાલના સમયમાં લોકો ફોનથી એટલા આદિ થઈ ગયા છે કે, તેના વગર તેમને જીવન અધૂરું લાગવા લાગે છે. મોબાઈલ ફોન વગર તેમના જીવનમાં કંઈ હોય જ નહિ તેમ લાગતું હોય છે. તારી આવી પરિસ્થિતિ વચ્ચે ભારતના પાડોશી દેશમાં બાળકોના મોબાઈલ વાપરવા પર એક કડક કાયદો આવી રહ્યો છે.

બાળકો રાત્રે ઈન્ટરનેટનો ઉપયોગ ન કરી શકે તેવો મોડ હોવો જોઈએ
અહેવાલ થકી મળતી માહિતી અનુસાર,ભારતના પડોશી દેશ ચીનમાં હવે બાળકોના મોબાઈલ વાપરવા પર એક કડક કાયદો આવી રહ્યો છે. સાયબર સ્પેસ રેગ્યુલેટરે બુધવારે જણાવ્યું છે કે, 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોએ માત્ર બે કલાક ફોનનો ઉપયોગ કરવો જોઈએ. આ સાથે સ્માર્ટફોન કંપનીઓએ એવો મોડ તૈયાર કરવો જોઈએ જેથી બાળકો રાત્રે ઈન્ટરનેટનો ઉપયોગ ન કરી શકે. આ તરફ આ માહિતી બહાર આવતાની સાથે જ ટેકનિકલ કંપનીઓના શેરમાં ઘટાડો થવા લાગ્યો છે.

આ પણ વાંચો : સ્કૂલમાં મોબાઇલ વાપરતા શિક્ષકો હવે ચેતી જજો ! અમદાવાદના ડીઇઓએ જાહેર કર્યો પરિપત્ર

ઈન્ટરનેટનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ
ચીનના સાયબર સ્પેસ એડમિનિસ્ટ્રેશન (CAC)એ જણાવ્યું હતું કે, તે સ્માર્ટ ઉપકરણ પ્રદાતાઓ એક નાનો મોડ પ્રોગ્રામ રજૂ કરવા માંગે છે. જે 18 વર્ષથી ઓછી ઉંમરના વપરાશકર્તાઓને રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યાની વચ્ચે મોબાઈલ પર ઈન્ટરનેટનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકે છે.વધુમાં CAC એ જણાવ્યું હતું કે, સૂચિત સુધારા માટે પ્રદાતાઓને સમયમર્યાદા નક્કી કરવાની પણ જરૂર પડશે. 16થી 18 વર્ષની વય જૂથના બાળકોને ફોનનો ઉપયોગ કરવા માટે દરરોજ બે કલાકની છૂટ આપવામાં આવશે. આ ઉપરાંત આઠથી 16 વર્ષની વયના બાળકોને એક કલાકની છૂટ આપવામાં આવશે જ્યારે આઠ વર્ષથી ઓછી વયના બાળકોને માત્ર આઠ મિનિટની છૂટ આપવામાં આવશે. જોકે આ દરખાસ્ત રોકાણકારોને સારી લાગી નથી.

ચીની ટેક કંપનીઓના શેરમાં ઘટાડો જોવા મળ્યો
મહત્વનું છે કે,CACએ ડ્રાફ્ટ રજૂ કર્યો છે. તેમણે આ અંગે 2 સપ્ટેમ્બર સુધીમાં જનતાનો અભિપ્રાય માંગ્યો છે.આ પછી હોંગકોંગમાં બપોર પછીના વેપારમાં ચીની ટેક કંપનીઓના શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. શાંઘાઈ શેનલુન લો ફર્મના વકીલ જિયા હૈલોંગે જણાવ્યું હતું કે, આ નિયમો ઇન્ટરનેટ કંપનીઓ માટે માથાનો દુખાવો બનાવશે. તેમણે કહ્યું કે, આ નિયમોનો અમલ સરળ નથી. બિન-પાલનનું જોખમ પણ ખૂબ ઊંચું હશે. તેમણે કહ્યું કે હું માનું છું કે, આવી સ્થિતિમાં ઘણી ઈન્ટરનેટ કંપનીઓ સગીરોને તેમની સેવાઓનો સીધો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકવા પર વિચાર કરી શકે છે.

આ પણ વાંચો : લેપટોપ, ટેબ્લેટ અને પર્સનલ કમ્પ્યુટર્સને લઈ મોદી સરકારનો મોટો નિર્ણય,જાણો વધુ

Back to top button