ગુજરાત

અમદાવાદમાંથી વાહન ચોરી કરી વિવિધ શહેરોમાં વેચતો ચોર પકડાયો

Text To Speech
  • ઝડપાયેલ શખ્સની અમદાવાદના સરદારનગર પોલીસ મથકે પણ જાણ કરાઈ
  • સુરેન્દ્રનગરમાંથી ચોરાયેલા બાઈક સાથે શખ્સને ઝડપી લીધો
  • રિક્ષા અમદાવાદના કુબેરનગર વિસ્તારમાંથી ચોરી હોવાનું સામે આવ્યુ

અમદાવાદ અને સુરેન્દ્રનગરમાંથી ચોરી કરેલા વાહનને વેચે તે પહેલાં આરોપી પકડાયો છે. જેમાં એ ડિવિઝન પોલીસ ટીમે નેત્રમની મદદથી આરોપીને ઝડપી લીધો છે. સુરેન્દ્રનગરમાંથી બાઈક અને અમદાવાદમાંથી રિક્ષા ચોરી હતી. આરોપીને વાદીપરા વિસ્તારમાંથી ચોરેલા બાઈક સાથે ઝડપી લેવાયો છે.

આ પણ વાંચો: ગુજરાતમાં આંખનો રોગ વધ્યો, અમદાવાદમાં અત્યાર સુધી 51 હજાર કેસ આવ્યા

સુરેન્દ્રનગરમાંથી ચોરાયેલા બાઈક સાથે શખ્સને ઝડપી લીધો

સુરેન્દ્રનગર એ ડીવીઝન પોલીસે અમદાવાદમાંથી ચોરાયેલી રિક્ષા અને સુરેન્દ્રનગરમાંથી ચોરાયેલા બાઈક સાથે એક શખ્સને ઝડપી લીધો છે. સુરેન્દ્રનગરના નીર્મળનગરમાં રહેતા અને શાકભાજીના વેપારી મહાવીરભાઈ નટુભાઈ વસવેલીયાનું તા. 6ઠ્ઠી જુલાઈએ વાદીપરા વિસ્તારમાંથી બાઈક ચોરાયુ હતુ. બાઈક ચોરીની તપાસમાં નેત્રમ પીએસઆઈ વીરેન કુમરખાણીયા સહિતનાઓને એક શખ્સ શંકાસ્પદ લાગ્યો હતો. આથી એ ડીવીઝન પોલીસ મથકના એસ.વી.દાફડા, રાજુભાઈ પઢેરીયા, મેહુલભાઈ સહીતનાઓને જાણ થતા આ શખ્સની તપાસ આરંભાઈ હતી.

આ પણ વાંચો: અમદાવાદ સાઈબર ક્રાઈમના એક્શનથી ગાંધીનગર RTOમાં નાસભાગ

ઝડપાયેલ શખ્સની અમદાવાદના સરદારનગર પોલીસ મથકે પણ જાણ કરાઈ

શખ્સ મુળ મૂળીના શેખપરનો અને હાલ અમદાવાદના સુભાષનગરમાં રહેતો દીપક દિનેશભાઈ ઓગણીયા હોવાનું સામે આવ્યુ હતુ અને આ શખ્સ ચોરીના બાઈકને વેચવાની પેરવી કરતો હોવાની વિગતો મળતા વોચ રખાઈ હતી. આરોપી દીપક ઓગણીયાને વાદીપરા વિસ્તારમાંથી ચોરેલા બાઈક સાથે ઝડપી લેવાયો હતો. જયારે તેની પાસે રહેલ રિક્ષા વિશે પુછતા તેણે આ રિક્ષા તા. 1લી જુલાઈએ અમદાવાદના કુબેરનગર વિસ્તારમાંથી ચોરી હોવાનું સામે આવ્યુ હતુ. આથી પોલીસે રિક્ષા અને બાઈક સાથે દીપકને ઝડપી લઈ વાહન ચોરીના 2 ગુના ડીટેકટ કર્યા હતા અને ઝડપાયેલ શખ્સની અમદાવાદના સરદારનગર પોલીસ મથકે પણ જાણ કરાઈ છે.

Back to top button