- અલ્હાબાદ હાઈકોર્ટનો જ્ઞાનવાપી કેસમાં ચુકાદો
- કોર્ટે ASI સર્વે પર સ્ટે આપવાનો ઈન્કાર કરી દીધો
અલ્હાબાદ હાઈકોર્ટ આજે જ્ઞાનવાપીના વૈજ્ઞાનિક સર્વેક્ષણ વિરુદ્ધ મુસ્લિમ પક્ષની અરજી પર ચુકાદો આપવાની હતી.જેમાં ત્રણ દિવસની દલીલોને સાંભળ્યા બાદ આજે અલ્હાબાદ હાઈકોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. મહત્વનું છે કે, વારાણસી ડિસ્ટ્રિક્ટ કોર્ટે ASIને જ્ઞાનવાપી પરિસર વિવાદિત વજુ ખાના ભાગ સિવાયના તમામ વિસ્તારોના સર્વેનો આદેશ આપ્યો હતો. આ આદેશ સામે મસ્જિદ સમિતિ વતી સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવી હતી. સર્વેને અટકાવતા સુપ્રીમ કોર્ટે મામલો હાઈકોર્ટમાં ટ્રાન્સફર કર્યો હતો. હાઈકોર્ટે સુનાવણી પૂર્ણ કરી સર્વે ચાલુ રાખવાનો આદેશ કર્યો છે.
આ પણ વાંચો : ગુજરાતમાં આંખનો રોગ વધ્યો, અમદાવાદમાં અત્યાર સુધી 51 હજાર કેસ આવ્યા
વારાણસીની અંજુમન ઈન્તેઝામિયા મસ્જિદની મેનેજમેન્ટ કમિટીએ અરજી દાખલ કરી હતી
પ્રાપ્ત વિગતો અનુસાર,આ અરજી વારાણસીની અંજુમન ઈન્તેઝામિયા મસ્જિદની મેનેજમેન્ટ કમિટી વતી દાખલ કરવામાં આવી છે. 27 જુલાઈએ આ અંગેની સુનાવણી દરમિયાન ASIના એડિશનલ ડાયરેક્ટર જનરલ આલોક ત્રિપાઠીએ સ્પષ્ટ કર્યું હતું કે સર્વે કરવાથી બાંધકામને કોઈ નુકસાન થશે નહીં. આમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. એડિશનલ સોલિસિટર જનરલ શશિ પ્રકાશ સિંહે પણ દાખલ કરવામાં આવેલી એફિડેવિટનો ઉલ્લેખ કર્યો હતો.
કોર્ટે ASI સર્વે પર સ્ટે આપવાનો ઈન્કાર કર્યો
જોકે, કોર્ટે ASI સર્વે પર સ્ટે આપવાનો ઈન્કાર કરી દીધો છે. કોર્ટે કહ્યું છે કે, આ સર્વેથી કોઈને નુકસાન થયું નથી. આ ઉપરાંત જ્ઞાનવાપી કેમ્પસમાં મુસ્લિમોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાની પણ અરજીમાં અપીલ કરવામાં આવી છે.કોર્ટ આની સુનાવણી 4 ઓગસ્ટ એટલે કે શુક્રવારે કરશે. હાઈકોર્ટના આ નિર્ણયની સૌ કોઈ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. જુલાઈના છેલ્લા સપ્તાહમાં સતત બે દિવસ સુધી કોર્ટમાં બંને પક્ષોની દલીલો ચાલી હતી. બંને પક્ષો તરફથી દલીલો રજુ કરવામાં આવી હતી. કોર્ટે બંને પક્ષોને સાંભળ્યા બાદ 27 જુલાઈએ પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.
આ પણ વાંચો : રાજકોટ: શંકાસ્પદ સીરપને લઇને મોટો ખુલાસો, ભાજપના 2 આગેવાનો સહિત કુલ 6 લોકો સામે નોંધાયો ગુનો