ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મણિપુરના વિનાશ પછી જમ્મુ-કાશ્મીરનો વારો; એસટી દરજ્જાનો ‘જીન’ કઢાયો બહાર

શ્રીનગર: ભારતીય જનતા પાર્ટી (BJP)ની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર દ્વારા ‘ઉચ્ચ’ જાતિના ‘પહાડીઓ’ને આદિજાતિનો દરજ્જો આપવાના બિલે જમ્મુ અને કાશ્મીરમાં મોટો વિવાદ ઉભો કર્યો છે, જેના કારણે ગુર્જર અને બકરવાલ સમુદાયો આવતા મહિને રસ્તા પર ઉતરી આવવાની ધમકી આપી દીધી છે.

કેન્દ્ર સરકારે ગુરૂવાર (27 જૂલાઈ)એ લોકસભામાં બંધારણ (જમ્મુ   અને કાશ્મીર) અનુસૂચિત જનજાતિ આદેશ (સંશોધન) બિલ-2023 રજૂ કર્યું, જે હેઠળ જમ્મુ કાશ્મીરમાં ભાષાના આધારે અલ્પસંખ્યક પહાડી સમુદાયને અનુસૂચિત જનજાતિના રૂપમાં દર્શાવવા લગભગ નક્કી જ છે.

જો આ બિલ પસાર થઈ જાય છે તો આ કોઈ ભાષાના રૂપમાં આદિજાતિનો (આદિવાસી, એસટી) દરજ્જો આપવાનો પ્રથમ બિલ બની જશે. આ મુદ્દાને લઈને ગુર્જર અને બકરવાલ જાતિના લોકોમાં નારાજગી જોવા મળી રહી છે, તેમનો આરોપ છે કે કેન્દ્ર સરકાર જમ્મુ કાશ્મીરમાં એક સમાજના લોકોને બીજા સમાજ વિરૂદ્ધ ઉભો કરીને મણિપુર જેવી સ્થિતિ પેદા કરવા જઈ રહી છે.

સરકાર પર જાતિ પ્રમાણે વિભાજન કરવાનો આરોપ

ગુર્જર નેતા અને ઓલ રિઝર્વ કેટેગરી જોઇન્ટ એક્શન કમેટી (એઆરસીજેએસી)ના સંસ્થાપક સભ્ય તાલિબ હુસૈને કહ્યું કે, બિલનો ઉદ્દેશ્ય મુસ્લિમ-બહુમતિ ક્ષેત્રમાં જાતિ વિભાજન ઉભો કરવાનો છે. એઆરસીજેએસીની રચના પાછલા વર્ષે અનુસૂચિત જનજાતિ સૂચીમાં પહાડીયોંને સામેલ કરવાના વિરોધ કરવા માટે થયો હતો.

તેમણે મીડિયાને જણાવ્યું કે, ભાજપા રાજકીય લાભ માટે જમ્મુ કાશ્મીરમાં મણિપુર પ્રયોગને એકવાર ફરીથી ઉપયોગ કરવા ઈચ્છે છે. અમારો બેરોજગારી દર દેશમાં સૌથી વધારે છે અને લોકો દુખી છે. બીજેપીની નીતિના કારણે ડોગરા વોટ બેંક પણ ભાજપાના હાથમાંથી સરકી રહ્યું છે કેમ કે સરકારની ખોટી નીતિઓના કારણે સ્થાનિક લોકોએ પોતાના વ્યાપાર અને અન્ય તકો ગુમાવી દીધી છે. સરકારની અવનવી નીતિઓના કારણે આર્થિક રીતે સક્ષમ ગેર-સ્થાનિક લોકોએ સ્થાનિક લોકો પાસેથી ધંધો પડાવી લીધો હોવાના આરોપ સામે આવી રહ્યાં છે.

હુસૈને કહ્યું, આ બિલનો હેતુ ભાજપાની નિષ્ફળતાઓને છૂપાવવા અને લોકોને વિભાજન કરવાનો છે, પરંતુ અમે આનો પૂરી શક્તિથી વિરોધ કરીશું.

