ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં 4 દિવસ વરસાદની આગાહી, જાણો કયા થશે મેઘમહેર

  • IMDના જણાવ્યા અનુસાર અલનિનો ચોમાસાના બીજા તબક્કા પર અસર કરી શકે છે
  • શનિવારે પણ મેઘરાજા ગુજરાતના તમામ જિલ્લામાં મહેરબાન રહેશે
  • દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદ આવશે

ગુજરાતમાં 4 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં મધ્યમ વરસાદીની આગાહી સાથે સમગ્ર રાજ્યમાં 4 અને 5 ઓગસ્ટે ભારે વરસાદની સંભાવના છે. તેમજ દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદ આવશે. તથા અમદાવાદમાં ભારે વરસાદની સંભાવના નથી પણ વરસાદી ઝાપટાની આગાહી કરવામાં આવી છે.

મહિસાગર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ થવાની પૂરી સંભાવના

રાજ્યમાં ગુરૂવારે પણ હવામાન શુષ્ક રહેશે. પરંતુ સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવ, દાદરા નગર હવેલી સહિત દક્ષિણ ગુજરાતમાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં શુક્રવારથી ફરી મેઘરાજા ધમાકેદાર બેટીંગ કરી શકે છે. આ દિવસે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, દાહોદ, મહિસાગર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ થવાની પૂરી સંભાવના છે. આ સિવાય રાજ્યના તમામ વિસ્તારમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદ થઈ શકે છે.

શનિવારે પણ મેઘરાજા ગુજરાતના તમામ જિલ્લામાં મહેરબાન રહેશે

શનિવારે પણ મેઘરાજા ગુજરાતના તમામ જિલ્લામાં મહેરબાન રહેશે, પરંતુ રાજ્યમાં ઉત્તર ગુજરાતના અરવલ્લી, મધ્ય પ્રદેશમાં આણંદ, દાહોદ, મહિસાગર અને પંચમહાલ તથા વડોદરામાં કેટલાક છૂટાચવાયા સ્થળોએ ભારે વરસાદ થઈ શકે છે.

IMDના જણાવ્યા અનુસાર અલનિનો ચોમાસાના બીજા તબક્કા પર અસર કરી શકે છે

IMDના જણાવ્યા અનુસાર અલનિનો ચોમાસાના બીજા તબક્કા પર અસર કરી શકે છે. ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં દેશમાં સામાન્ય વરસાદ થવાનો અંદાજ છે. તે સામાન્ય વરસાદના 94થી 99 ટકાની રેન્જમાં રહેવાની શક્યતા છે. લાંબા ગાળા અથવા 50 વર્ષની સરેરાના 94 ટકાથી 106 ટકાની રેન્જમાં વરસાદ થાય તો એ સામાન્ય ગણાય છે. દેશના કૃષિક્ષેત્ર માટે સામાન્ય વરસાદ જરૂરી છે, કારણ કે, દેશની ખેતીલાયક જમીનનો બાવન ટકા હિસ્સો હજુ ચોમાસાના વરસાદ પર નિર્ભર છે. હવામાન વિભાગે વધુમાં જણાવ્યું કે, પૂર્વ મધ્ય ભારત, પૂર્વ તેમજ ઉત્તર પૂર્વના વિસ્તારો અને હિમાલયના નજીકના મોટા ભાગના પ્રદેશોમાં સામાન્ય કરતા વધુ વરસાદની શક્યતા છે. ઓગસ્ટમાં વરસાદ સામાન્ય કરતા ઓછો રહેવાનો અંદાજ છે. પરંતુ સપ્ટેમ્બરમાં સ્થિતિ વધુ સારી રહેશે.

Back to top button