DIPAK AUR MITHU KI PREM KAHANI, “જે મારા મીઠુંને શોધી આપશે તેને રૂ.10,000નું ઈનામ”
ROCKY AUR RANI KI PREM KAHANI વચ્ચે દીપક સોનીની પશુ પ્રેમ કહાની ફેમસ
પ્રેમ શબ્દ સાંભળવા મળે ત્યારે નબીરાઓનો પ્રેમનજર સમક્ષ આવે છે પણ તમે કયારે લોકોનો પશુ માટે પ્રેમ જોયો છે ? વ્યક્તિના પ્રેમ માં લોકો સાત સમુંદર પાર કરવાની વાત કરતા હોય છે, ત્યારે મધ્યપ્રદેશના એક યુવકે પોતાના પોપટ મીઠું ખવાઈ જતા ઠેર ઠેર પોસ્ટર લગાવ્યા છે અને શોધનારને રુપિયા 10000ની જાહેરાત કરી છે.
થોડા મહિનાઓ પહેલા ઉત્તર પ્રદેશમાં સરસ ક્રેન અને એક વ્યક્તિ વચ્ચે મિત્રતાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થયો હતો. આ વિડિયો વાઈરલ થવાનું કારણ હતું મનુષ્યનું પશુ પ્રતિ દર્શાવેલ પ્રેમ. લોકોને આ વિડીઓ પસંદ આવ્યો હતો. લોકો અનન્ય મિત્રતાથી પ્રભાવિત થયા હતા અને પક્ષીના તેના માનવ જીવનસાથી માટેના અનંત પ્રેમથી દંગ રહી ગયા હતા.
સોશિયલ મીડિયા પર દરરોજ યુઝર્સ દ્વારા લાખો કન્ટેન્ટ બનાવવામાં આવતા હોય છે. ત્યારે એક મધ્યપ્રદેશના યુવકની પશુ પ્રેમ કથા જોવા મળી છે. આ વિડીઓમાં મધ્યપ્રદેશના દમોહમાંથી એક દીપક નામના યુવકની પશુ પ્રેમની કહાની સામે આવી છે જ્યાં એક વ્યક્તિ પોતાના ગુમ થયેલા પોપટને શોધી રહ્યો છે. દીપક સોનીએ આખા શહેરમાં પોસ્ટરો લગાવ્યા છે, જેમાં તેમના પ્રિય પોપટના ઠેકાણા સાથે તેમની પાસે આવનાર કોઈપણને 10,000 રૂપિયાનું રોકડ ઈનામ આપવામાં આવશે. MPના યુવકે ઠેર- ઠેર પોતાના પોપટના ખોવાઈ જવાના પોસ્ટર લગાવ્યા છે.
પોપટ શોધનારને રુપયા 10000ની ભેટ
દીપકે ઉમેરતા કહું કે ગઈ કાલે મારો મીઠું ખોવાઈ ગયો છે , કાલે રાતે મારા પાપા મીઠુંને લઇ બહારે નીકળ્યા હતા અને ખબર નથી કે અચાનક ક્યા ખોવાઈ ગયો છે. જે પણ મારા મીઠુંને શોધી મારી પાસે લઇ આવશે તેને હું રૂપિયા 10000નું ઇનામ જાહેર કર્યું છે. સાથે એ પણ જણાવ્યું હતું કે છેલ્લા 2 વર્ષથી મારી સાથે હતો. હવે અચાનક જ ખોવાઈ ગયો છે અને મને તેની યાદ આવી રહી છે. જેને મારો મીઠું મળે તે મારા પાસે લઇ આવે અને એ માણસને હું રૂ. 10,000 રોકડ પુરસ્કાર આપીશ.
આ પણ વાંચો:રાજકોટમાં પીએમ મોદીને ખાસ આર્ટથી મઢેલું વિમાન ભેટ અપાશે, જાણો શું છે ખાસ