રાજૌરી જિલ્લાના અન્ય એક ગુર્જર નેતા જાહિદ પરવાજ ચૌધરીએ કહ્યું કે, આ બિલ ભાજપા દ્વારા જમ્મુ કાશ્મીરના આદિવાસી સમુદાયની ઓળખને નષ્ટ કરીને વોટ બેંક બનાવવાની એક કોશિશ છે.

તેમણે કહ્યું, આ જમ્મુ કાશ્મીરના આદિવાસીઓની ઓળખ પર હુમલો છે. આ હિમાચલ પ્રદેશ અને હવે મણિપુરની જેવું કરવામાં આવી રહ્યું છે. જમ્મુ કાશ્મીરના આદિવાસી સમુદાય આ નિર્ણયનો સ્વીકાર કરશે નહીં.

2011ની વસ્તી ગણતરી અનુસાર, જમ્મુ કાશ્મીરમાં 8થી 12 લાખ પહાડી ભાષી લોકો અને લગભગ 15 લાખ ગુર્જર અને બકરવાલ રહે છે, જેમાંથી મોટાભાગના પીર પંજાલ વિસ્તારમાં રહે છે, જેમાં જમ્મુ સંભાગના રાજૌરી અને પૂંછ જિલ્લો સામેલ છે.

જમ્મુના રહેવાસી રાજનીતિ વિશ્લેષક જફર ચૌધરી અનુસાર, બંને સમૂહ મળીને જમ્મુ કાશ્મીરની 25 વિધાનસભા સીટો પર ચૂંટણીના પરિણામોને પ્રભાવિત કરી શકે છે. તેમણે આગળ કહ્યું કે, ભાજપા પહાડીઓને લાલચમાં લઈને આ સીટો પર પોતાની સંભાવનાઓ ઉજ્જવળ કરવાની આશા રાખી રહી છે.

ગુર્જર-બકરવાલ જનજાતિ અને પહાડી સમાજ

ગુર્જર-બકરવાલ જનજાતિ અને પહાડી સમુદાય સમાજ એક જેવી જ સમાજિક અને સંસ્કૃતિ ધરાવે છે અને એકસાથે મળીને પીર પંજાલ ક્ષેત્રમાં બહુમતી બનાવે છે. ગૂર્જર મોટાભાગે પોતાની ભેંસો, ગેટા-બકરાઓ સાથે કાશ્મીર અને જમ્મુ ક્ષેત્રોમાં ફરીને પોતાનું જીવન વ્યતિત કરે છે.

બીજી તરફ પહાડી સમુદાય જાતિ અને અન્ય જાતિય વિભાજનોવાળી એક સામાજિક રૂપથી વ્યવસ્થિત સમુદાય છે. આમાં મોટા ભાગે આર્થિક રૂપથી સંપન્ન અને સાંસ્કૃતિક રૂપથી બંધાયેલા લોકો છે, જે ભાષા થકી એકબીજા સાથે જોડાયેલા છે.

કેન્દ્ર સરકાર દ્વારા 2019માં અનુચ્છેદ 370 હટાવ્યા પછી કાશ્મીર ઘાટીમાં એક નક્કર ચૂંટણી આધાર મેળવવા માટે સંઘર્ષ કરી રહેલી ભાજપા પીર પંજાલ ક્ષેત્રમાં પોતાની પેઠ બનાવવાની કોશિશ કરી રહી છે, જ્યાં તેને કથિત રીતે ગુર્જરો, બકરવાલો અને પહાડીઓ વચ્ચે વિભાજન ઉભો કરીને નેશનલ કોન્ફ્રન્સ (એનસી) અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી) જેવી પારંપરિક પાર્ટીઓની સંભાવનાઓને નુકશાન પહોંચાડવાની પ્લાનિંગ છે.

25 ડિસેમ્બર 2019માં પહાડિયોના એક પ્રતિનિધિમંડળે સમુદાય માટે એસટી દરજ્જાની માંગ કરતાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. જાન્યુઆરી 2020માં પહાડીઓને ઓબીસી ક્ષેત્રમાં 4 ટકા અનામત આપવામાં આવી હતી.

એક વર્ષ પછી સરકાર દ્વારા જીડી શર્માની અધ્યક્ષતામાં સામાજિક અને શૈક્ષણિક રૂપથી પછાત વર્ગો પર જમ્મુ કાશ્મીર આયોગની સ્થાપના કરવામાં આવી. પોતાના 2022ના રિપોર્ટમાં આયોગે પહાડી, પદ્દારી, કોલી અને ગડ્ડા બ્રાહ્મણ સમાજને અનુસૂચિત જનજાતિમાં સામેલ કરવાની ભલામણ કરી છે.

નવેમ્બર 2022માં રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગે ભારતના રજિસ્ટ્રાર જનરલની ભલામણ પછી પ્રસ્તાવને સમર્થન આપી દેવામાં આવ્યું.

ગુર્જૂર નેતા ચૌધરીએ કહ્યું કે પહાડીઓ માટે એસટી અનામતનો મુદ્દો ભાજપાએ રાજકીય હિતો માટે ઉઠાવવામાં આવે છે. આ પગલાઓને વિશ્વાસઘાત ગણાવતા તેમણે દાવો કર્યો કે, આયોગમાં આદિવાસી સમુદાયોમાંથી એકપણ વ્યક્તિ નહતો.

તેમણે કહ્યું, આટલા વર્ષો સુધી એસટી આયોગે પહાડીઓને એક આદિવાસી સમુદાયના રૂપમાં દેખતા નથી, પરંતુ અચાનક તેમનો મન બદલાઈ ગયો છે,

તેમણે કહ્યું, આટલા વર્ષો સુધી એસટી આયોગે પહાડીઓને એક આદિવાસી સમુદાયના રૂપમાં દેખ્યો પણ નથી પરંતુ અચાનક તેમનો મન બદલાઇ ગયો છે, કેમ કે ભાજપા સત્તામાં છે. શર્મા આયોગે રાજકીય ભલામણ તરફ રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગે આદિવાસીઓની ઓળખ પર કરવામાં આવેલા હુમલાઓ પર પોતાની આંખો બંધ કરી લીધી છે.

જમ્મુ કાશ્મીર આદિવાસી રાજ્ય બની જશે

એઆરસીજેએસીના સંસ્થાપક સભ્ય હુસૈને કહ્યું કે, કાયદાએ કોઈપણ અલ્પસંખ્યક સમુદાયને આદિવાસી દરજ્જો આપવા માટે એક સ્પષ્ટ માપદંડ નિર્ધારિત કર્યું છે.

તેમણે દાવો કર્યો છે કે,સમાજ વિભાજિત હોય અથવા આર્થિક રીતે પછાત હોવો જોઈએ. આ બંને માપદંડો પર પહાડી લોકો પર લાગું થઈ રહ્યાં નથી. શર્મા આયોગે પોતાની ભલામણ આપ્યા પહેલા તે પણ જોવાની તસ્દી લીધી નથી કે પહાડી એકપણ માપદંડ પૂરો કરતાં નથી.


ચૌધરીએ દાવો કર્યો છે કે પહાડી સમુદાયમાં વિભિન્ન જાતિઓ છે અને તે બિલ પસાર થઈ જાય છે તો જમ્મુ કાશ્મીરમાં આદિવાસીઓની સૂચીમાં વધુ 300 જાતિઓ જોડાઇ જશે. યાદીમાં વર્તમાનમાં માત્ર પાંચ જનજાતિઓ સામેલ છે- ગુજ્જર, બકરવાલ, શિના, ગદ્દી અને સ્પીતિ.

તેમણે કહ્યું, જો પૂંછના એક બુખારી (જાતિનું નામ)ને આદિવાસી દરજ્જો મળે છે તો સરકાર શ્રીનગરમાં એક બુખારીને આ દરજ્જો આપવાથી કેવી રીતે ઇનકાર કરી શકે છે? આને વ્યાખાયિત કરવાનો કોઈ જ માપદંડ નથી કે પહાડી કોણ છે? આખું જમ્મુ કાશ્મીર આદિવાસી રાજ્ય બની જશે.

તેમણે આગળ કહ્યું, જો ભાજપા અસલમાં પહાડીઓને સશક્ત બનાવવા ઈચ્છે છે તો તેમને રાજકીય અનામત આપવી જોઈએ, જેથી કે હાલમાં કાશ્મીરી પંડિતો અને પાકિસ્તાનના કબ્જાવાળા જમ્મુ કાશ્મીર (પીઓકે)ના શરણાર્થિઓને આપવામાં આવી છે. તેમણે આદિવાસી દરજ્જો આપવાથી તે તકો ઓછી થઇ જશે, જેનો ઉદ્દેશ્ય ગુર્જરો અને બકરવાલોનો સામાજિક અને આર્થિક સશક્તિકરણ કરવાનું છે.

ગુર્જર અને બકરવાલ અને પહાડી બંને સમાજના લોકોએ એક અઠવાડિયા પહેલા જ આ મુદ્દા પર કેન્દ્રીય ગૃહ મંત્રી સાથે મુલાકાત કરી છે પરંતુ બેઠકો અવરોધો-સમસ્યાઓને ખત્મ કરવામાં નિષ્ફળ રહી છે.

હુસૈને કહ્યું, સરકારનું કહેવું છે કે પહાડીઓને એસટીનો દરજ્જો આપવાથી ગુર્જરો અને બકરવાલોને અનામત લાભ પર કોઈ અસર પડશે નહીં. પરંતુ અનામતમાં કોટાની અંદર કોટા આપવા માટે કોઈ જ જોગવાઈ નથી.

મોટા પ્રમાણમાં આદોલનની તૈયારી

જો કેન્દ્ર સરકારે પોતાનો નિર્ણય પરત લીધો નહીં તો જમ્મુ કાશ્મીરના આદિવાસી મોટા પ્રમાણમાં આદોલનની તૈયારી કરી રહ્યાં છે. ઓગસ્ટના પહેલા સપ્તાહમાં જમ્મુમાં એક મોટા વિરોધ પ્રદર્શનની યોજના બનાવવામાં આવી રહી છે. ઉલ્લેખનિય છે કે, મણિપુરમાં પણ આવી જ એક રેલીની યોજના બનાવાઇ હતી અને જે દિવસે રેલી નિકળી ત્યારથી હિંસા શરૂ થઇ છે તે અત્યાર સુધી ચાલું છે.

સમાચારો અનુસાર, દલિત નેતા ચંદ્રશેખર આઝાદ અને દેશના આદિવાસી નેતાઓએ આંદોલનને પોતાનું સમર્થન આપ્યું છે અને આવનારા દિવસોમાં જમ્મુમાં એક મહાપંચાયતની પણ યોજના બનાવવામાં આવી રહી છે.

પહાડીઓને એસટીનો દરજ્જો આપવા માટે બિલ લાવવાના પગલા એવા સમયે ઉઠાવવામાં આવી રહ્યાં છે, જ્યારે કેન્દ્ર સરકારને વિવાદાસ્પદ ભૂમિહીનો માટે ભૂમિ યોજનાને મંજૂરી આપવાના કારણે ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે.

આ યોજનાને વિપક્ષે કેન્દ્રશાસિત પ્રદેશમાં ગેર-સ્થાનીક લોકોને વસાવીને મુસ્લિમ બહુમતિ વિસ્તારની જનસંખ્યાને બદલવાનો લક્ષ્ય ગણાવ્યું છે.

જણાવી દઇએ કે,હિમાચલ પ્રદેશના હાટી સમુદાયને આદિવાસી દરજ્જો આપીને પોતાના પક્ષમાં કરવાની કોશિશ નિષ્ફળ રહી, કેમ કે તે આ વિધાનસભા ચૂંટણી હારી ગઈ જ્યારે મણિપુરમાં મેતેઇ સમાજને આદિવાસી જોહાર કરવાના પ્રસ્તાવિક પગલાથી રાજ્યમાં મોટા પ્રમાણમાં વિરોધ પ્રદર્શનો અને હિંસાને જન્મ આપી દીધો છે.

આ પણ વાંચો-MORNING CAPSULEમાં વાંચો અમદાવાદમાં તંત્રએ કાઢ્યો ટ્રાફિકનો તોડ,જ્ઞાનવાપી મસ્જિદ મુદ્દે ચુકાદો, ઉતરાખંડથી આંદામાન સુધી ધરતી ધ્રુજી

 

Back to top button